Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
પ્રવચન ૧૩ મું
ટીલાને વિરોધ નથી માત્ર કેસરના તિલકને વિરોધ છે.
પ્રતિમા ન માનનારા ભાઈઓને કેવળ જિનેશ્વર મહારાજને વિરોધ છે. પિતાની પરખદામાં ટીલું કાઢીને કેટલાક આવ્યા હોય તે ઉપર વાંકી નજર નહીં, પણ કેસરને ચાંલે કરી આવ્યું હોય તે જ વાંકી નજર પિતાનામાંના હેળી ખેલે, મહાદેવ હનુમાન માને, તેની અડચણ નહીં, માત્ર કેસરના ચાંલ્લાવાળાની તરફ વાંકી નજર, મારવાડ મેવાડમાં નેરતા હોળી ખસ્યા નથી ને જિનેશ્વરના દેરા કેમ ખસ્યા? હનુમાન મહાદેવ મિથ્યાત્વીને માને તેના કરતાં આ માનનારા ઉપર વાંકી દૃષ્ટિ છે એ કબૂલ કર્યું. હવે આ ઉપર આવીએ. અહીં કેસરને ચાંદલાવાળા ઉપર કટાક્ષ વધારે રહે છે. એ કબૂલાત થઈ. વીતરાગને બીજા રૂપે માને તે મિથ્યાત્વ માતા મહાદેવ પાસે તેમ બાવા જેગી પાસે દુનીયામાં જ હોય ને તમારી પાસે પગસિક સુખના રાગની ઈચ્છા રાખે તે? માતા મહાદેવ પાસે જઈને જે લૌકિક ઈચ્છા કરી એમની પાસે જવા દેવા, જે વીતરાગદેરની વીતરાગ તરીકે માને એમાં જે પૂજન કરે તે કયા શાસ્ત્ર આધારે તેં મિથ્યાત્વ કહ્યું? તારી છબી બાપડીએ હાથમાં લીધી તે તારે આલેયણ કેમ ન લેવાની? મૂતિને તરૂપ તારે. માનવી નથી. તદ્દરૂપે માને તે તારે મિથ્યાત્વ કયાંથી લાગવાનું. મૂતિમાં કુદેવપણું કયાં છે? માતા હનુમાનની મહાદેવની મૂતિને માને છે. મૂર્તિ એ કુદેવ કયાં છે? મૂર્તિ જે કુદેવ હેય તે જિનેશ્વરની મૂર્તિ સુદેવની છે. જે મૂર્તિ મૂળ જિન મૂરતિ જિન સારીખી રૂપે માનવી ન હોય તે કુદેવ કયાં છે? તમારે મૂર્તિને સંબંધ છે કે મૂળને ? તે સંબંધ કબૂલ કરે તે કુદેવને ત્યાગ કરનારે કુદેવની મૂર્તિ પણ ન માનવી તે સુદેવને માનનારે સુદેવની મૂર્તિ માનવી જોઈએ. કુદેવ ત્યાગ કર્યો તેમાં કુદેવની મૂર્તિને ત્યાગ આવ્યું કે નહિ ? કઈ અપેક્ષાએ. જે દેવ અને મૂર્તિને સંબંધ છે તે સુદેવને અંગીકાર કરવાથી કુદેવની મૂર્તિ પણ અંગીકાર થઈ ગઈ. મિથ્યાત્વના ત્યાગવાળાને કુદેવની મૂર્તિને ત્યાગ છે તે સુદેવની મૂર્તિને અંગીકાર છે. દુનીયાઠારીમાં ફેટાને અંગે અસલના શરીરે કંઈ પણ અસર થતી નથી, પણ લાગણીનું ચિહ્ન કરે છે. આ તીર્થકરનું એક બાવલું ગણાય પણ સન્માન કરવાથી લાગણી પ્રદર્શિત થઈ કે નહિં? ભલા તેમને ભગવાનની મૂર્તિ જોઈતી નથી તે તમારા ફેટા શા માટે ? ફિલ્મો શા માટે? અજમેર મોરબીમાં ફલેમ લેવાઈ છે. લુ મુનિમ પહેલાં હડતાળ શેઠના નામ ઉપર મૂકે, તેમ જૈનશાસનની વેષધારી પેઢીમાં ભગવાનને નામે હડતાળ મૂકે.