Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આહારક શરીરની રચના કરે છે. ત્યારબાદ પોતાના મૂળ શરીર થકી યાવત મહાવિદેહાદિ ક્ષેત્ર યાવતું જયાં સુધી આહારક શરીર જઇ શકે, ત્યાં સુધી પોતાના આત્મપ્રદેશોને લંબાવે છે. આ પ્રક્રિયાને આહારકસમુદ્ધાત કહેવામાં આવે છે. જયારે નિર્ધારિત કાર્ય પૂર્ણ થઇ જાય ત્યારે આહારક શરીરનો ત્યાગ કરીને પુનઃ સ્વશરીરમાં સંહરી લે છે. आहारगसरीरकायप्पओग - आहारकशरीरकायप्रयोग (पं.) (આહારક શરીરનો વ્યાપાર) જે અર્થે આહારક શરીરની રચના કરી હોય, શરીરની રચના કરીને તે જ કાર્યમાં શરીરને જોડવું તે આહારકશરીર કાયપ્રયોગ કહેવાય છે. (અલ્પાહારી, અનાસક્ત ભાવે ભોજન કરનાર) શાસ્ત્રોમાં કહેલું છે. સંસારનું મુખ્ય કારણ કર્મ છે. પરંતુ તમને ખબર છે કે કર્મબંધનું મુખ્ય કારણ શું છે? તે છે આસક્તિ. આસક્તિના કારણે જીવ માયા, પ્રપંચ, ઇર્ષા, દ્વેષ, ક્રોધ વગેરે નિંદનીય કાર્ય કરે છે. આ આસક્તિભાવ ઘણાં બધા માર્ગેથી જીવનમાં પ્રવેશી શકે છે. પરંતુ તેનો સૌથી સરળ અને શીઘગમન વાળો માર્ગ જીભ છે. હા! આહાર પ્રત્યેની આસક્તિ એકદમ સહજતાથી મનમાં વસી જાય છે. તેના માટે બહુ ઝાઝો પ્રયાસ કરવો પડતો નથી. પરંતુ જેણે આહાર પ્રત્યે અનાસક્ત ભાવ કેળવી લીધો હોય છે તેને જગતનો કોઇપણ ભાવ પતિત કરી શકતો નથી. આહારની આસક્તિના કારણે આર્યમંગુ ખાળના ભૂત થયા અને અનાસક્ત ભાવને કારણે કંડરિક મુનિ સુખના ભાગી બન્યા. आहारजतित्ति - आहारजतृप्ति (स्त्री.) (ભોજનથી પ્રાપ્ત થયેલ તૃપ્તિ) આમ તો કેવલી ભગવંતની કેવલજ્ઞાન પૂર્વેની અને પછીની અવસ્થા સમજાવવી થોડી કઠીન છે. કારણ કે તે સ્થિતિ અનુભવથી જ સમજી શકાય છે. તેને શબ્દોમાં ઢાળવી પ્રાય: અશક્ય છે. છતાં પણ તેને સમજવા માટે શાસ્ત્રમાં દૃષ્ટાંત આપવામાં આવેલું છે. જેવી રીતે કોઈ જીવ અત્યંત ભૂખ્યો થયો હોય અને તેને ભોજન પ્રત્યેની જેવી રૂચિ અને પ્રયત્ન હોય તેવો જ પ્રયત્ન અને રૂચિ કેવલજ્ઞાન પ્રાપ્તિ પૂર્વેનો સાધકનો હોય છે. અને ભોજન થઇ ગયા પછી તૃપ્ત થઇ ગયેલા જીવને આહાર પ્રત્યે જેવો અનાસક્ત ભાવ હોય છે. તેવો જ ભાવ કેવલી ભગવંતને સંસાર અને મોક્ષ પ્રત્યે હોય છે. અર્થાત્ તેઓ માટે મોક્ષ અને સંસાર બન્ને સમાન હોય છે. તેમના માટે સ્થાનનું કોઇ જ મહત્ત્વ રહેતું નથી. દ્વારનg - મારગત (ft.) (આહારના પ્રકાર, વિવિધ પ્રકારના આહારનો જથ્થો) આજના માનવની આહારરૂચિ કંઈક વિચિત્ર પ્રકારની થઇ ગઇ છે. તેને શુદ્ધ, સાત્ત્વિક અને સાદા આહારમાં કોઇ જ રસ નથી. તેને તો પીન્ઝા, બર્ગર, પંજાબી, સાઉથ ઇન્ડીયન જેવા વિવિધ પ્રકારના આહારો જોઈએ છે. આવા જાત જાતના આહાર આરોગ્યા પછી પણ જીવને તૃપ્તિ નથી મળતી. ઉલ્ટાની અતૃપ્તિ વધતી જાય છે. જેમ પૂર્વના કાળમાં આહારોની આટલી વિવિધતા નહોતી તેમ કેન્સર, ટી.બી., હાર્ટએટેક, સાંધાના દુખાવા જેવા રોગો પણ નહોતા. જ્યારે આજના સમયમાં નિમ્નકક્ષાના આહારોની અનેકતાની સાથે સાંભળ્યા પણ ન હોય તેવા રોગોની વિવિધતા છે. તેમજ માત્ર મોટા જ નહીં નાની ઉંમરના લોકો પણ આ રોગના ભોગ બનતા જોવા મળે છે. आहारजाय - आहारजात (न.) (ખોરાકના પ્રકાર, વિવિધ જાતિનું ભોજન) માણારnfટ્ટ - મરિનતિ (ft.) (ભોજન બનાવવાની પદ્ધતિ, આહાર ભક્ષણ પદ્ધતિ) આ પૃથ્વીતલ ઉપર સૌ પ્રથમ ચૂલો માંડીને ભોજન પકાવવાનું કાર્ય કરનાર જો કોઈ હોય તો તે છે આદિ તીર્થકર ઋષભદેવા XOF