Book Title: Agamoddharak Pravachan Shreni 130 to 185
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Motisha Amichand Sakarchand Palitana Charitable Trust
View full book text
________________
૫૮
પ્રવચન ૧૩૪ મું
આરંભ-પરિગ્રહના પિષણને સાધુ ઉપદેશ આપે ?
આથી ધર્મ સિવાય બીજું કર્તવ્ય નથી, એવું જે માને તે સમકિતી પણ શુદ્ધ દેવને માન્યા કયારે ગણાય? છેલલામાં છેલ્લું શુદ્ધ દેવે કહેલું કરવા લાયક છે. ગુરુ શું કહે છે? આરંભાદિક સારા ગણાવે છે? ના તે પણ ખરાબ કહે છે. જે આરંભાદિક ગુરૂ સારા કહે તે એલામાંથી ચૂલામાં પડયા. ગુરૂએ કહ્યું કે કરવું જોઈએ તે તે પછી “નાદા કુરાપાન મૂળમાં વાંદરે ને તેને પાયે દારૂ, પછી શું બાકી રહે. મૂળ આરંભાદિકમાં દેરાએ ગૃહસ્થ, તેમાં આરંભાદિકનું પિષણ કરવામાં આવે તે? તે ગુરૂ શું કહે ? ગુરૂનું વકતવ્ય એ જ હોય કે આરંભ પરિગ્રહ વિષય કષાયને છેડવા જ જોઈએ. ગુરૂ એલામાંથી ભઠ્ઠીમાં નાખે, કારણ પહેલાં પિતે ઘેર હતા ત્યારે આરંભ પિતાના ઘર જેટલે કરે, પરિગ્રહ પોતાના ઘર જેટલે, હવે આખા ગામની ફીકર. બધાને આરંભાદિકને ઉપદેશ દઈ ભઠ્ઠીમાં બળી મરવાનું. જે એ આરંભ-પરિગ્રડની વિરતિને ઉપદેશ હેાય તે ગુરૂમહારાજ વિરતિ કરવાનું જ કહે છે. હવે આરંભાદિકના ત્યાગને કે તેના પિષણને ધર્મ ગણે છે? પહેલાં ધર્મને ધર્મરૂપે જાણવાની તમારી ફરજ છે. એ જાણ્યો ત્યારે એ જાણવાની જરૂર છે કે આરંભાદિક ડૂબાડી મારનારા છે. વસ્તુનું સ્વરૂપ ખ્યાલ બહાર જવું ન જોઈએ એ જ સમકત.
પ્રથમ વિચારનું પરિવર્તન
મેંગ્રેસે જે પિતાની હીલચાલ શરૂ કરી તે વખત કંઈ પણ સત્તા ન હતી. માત્ર વિચારનાં પરિવર્તન. આખા દેશને આંગળી ઉપર નચાવ્યા તેની જડ માત્ર વિચાર પરિવર્તન ઉપર હતી. રચનાત્મક કાર્યક્રમ થોડી મુદતથી શરૂ થયું, પહેલાં માત્ર વિચારે સુધારે, તેમાં વરસે નિકળી ગયા. માટે પહેલાં વિચારનું વાતાવરણ સુધારે, તે જ સમકત. અનાદિકાળથી સ્પર્શને અનુકૂળ આવ્યું તે સારું, પાંચ ઈન્દ્રિયને જે અનુકૂળ તે તમારે અનુકૂળ, તેને જે પ્રતિકૂળ, તે તમારે પ્રતિકૂળ. ઈન્દ્રિયને ભલે અનુકૂળ હોય, પણ મને–આત્માને અનુકૂળ છે કે નહિં? તે વિચાર ન કર્યો. જે તમારી ઉપર સત્તા ચલાવનાર વર્ગ તે કયા રૂપે રજુ કરે. પિતાના ફાયદાને, તમે ઇન્દ્રિયો દ્વારા અવાજ રજુ કરે છે. તમારા તરીકે અવાજ કયારે ૨જુ કર્યો? જન્મો સુધી અભિપ્રાય રજુ કર્યા પણ