Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ છે
૪૭ આચરતે તે સંઘમાં. તેથી તીર્થકરને, કેવળીને આલંબન આપનાર સંઘ તેને ઉપગારી ગણી નમસ્કાર કરે છે. તેમાં મહત્તા તેમની છે, આપણી મહત્તા નથી. જે. શેઠ ગરીબને નમસ્કાર કરે તે પુન્યનું મને આ સાધન મળ્યું હતું, તે અપેક્ષાએ એ સહકારની કિંમત તીર્થકર તીર્થને નમસ્કાર કરે છે. તે અપેક્ષાએ શ્રાવપણામાં ધર્મ ગણ્યા. પગલિક બાજીથી નિરાળ રહે તે અપેક્ષાએ ધર્મ ગણ્ય. તમે અદ્ધિવાળા વિગેરેવાળા થયા તેથી નમસ્કારણીય છે તેમ સ્વને પશુ માનશે નહિ. તીર્થકરેએ આશ્રવને નવે કર્યો નથી, તે એ જણાવ્યું. તીર્થકર માત્ર જણાવનારા, કરનારા નથી, હીરે દીવાએ જણાવ્યું, દીવાએ હીરો બનાવ્યું નથી. જિનેશ્વરે કહે ધમ કેવળીએ કહેલે પણ કેવળી એ બનાવીને આપણને વળગાડ નથી. તીર્થકર સાફ જણાવે છે કે અનંતા તીર્થકરેએ આજ અધમ ને આજ ધર્મ કહ્યો. જમાને જમાને પલટ થાય તે કેટલાક તીર્થકરે આને ધર્મ કહ્યો, કેટલાકે બીજાને ધમ કહ્યો, તેમ જુદા પડવાનું થતું. આથી સાગાર-ગૃહસ્થને પણ ધર્મ માને, પણ પૌગલીક બાજીથી નિરાળા થવા માટે ધર્મ માન્ય છે, એવા સાગરિકાએ રોજ ધર્મ કરવાનો ન બને તે માસામાં જરૂર કરો. હવે તે ક ધર્મ તે અધિકાર આગળ બતાવવામાં આવશે.
પ્રવચન ૧૩૬મું
અષાડ વદી ૧ શનીવાર શાસ્ત્રકાર મહારાજા સૂચવી ગયા કે આ સંસારમાં જે મનુષ્યપણું આદિ તથા પંચેન્દ્રિયની સંપૂર્ણ પ્રાપ્તિ પામીને જેઓ આસ્તિકપણામાં આવ્યા છે તે ધર્મને શ્રેષ્ઠ માનનારા છે. દરેક આસ્તિક ધર્મ માન્યા છતાં ધર્મને નામે ભેળવાએલે ધર્મવિરૂદ્ધ પ્રવૃત્તિ કરે તે શું પરિણામ આવે? જૈન શાસન પિતાને માટે પણ વિરૂદ્ધ પ્રવૃત્તિ કરવાની મનાઈ કરે છે, દેરું મતિ ભરાવવા હોય તેણે પિતાની મિલકત ચકખી કરવી જોઈએ. અન્યાયથી આવેલી મિલકત તે પાછી આપી દેવી જોઈએ. ચતુર્વિધ સંઘમાં પિતે જણાવે કે મેં મારી મિલક્તની શુદ્ધિ કરી છે. જે કેઈ અશુદ્ધિ રહી હોય તે આ સંઘને જણાવું છું. બાપદાદાથી કાંઈ અન્યાયની રકમ આવી ગઈ હોય તે માટે સંઘને જણાવે. મારી જાણુબહાર મારા પાસે જે અન્યાયની રકમ રહી હોય તેનું ફળ હું ઇચ્છતું નથી, દેરા સરખું મૂર્તિ ભરાવવાનું કાર્ય અન્યાયથી કરે તે પણ