Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 435
________________ માણા - અશ્વસેન (g) (1. ૧૪મો મહાગ્રહ, 2. પાર્શ્વ જિનના પિતા, 3, તે નામે ચોથા ચક્રવર્તીના પિતા) માસા - માણW (wit.) (1. ઇચ્છા, અભિલાષા, વાંછા, 2. દિશા, 3. તે નામે એક દિíમારી) ઔપપાતિક સૂત્રમાં ઇચ્છાની વ્યાખ્યા બાંધતા લખ્યું છે કે માતાનાં પ્રતિસંમલનાયાણઅર્થાત જે પદાર્થ પ્રાપ્ત નથી થયો તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા તે અભિલાષા, વાંછા કે પિપાસાના નામે ઓળખાય છે. જ્યાં સુધી સંસાર છે ત્યાં જ સુધી આ વ્યાખ્યા જીવને લાગુ પડે છે. એટલે કે સંસારમાં રહેલા પ્રત્યેક જીવને અપ્રાપ્ત પ્રાપ્તિની અભિલાષા હોય છે. જ્યારે સંસારમુક્ત જીવોને તો ઇચ્છાના ઉત્પત્તિસ્થાન મનનો જ અભાવ હોવાથી તેઓને કોઇપણ પ્રકારની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઇચ્છા પણ સંભવતી નથી. માસા - જયુ (સ્ત્રી) (પૂનમ, પૂર્ણિમા). માસાના- માતા (B). (આશાતના કરતો) આપણને પાલિતણાની જાત્રાના આનંદ કરતાં ત્યાં ખાધેલા દહીંનો આનંદ વધુ હોય છે. શંખેશ્વર દાદાના દર્શનના આનંદ કરતાં તીર્થસ્થાનેથી ખરીદેલ મુખવાસાદિનો આનંદ વધુ હોય છે. પરંતુ આ બધું કરતાં ક્યારેય વિચાર કર્યો છે ખરાં કે તમે તીર્થની કેટલી ઘોર આશાતના કરી રહ્યા છો ? શાસ્ત્રમાં કહેલું છે કે તીર્થસ્થાનો પાપના નાશ માટે હોય છે. અને એ જ ઉદેશથી આપણી તીર્થયાત્રા હોવી જોઇએ. પરંતુ નિરાશાની વાત છે કે આજના સમયમાં આપણે તીર્થોની આશાતના કરીને તરવાના સ્થાને ડૂબવાના કૃત્યો કરી રહ્યા છીએ. જરૂર છે સમયસર જાગી જવાની. * માસ્વાયત્ત (વિ.) (આસ્વાદન કરતો, ચાખતો) જૈનેતર રામાયણમાં રામ અને શબરીના મિલનનો પ્રસંગ વર્ણવવામાં આવેલ છે. શબરીને ખબર પડી કે મર્યાદાપુરુષોત્તમ મારા આંગણે આવ્યા છે અને હું તેમને શું જમાડું બીજું તો કાંઈ હતું નહીં એટલે તેણે રામજીને બોર ધર્યા એટલું જ નહીં તે રામને પોતાના એંઠા બોર ખવડાવવા લાગી. તે રામને બોર ચાખી ચાખીને આપે છે અને શ્રીરામતે હસતાં મુખે બોરને આરોગે છે. આ કથાનકની પાછળનો ઉદ્દેશ છે કે રામે જાત-પાત જોયા વિના વ્યક્તિની લાગણીને મહત્વ આપ્યું. તેમ આપણે પણ જીવનમાં વસ્તુ કે વ્યક્તિને મહત્ત્વ આપ્યા વગર તેની પાછળ રહેલી તેની ભાવનાઓની કદર કરવી જોઇએ. આજના જીવનમાં આપણને શબરી તો નથી મળવાની પરંતુ પરિવારમાં પતિ, પત્ની, માતા, પિતા, પુત્ર વગેરે ઘણા પાત્રો છે. જેની સાથે આપણે રામ જેવો વ્યવહાર કરી જ શકીએ છીએ. માલાદ - માણIBદ (કું.) (ગ્રહતુલ્ય આશા) ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ આ બન્ને વસ્તુનો પરિચય આપવાની જરૂર નથી. આખી દુનિયાને ખબર છે કે આ ગ્રહણની પ્રક્રિયામાં બળવાન એવા સૂર્ય અને ચંદ્ર પણ નબળા પડી જાય છે. તેમનું તેજ ઘટી જાય છે. જો રાહુ અને કેતુ ગ્રહથી ગ્રસિત થયેલ સૂર્ય-ચંદ્ર પણ નિર્બળ બની જાય છે. તો પછી ઇચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષારૂપી ગ્રહોથી ગ્રસિત થઈને વ્યક્તિ કેટલો નિસ્તેજ બની શકે છે. હા સાચી વાત છે! આજના માનવને કોઇ ગ્રહો કે નક્ષત્રો નથી નડતાં. નડે છે તો અપૂર્ણ ઇચ્છાઓ, તુચ્છ અપેક્ષાઓ. શાસ્ત્રમાં આ ઇચ્છાઓને આશાગ્રહ કહેવામાં આવેલી છે. સદ્ધિ - માપદ (ઈ.) (1, અષાઢ માસ 2. અવ્યક્ત નિહ્નવોના ગુરૂ 3. તે નામે એક આચાર્ય 4. સ્થિરિકરણમાં વપરાતો શબ્દ) કૌશંબી નગરીમાં અષાઢાચાર્ય પોતાના શિષ્યોને સૂત્રોના જોગ કરાવતાં હતાં. એક રાત્રિના અચનાક હૃદયશૂળના કારણે આચાર્યદેવ -3920

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458