Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સવ () - ગવર્નનીય (નિ.) દ્રવાત્મક ધાતુ, પીગળી શકે તેવો ધાતુ) તત્ત્વાર્થ સૂત્રમાં કહેલું છે કે “જગતમાં રહેલ તમામ પદાર્થો સંવેગ અને વૈરાગ્યનું કારણ બને છે.' અર્થાત્ બોધ પામવા માટે તમારે ભારે ભરખમ તત્ત્વોને ભણવાની જરૂર નથી. તેના માટે તો તમારા રોજિંદા જીવનમાં બનતા પ્રસંગો જ કાફી છે. જેમ કે લોખંડ જ લઇ લો. તે અત્યંત કઠોર હોવા છતાં પણ સમય આવ્યે પોતાની આકૃતિમાં ચોક્કસ ફેરફાર લાવે છે. કઠોર દેખાતું લોખંડ અગ્નિના સંપર્કમાં આવતાં જ તે હથોડી, કુહાડી, તવો, ઢાઈ કે સ્તંભના આકારને ધારણ કરી લે છે. તેવી જ રીતે તમારું હૃદય પણ ગુરૂના સંપર્કમાં આવતાં જ પીગળી જવું જોઇએ અને ઉદાર, ધૈર્ય, કરૂણારૂપી ગુણોમાં પરિણમવું જોઇએ. ઝવ (3) તથ - માવજ (.) (આવર્ત, પરિભ્રમણ) માવ(z) Tયંત - મragયમાન (વિ.) (પરિભ્રમણ કરાવતો, ઘુમાવતો) મવિડિય - માપતિત (fe.) (ચારે તરફથી આવી પડેલ) આ વાત તમારા દિમાગમાં ચોક્કસપણે બેસાડી દેજો. જ્યારે પરિસ્થિતિએ કરવટ બદલી હોય, ચારેય તરફથી દુખો આવી પડેલ હોય. કોઇ જ તમને હાથ આપવાવાળું ન હોય, મન જયારે સાવ શૂન્યમનસ્ક થઇ ગયું. હોય. ત્યારે એક વખત પરમાત્મા પર ભરોસો મૂકી જો જો. તેના શરણે ચાલ્યા જજો . સંસારના બધા જ ભરોસા તકલાદી હશે પરંતુ ભગવાનનો ભરોસો ક્યારેય કાચો નહીં હોય. ગમે તેવી પરિસ્થિતિ હશે તે તમને તેમાંથી ઉગારી લેશે. એટલે જ તો ઉદયરત્ન મહારાજે પાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે બીજાનો આશરો કાચો રે, શંખેશ્વર સાહિબ સાચો હે પ્રભુ! આ જગતમાં જો કોઇ સાચો આશરો હોય તો તે તારો જ છે. બીજા બધા તો સ્વાર્થના આશરા છે. ક્યારે દગો દેશે કહી ન શકાય. માવજ - માપન (પુ.) (દુકાન) મવિર - સાવર# () (આવરણ, પડદો, વસ્ત્રાદિ) ઘરની અંદરનું કોઇ જોઇ ન જાય તે માટે બારી ઉપર માણસ પડદા લગાવે છે. કોઇ તકરાર થઇ હોય તો સમાધાન માટે કહેશે કે જૂની વાતો પર પડદો પાડી દો. પોતાનું કોઇ કુકન્ય જોઇ ન જાય તે ખાનગી પડદાવાળી જગ્યા પસંદ કરશે. આમ માનવ અત્યાર સુધી પોતાના દોષો છૂપાવવા માટે જાત જાતના પડદા પાડતો આવ્યો છે. પરંતુ ક્યારેય વિચાર કર્યો છે ખરા કે પડાદાઓ પાડીને કાળા માથાના માનવીથી છૂપાવી શકશો. પરંતુ જેને આખું જગત પ્રત્યક્ષ છે એવા કેવલી ભગવંતોથી તમારા દુષ્કર્મો કેવી રીતે છૂપાવી શકવાના. એ તો તમારા મનના વિચારો અને કાયાના આચારો બધું જ જાણે છે. માટે હવે જાગી જાઓ અને હવે પડદા પાડવાનું બંધ કરી દો. મવિર - માવા (). (1, વસ્ત્રાદિ, 2. બશ્નર, કવચ 3. ઢાંકણ 4. જ્ઞાનાદિ ગુણોને આવરનાર કમ) જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આત્માના મૂળભૂત ગુણો છે. જ્યારે તે ગુણોને ઢાંકનાર મોહનીયાદિ કષાય વગેરે આવરણ છે. જેથી કરીને જીવના જ્ઞાનાદિ ગુણો દબાઇ જાય છે અને તે મોક્ષપદને પ્રાપ્ત કરી શકતો નથી. કર્મગ્રંથમાં આત્માના ગુણોને ઢાંકનારા એવા આઠ કર્મો કહેલા છે. જ્ઞાનાવરણીય, દર્શનાવર્ષીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ કર્મોના કારણે જીવ સંસારથી બંધાઇને રહે છે. જીવને સંસાર સાથે બાંધનાર હોવાથી તેને કર્મબંધ પણ કહેવાય છે.