Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઝાવાર - માથાશ્નર (પુ.) (1, લોખંડની ખાણ 2. જ્યાં લોઢાને તપાવવામાં આવે તે સ્થાન) માયા (વા) 1 - મારામ (2) (ભાતનું ઓસામણ) પિંડનિયુક્તિ વગેરે ગ્રંથોમાં સાધુને નિર્દોષ આહાર-પાણી ગ્રહણ કરવાનું વિધાન છે. પૂર્વના કાળમાં આજના જેવા ઉપાશ્રયો કે સ્પેશ્યલ જૈનોના ઘર નહોતા. તેમજ સાધુઓ જૈન-અજૈન દરેક ઘરોમાં ગોચરી વહોરવા જતાં હતાં. અને સાધુવર્ય જે-તે સ્થાનેથી દોષિત આહાર-પાણીનો ત્યાગ કરીને નિર્દોષ આહારાદિ ગ્રહણ કરતાં હતાં. જેમાં નિર્દોષ આહારના પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમ દિવસ દરમિયાન નિર્દોષ પાણીના પણ કુલ નવ પ્રકાર બતાવવામાં આવેલા છે. તે અંતર્ગત શુદ્ધ જલ ન મળે તો પાણી તરીકે નિર્દોષ કાંજીનું પાણી અર્થાતુ ભાતનું ઓસામણ પણ સાધુએ જલ તરીકે વાપરવું તેવું શાસ્ત્રીય કથન છે. * માથામ (ઈ.) (દીર્ઘ, લાંબુ) માયામ -- HT () (.) (પાણીનો એક ભેદ, ધાન્યનું પાણી) મથામfસલ્યમો () - માવા (aa) સિક્યુમોનિન (ઉ.) (ઓસામણમાં જેટલી અનાજની સિથ આવે માત્ર એટલું જ ખાનાર) અભિગ્રહ તે સાધુનો પર્યાયવાચી શબ્દ છે. વર્ષના ત્રણસોને સાંઇઠ દિવસ દરમિયાન શ્રમણ કોઇને કોઇ અભિગ્રહ યુક્ત હોય. સાધુ પ્રતિદિન છ વિગઇમાંથી એક કે તેથી વધુ અથવા સંપૂર્ણ છએ છ વિગઇનો ત્યાગ કરનાર હોય છે. આવા અભિગ્રહયુક્ત સાધુમાં કોઇ સાધુને એવો અભિગ્રહ હોય કે, મારે આજના દિવસ અંતર્ગત સાધુ જે ઓસામણ વહોરીને લાવે તે ઓસામણમાં જેટલા ધાન્યના દાણા હોય તે જ વાપરવા શેષ આહારનો ત્યાગ. આવા સાધુને આયામસિક્વભોજી કહેવાય છે. માયા - વA (ગવ્ય) (આયંબિલ કરીને) માયR -- THIR (ઈ.) (1. મર્યાદા, જ્ઞાનાદિ આચાર 2. વ્યવહાર, વિધિમાર્ગ 3. ચારિત્ર, વર્તન 4. આચારાંગ સૂત્ર, બાર અંગમાંનું પ્રથમ અંગ) એક જગ્યાએ બહુ જ સુંદર વાત કહેલી છે. તમારો આચાર તમારા વિચારને પ્રગટ કરવાનું માધ્યમ છે. તમારી પ્રવૃત્તિ જ તમારા અંતરિક વિચારોને જણાવે છે. આથી જે વ્યક્તિનું મન છળ-કપટવાળું કે હિંસક હશે તો તેનો વ્યવહાર પણ કુટિલતાવાળો અને હિંસક હશે. જ્યારે સરળ, પરહિતચિંતાવાળા અને ઉદાર હૃદયવાળા જીવનો વ્યવહાર પણ સહજ અને રૂચિકર હોય છે. આથી જ તો સકલ જગહિતની ભાવનાવાળા સાધુના જેવા વિચાર હોય છે તેવો જ આચાર હોય છે. અને જેવો આચાર હોય છે તેવો જ પ્રચાર પણ હોય છે. ગયRડેવIBUT - આષારોપમન (7) (માયાકરણરૂપ યોગ) માયારા - માવાRI () (આચારાંગ સૂત્ર, બાર અંગમાંનું પ્રથમ અંગ) આચારાંગ સૂત્રની ટીકામાં કહ્યું છે કે, “રાગ-દ્વેષથી અભિભૂત મનુષ્યએ શારીરિક અને માનસિક એવા અનેક પ્રકારના દુખોને દૂર કરવા માટે હેય અને ઉપાદય પદાર્થનું જ્ઞાન મેળવવું જોઇએ. આ જ્ઞાન વિશિષ્ટ વિવેક વિના શક્ય નથી. અને તે વિવેકની પ્રાપ્તિ આપ્તપુરુષ એવા તીર્થંકરના વચન વિના સંભવતી નથી. માટે સત્ય અને અસત્યનું જ્ઞાન કરાવનાર જિનવચનનું શ્રવણ જ્યાંથી પણ કરવા મળે ત્યાંથી કરી લેવું જોઈએ. તેના માટે એક ક્ષણનો પણ પ્રમાદ કરવો ઉચિત નથી.” 3380