Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મઠ્ઠીર - મમર (પુ.) (1. દેશવિશેષ 2. શદ્ર જાતિ વિશેષ 3. તે નામે એક રાજ) શાલિભદ્ર મુનિએ ગોચરી વહોરવા જતી વેળા પરમાત્માને પૂછ્યું કે આજે મને ગોચરી કેવી રીતે મળશે? ત્યારે પ્રભુએ કહ્યું કે આજે તમને ભિક્ષા તમારી માતા વહોરાવશે. આથી મુનિવર પોતાના ઘર તરફ ગોચરી લેવા નીકળી પડ્યા. રસ્તામાં જતાં તેઓને એક આભીર સ્ત્રી એટલે કે ગોવાલણ મળી. તેઓએ મુનિને પોતાની પાસેનો નિર્દોષ આહાર લેવા આગ્રહ કર્યો આથી મુનિએ તે થોડો ગ્રહણ કર્યો. અને પછી પોતાના ઘર તરફ ચાલ્યા. પરંતુ મુનિવેશના કારણે કોઈ તેમને ઓળખી ના શક્યું અને ભિક્ષા પણ ન વહોરાવી. મુનિ પાછા ઉપાશ્રયે આવી ગયા અને પ્રભુને હ્યું કે આપે કહ્યા પ્રમાણે તો ન થયું? ત્યારે પરમાત્મા મહાવીરે કહ્યું કે તને રસ્તામાં જે ગોવાલણ મળી હતી તે જ તારી પૂર્વભવની માતા હતી. અને આજે તેને તેના હાથની ભિક્ષા મળી છે. આદુ - માહ7 (13) (દાતા, દાનેશ્વરી) દાતા બે પ્રકારે હોય છે. એક હોય છે ધનદાતા જે દરિદ્ર જીવોને અનાજ, પાણી ધન વગેરે સામગ્રી પૂરી પાડે છે. અને બીજા છે ધર્મદાતા જે દેખીતી રીતે કોઈ જીવને વસ્તુ વગેરે નથી આપતાં. પરંતુ તે જીવને ધર્મનું જ્ઞાન, ધર્મના સંસ્કાર અને ધર્મમતિ આપે છે. આ બે દાતાઓમાં ધર્મદાતા શ્રેષ્ઠ છે. કારણ કે ધનનું દાન કરનાર જીવના અમુક સમય કે વર્ષો સુધીનું જ દુખ દૂર કરે છે. જયારે ધર્મદાતા મહાપુરુષ ધર્મના દાન દ્વારા તેના ભવોભવના દુખો દૂર કરવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં આવા ધનદાતાઓની ઉત્પત્તિ પણ ધર્મદાતાને આભારી છે. grim - મહવની (2) (આહ્વાન કરવા યોગ્ય, સંપ્રદાનભૂત) તમે લોકો લગ્ન, જન્મદિવસ જેવા તહેવાર અને વ્યવહારોના પ્રસંગમાં લિસ્ટ કરવા બેસી જાઓ છો. અને વિચારો છો કે કોને બોલાવવા અને કોને ન બોલાવવા. તમારા મગજમાં ચોક્કસ સ્પષ્ટ હોય છે કે અમુક વ્યક્તિ બોલાવવા યોગ્ય છે અને અમુકને આમંત્રણ આપવા જેવું નથી. કારણ કે તમને ખબર છે કે જો અમુક પ્રકારના લોકોને બોલાવશો તો તેઓ તમારો પ્રસંગ બગાડશે જ. આથી તેઓને તમે ટાળો છે. જો અમુક લોકોની હાજરી તમારા માટે નુકસાનકારી છે તો પછી તમારા જીવનમાં વ્યસનો, દુર્ગુણો, દુર્વ્યવહારોની હાજરી ખૂંચતી કેમ નથી. તમે એટલું તો ચોક્કસ જાણો જ છો કે દુરાચારોની હાજરી તમારા જીવન માટે નુક્સાનકારી છે તે છતાં પણ ? आहुणिय - आधुनिक (पु.) (88 પ્રહમાંનો પમો ગ્રહ) आहुणिज्जमाण - आधूयमान (त्रि.) (કંપતો, ધ્રૂજતો) માણસ જયારે કંઇક ખોટું બોલતો હોય કે કરતો હોય ત્યારે તેનો આત્મા કંપતો હોય છે. ધ્રુજારી અનુભવતો હોય છે. તમારા અસત્કાર્યમાં કદાચ દુનિયા સાથ આપશે. પરંતુ તમારો પોતાનો આત્મા કદાપિ સાથ નહીં જ આપે. જયારે પણ તમે કંઈક ખોટું કરતા હશો તે વખતે તમારો આત્મા તો ચોક્કસ કહેશે જ કે ભાઈ આ થાય છે તે ખોટું છે. આ કાર્ય કરવા જેવું નથી. તેનું કારણ છે કે ખોટું કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. તમારી અંદર રહેલ કષાયો, સ્વાર્થ વગેરે તેમને ખોટું કરાવશે. પણ અંતરાત્મા તો તે કરતા રોકવાનો જ પ્રયત્ન કરશે. હું માનું છું કે આ અનુભવ તો દરેકને થતો જ હશે. જેના માટે ધર્મ કે ધર્મશાસ્ત્રોની બિલકુલ જરૂર પડતી નથી. પ્રાદૂય - ગાદૂત (કિ.). (આહ્વાન કરેલ, બોલાવેલ) -411 -