Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 450
________________ પરમાત્મા. આદ્ય તીર્થકર ઋષભદેવ વ્યવહારમાર્ગના પ્રવર્તક છે. જ્યારે યુગલિક કાળ હતો તે સમયે કેવો આહાર ખવાય અને કેવો ન ખવાય. ભોજનને અગ્નિ પર કેવી રીતે રંધાય અને રાંધ્યા પછી તેનું ભક્ષણ કેવી રીતે કરાય. આ દરેક શિક્ષાના પ્રદાતા આદિનાથ પ્રભુ છે. તેઓએ રાજધર્મ, બહોંતેર કળા, ચોસઠ કળા, રાંધણ કળા, લેખન કળા વગેરે અનેક પ્રકારની શિક્ષણની ઉદ્દભાવના કરીને લોકોને વ્યવહાર પ્રવર્તાવવાને સક્ષમ બનાવ્યા. आहारणीहार - आहारनिहार (पुं.) (ભોજન અને તેનું વિસર્જન) સૂર્ય-ચંદ્રનો ઉદય અને અસ્ત એક સાહજિક પ્રક્રિયા છે. તેવી જ રીતે આહાર અને તેનું મળ દ્વારા વિસર્જન એ શરીરની એક સાહજિક પ્રક્રિયા જ છે. શરીરની અંદર આહાર નાંખ્યો હશે તો શરીર મળ દ્વારા વધારાનો કચરો બહાર ફેંકી જ દે છે. તીર્થંકર ભગવંતના ચોત્રીસ અતિશયોમાં એક આહારનિહાર અપ્રત્યક્ષ નામનો અતિશય આવે છે. કહેવાય છે કે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પરમાત્મા જાહેરમાં આહારને વાપરે અથવા મલ વિસર્જન કરે તો તેને ચર્મચક્ષુવાળા કોઇપણ મનુષ્યાદિ જોઈ શકતા નથી. તે મનુષ્યને અગોચર અર્થાત દૃષ્ટિના વિષય બનતા નથી. માણIRપટ્ટTI - માહ/Rપરિજ્ઞા (જી.) (સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધનું દ્વિતીય અધ્યયન) आहारपच्चक्खाण - आहारप्रत्याख्यान (न.) (સદોષ આહારનો ત્યાગ, ઉપવાસ) આ દુનિયામાં લોકો માયા, પ્રપંચ, પાપ, પુણ્ય, ભોજન, એક સ્થાનેથી બીજા સ્થાને ગમનાગમન વગેરે જે પ્રવૃત્તિઓ કરે છે તે માત્ર જીજીવિષાના પ્રતાપે. જીવન જીવવાની તીવ્ર આકાંક્ષાના કારણે જીવો વિવિધ પ્રવૃત્તિઓ કરતાં જોવા મળે છે. ભૌતિક જીવન જીવવાની લાલસાના કારણે જીવ પોતાના આત્મકેંદ્રથી દૂર થતો જાય છે. અને આત્મકેંદ્રથી દૂર થવાના કારણે તે પોતાના મૂળ સ્વરૂપને વિસ્તૃત કરી બેસે છે. આવા વિસ્મૃતિથી ઘેરાયેલા આપણે સૌને પુનઃ આત્મકેંદ્ર તરફ લાવવાનો એક સચોટ ઉપાય પરમાત્માએ દર્શાવ્યો છે. અને તે ઉપાય છે ઉપવાસ, આહારત્યાગના માધ્યમથી જીવ જીજીવિષા પર વિજય પ્રાપ્ત કરે છે. અને જીવવાની આશંસારહિત થવાથી તે કોઇપણ પ્રકારના ક્લેશને અનુભવતો નથી. आहारपज्जत्ति - आहारपर्याप्ति (स्त्री.) (છ પર્યાપ્તિમાંની એક, શક્તિવિશેષ) પર્યાતિ એટલે જીવને જીવન જીવવાની વિશેષશક્તિ. તે પર્યાપ્તિ કુલ છ પ્રકારે છે. તેમાંની પ્રથમ પર્યાપ્તિ આહારપતિ છે. જીવ ઉત્પત્તિ સ્થાને આવીને આહારવર્ગણાના પુગલોને આકાશ પ્રદેશમાંથી ગ્રહણ કરીને તેને આહારરૂપે પરિણાવવાની શક્તિ તે આહાર પર્યાપ્તિ છે. આ પર્યાપ્તિ પર્યાપ્ત અને અપર્યાપ્ત બન્ને પ્રકારના જીવોને સંભવે છે. સાહપૂર - માહ/Rપૂતિ (f.) (આહારશુદ્ધિ) જેવી રીતે આપણા માટે ગાયનું ઘી તે શુદ્ધાહાર છે. કોઇપણ કેમિકલના મિશ્રણ વિનાનું અનાજ, કઠોળ કે શાકભાજી તે શુદ્ધાહાર છે. પોષક તત્ત્વોના સંમિશ્રણથી બનેલ આહાર શુદ્ધ છે. તેવી જ રીતે નિર્દોષ જીવન યાપન કરનારા શ્રમણ માટે 47 દોષ રહિતની ગોચરી તે શુદ્ધાહાર કહેલ છે. આહારશુદ્ધિના કારણે જીવનશુદ્ધિ અને જીવનશુદ્ધિના કારણે મુક્તિ સહજ બને છે. आहारपोसह - आहारपोषध (पुं.) (આહારત્યાગ વિશેષ) આહારનો ત્યાગ કરવો તે આહારપૌષધ કહેવામાં આવે છે. આ આહારપૌષધ દેશ અને સર્વ એમ બે પ્રકારે કહેલા છે. અમુક વિગઇનો ત્યાગ, આયંબિલ, એકાસણું કે બેસણું કરવું તે દેશ આહારપૌષધ છે. તથા અહોરાત્ર સુધી ચારેય પ્રકારના આહારનો ત્યાગ કરવો તે સર્વહારપૌષધ છે. -07

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458