Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आवरणसत्थ - आवरणशास्त्र (न.) (પાપશ્રુતનો ભેદ). જેવી રીતે સૂર્યનો પ્રકાશ ઘરમાં સંપૂર્ણ પ્રવેશી શકતો નથી. કારણ કે ઘરની છત તેમાં અડચણરૂપ બને છે. નગરની અંદર શત્રુ પ્રવેશી શકતો નથી. કારણ કે નગરની ઊંચી ઊંચી દિવાલો તેના માટે આવરણ ભૂત બને છે. તેવી જ રીતે જીવને સત્યનું જ્ઞાન થતું નથી અથવા તો સાચું સમજવા માંગતો નથી. તેમાં કારણભૂત છે જીવનો કદાગ્રહ અને આ કદાગ્રહ ઉત્પન્ન કરનાર જો કોઈ હોય તો મિથ્યાશ્રત છે. તે પાપશાસ્ત્રોના પ્રભાવમાં આવેલો જીવ સત્ય સામે હોવા છતાં તેને નથી જાણી શકતો કે નથી જોઈ શકતો. आवरणावरणपविभत्ति - आवरणावरणप्रविभक्ति (न.) (નાટ્યવિધિ) માતર - માલil (#) (આવરણ કરનાર વિદ્યાવિશેષ) આજના સમયમાં હિપ્રોટાઈઝનું ખૂબ પ્રચલન છે. આની અંદર સામેવાળા વ્યક્તિને પોતાના વશમાં એવો કરી દે કે તેને બીજું કાંઇ જ નથી દેખાતું. હિપ્રોટાઇઝ કરનાર વ્યક્તિ જે દેખાડે તે જ દેખાય છે. જે સંભળાવે તે જ સંભળાય છે. જેમ બોલાવે તેમ બોલે છે અને જેમ વર્તન કરાવે તેમ કરે છે. કારણ કે હિપ્રોટીઝ થયેલ વ્યક્તિનું પોતાનું નિયંત્રણ બીજાના હાથમાં હોય છે પોતાના નહીં. તેવી જ રીતે પૂર્વના કાળમાં જાત જાતની વિદ્યાઓ આવતી હતી તેના પ્રતાપે જીવ ગમે તેવા કાર્યો આસાનીથી કરી શકતો હતો. જેમ કે તાલીઘાટીનથી ગમે તેવા તાળા હોય ખૂલી જતાં હતાં. સ્થભિનીથી કોઇને પણ મૂર્તિની જેમ ઈંભિત કરી દેતાં. આવરણી વિદ્યાથી સાચું દશ્ય છૂપાવીને બીજું જ દૃશ્ય લોકોને દેખાડતાં હતાં. માવરિષ્ણમા - મલિયમUT (3) (અલ્પ પ્રમાણવાળુ. ઓછા માપવાળુ) મારિત્ત - મવૃત્ત (વ્ય.) (ઢાંકીને, આવરણ કરીને) સાવરિય - ઝવૃત્ત (ર.) (આચ્છાદિત કરેલ, ઢાંકેલ) afસા - માવર્ષા (2) (પાણી આદિનો છંટકાવ) વિશ્વને તીર્થકરના પ્રભાવની ખબર કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી ખબર પડે છે. પરંતુ જેમની કુક્ષિએ અવતર્યા છે તે ધન્ય માતાને તો જન્મની પ્રથમ ક્ષણે જ તેમના પ્રભાવનો અનુભવ થઇ જાય છે. કહેવાય છે કે જ્યારે પરમાત્માનો જન્મ થાય છે ત્યારે માતાપુત્રનું શુચિકર્મ કરવા માટે 56 દિકુમારીકાઓ આવી જાય છે. તેઓ નાળભેદ, માતા-પુત્રને સ્નાન કરાવવું, તેમને દિવ્યાલંકારને વસ્ત્રો પહેરાવવા. તેમની આગળ ગીત-નૃત્ય કરવા એક યોજન સુધી સુગંધિ જલની વૃષ્ટિ કરવી વગેરે કાર્યો કરે છે. જેથી માતા સમજી જાય છે કે કોઈ અવતાર પુરુષનો જન્મ થયો છે. મવિિિહર -- મવિહિંત (કિ.) (જડમૂળથી ઉખાડેલ) દુશ્મનાવટને પરવશ બનેલો જીવ શત્રુને તેના પરિવાર સાથે જડમૂળથી ઉખાડી ફેંકવા સુધીનો નિશ્ચય કરી લેતો હોય છે. પરંતુ તેને ખબર નથી કે તે શત્રુનો નાશ કરે તે પહેલા તો કર્મરાજા તેને જ જડમૂળથી ઉખાડીને ક્યાંય ફેંકી દે છે. જેમ તંદુલિયો મત્સ્ય બીજા માછલાને ખાવાના વિચાર કરવા માત્રથી કર્મ તેને ઊચકીને સાતમી નરકમાં નાંખી દેતો હોય છે. 374