Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જિનાજ્ઞા છે કે જયાં અપ્રીતિ થાય તેવા સ્થાનનો સાધુઓ ત્યાગ કરવો. જે સ્થાન અન્યમતિનું હોય તેવા સ્થાનના ઉપભોગને સાધુએ ટાળવો જોઇએ. તે અન્યમતિના સ્થાનનો વપરાશ કરવાથી ફ્લેશ, કલહ, હિંસાદિ આપત્તિઓ આવે છે. આથી જે સ્થાનમાં સાધુએ ઉતરવાનું હોય તે સ્થાન અન્યમતિઓ દ્વારા વપરાયું છે કે નહિ તેનો ખ્યાલ રાખવો ઘટે. अभिक्कतकूरकम्म - अभिक्रान्तक्रूरकर्मन् (त्रि.) (હિંસાદિ ક્રિયામાં પ્રવૃત્ત) સ્નાન કરવાની ઇચ્છાવાળો કાદવમાં પડે તો તેને આપણે મૂર્ખ ગણીએ છીએ. તેમ હિંસાદિમાં પ્રવૃત્ત થયેલ જે પુરુષ બીજાને દુખ આપીને સુખની વાંછા કરે છે તેને જ્ઞાનીપુરુષ મહામૂર્ખ ગણે છે. अभिक्कंतवय - अभिक्रान्तवयस् (न.) યુવાવસ્થાને ઓળંગી ગયેલ, વૃદ્ધાવસ્થા) આદ્યશંકરાચાર્યે ગોવિંદાષ્ટકમાં વૃદ્ધાવસ્થાનું વર્ણન કરતા કહ્યું છે કે “હે આત્મનું! જ્યારે વૃદ્ધાવસ્થા આવશે ત્યારે માથાના બધા જ વાળ ધોળા થઇ જશે, મુખના બધાં જ દાંત પડી જશે, હાથમાં લાકડી અને કમરથી સાવ વળી જઇશ, તું વૃદ્ધ થઇશ પણ તારી આશાઓ ક્યારેય વૃદ્ધ નહિ થાય. માટે અત્યારે જ તું ગોવિંદને ભજવા લાગી જા.” fમક્ષM - મfમમા (1) (સન્મુખ જવું, સામે આવવું). મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્વકૃતસ્તવનમાં કહ્યું છે કે “જે જન જેને અભિલશે તે તો તેહથી ભાંજે રે' અર્થાત જેની લાલસા રાખી માણસ દિવસ-રાત ઝંખના કરતો રહે છે. તે વસ્તુ ક્યારેય પ્રાપ્ત થતી નથી. જયારે નિર્પેક્ષભાવે પ્રવૃત્તિ કરવામાં આવે છે ત્યારે ઋદ્ધિ-સમૃદ્ધિ તેને સામે આવીને વરમાળા પહેરાવે છે. ગમવvi - મfમા ( મચ.) (સતત, નિરંતર, વારંવાર). શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે “ચારિત્રના અનુષ્ઠાનોનું પાલન કરતા અલના પમાય તો શ્રમણે હતાશ કે નિરાશ થવાની જરૂર નથી, કિંતુ વારંવાર ફરી ફરીને તે પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થવું જોઇએ.’ ખૂબ ઊંચે ચઢતો કરોળીયો પણ વારંવાર પછડાટ ખાવા છતાં પોતાના પ્રયત્નોને ત્યાગતો નથી. अभिक्खणिसेवण - अभिक्ष्णनिषेवन (न.) (વારંવાર સેવન) એક ચિંતકે બહું જ સરસ વાત કરી છે કે જ્યારે સિગરેટ સળગે છે, ત્યારે તેના એક છેડે આગ હોય છે અને બીજા છેડે મૂર્ખ હોય છે. કેમકે સિગરેટના પેકેટ પર લખ્યું હોય છે કે તમ્બાકુ સ્વાથ્ય માટે હાનિકારક છે. છતાં પણ તેની અવગણના કરીને વારંવાર તેનું સેવન એક મૂર્ખ જ કરી શકે છે સમજદાર નહિ. अभिक्खमाइण - अभिक्ष्णमायिन् (त्रि.) (બહુ માયાવી, અત્યંત કપટી), માયાળુ અને માયાવી એકસમાન શબ્દો હોવાં છતાં બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. માયાળુ વ્યક્તિ માત્ર પરોપકારીતામાં માને છે અને લોકોના દિલમાં સ્થાન મેળવે છે. જયારે અત્યંત માયાવીને પોતાના સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. તે સ્વજનોમાં પણ અવિશ્વસનીય હોય છે તો પછી જગતમાં તો વિશ્વસનીય ક્યાંથી હોય? अभिक्खसेवा - अभिक्ष्णसेवा (स्त्री.) (પ્રમાણાધિક સેવા, અત્યંત સેવા કરવી તે) બાહુબલી ચક્રવર્તી ન હોવાં છતાં પણ તેમને ભારત કરતાં અધિક બળ મળ્યું. તેની પાછળ કારણભૂત છે પૂર્વભવમાં કરેલ