Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ૨
થાય. ઉદાયન રાજાએ અભિચિપુત્રને રાજગાદી ન આપી. નરકે જશે. જે રાજ પરાપૂર્વથી ચાલ્યું આવ્યું છે તે રાજ્ય પુત્રને આપવું તેમાં સંકોચ છે. આને રાજ આપું ને નરકે જાય તે મારે ભરોસે રહેલાને નરકે મેર્યું તે મારી દશા શી? કલપક ચાણક્યને પિતા તેને પ્રધાનપણું આપવાનું કહ્યું, પણ ના કહે છે કે મારે એકેક જેડી લુગડા ને ખાવાનું મળી રહે છે. મારે પ્રધાનપણું જોઈતું નથી. આ દષ્ટિ કેટલી મુશ્કેલી એટલું જ નહિં પણ સ્થલભદ્રજીએ શું કર્યું? નંદરાજાએ પ્રધાનમુદ્રા માટે શ્રીયકને કહ્યું. વિનય ખાતર કુળ મર્યાદા ખાતર મારે માટે ભાઈ છે, છતાં મારે આ મુદ્રા ન લેવાય. સ્થૂળભદ્રજીને બોલાવ્યાતેણે કહ્યું કે વિચાર કરીને જવાબ આપીશ. તમે તે લક્ષમી ચાંલ્લો કરવા આવે તે મહે ધવા જાય એમ આવાને કહે છે,
એક ગે પર રાની મહેલ કરવા માગે છે. જ્યાં મહેલની સરવાઈ કરી સડક કરવા માંડી. સડક વાંકી કાઢવી પડે તે ખરચ વધે. એક સરવાઈ કરી, તેમાં જ પાંચ સાત લાખ રૂપીઆ એકઠા કર્યા. રાજા શજી પ્રજા રાજી, એ ભેળા કરી તેની વ્યવસ્થા કેમ કરવી તે તે પ્રધાન જાણે રાજા અને પ્રજા બંનેને ફેલી ખાય ને બંનેને રાજી રાખે. સમકિતી ભવિષ્યની આપત્તિ ન વધારે
આવી સ્થિતિમાં સ્થૂળભદ્રને પ્રધાન મુદ્રા આપે છે તેમાં શું વિચાર કરવાની જરૂર હતી? સ્થૂળભદ્રજી બીજી દશામાં છે? રંડીબાજીમાં બાર વરસથી છે, ઘર ભૂલી ગયા છે, એવા રંડીબાજી પણ પ્રધાનવટાને અંગે આપત્તિ ગણે છે. રાજાએ પણ દેખ્યું. આપત્તિ ગણવાવાળા મનુષ્ય વિચાર કરે છે કે ન મારે બીજાને અપાય ને ન મારે ના કહેવાય. વિચાર કરીશ, એટલે રાજા સપડાયે. રાજાને કહેવું પડ્યું કે વિચારમાં લાંબી મુદત ન ચાલે, માટે અશકવાડીમાં જઈ જલદી વિચાર કરો. છેવટે વિચાર કરતાં રાજ્યાધિકાર ધિક્કારનું કાર્ય છે. આવી સ્થિતિને મનુષ્ય પ્રધાન પણને ઉપાધિરૂપ ગણે, તે વખતે તેના આત્માની કઈ સ્થિતિ હેવી જોઈએ. દુનીયાદારીને સામાન્ય વિષય માટે લાઈન બહાર હતા, તેવા પ્રધાન મુદ્રા લેવા તૈયાર ન થયા. તેના પરિણામે સાધુપણું. ચાલુ વિષયની ઈચ્છા છતાં પરંપરાની આવેલી પ્રધાન પદવી છતાં એવા મનુભ્યોને સંસ્કાર એવા ઉત્તમ જેથી પ્રધાનપણાને આપતિ ગણે. આ બધું શાને અંગે ? વિચારશો તે માલમ પડશે કે પૌગલીક સુખની તીવ્ર ઈચ્છાએ સાધ્ય