Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 447
________________ - થઇ ગયો. આ વાત પરથી એકજ બોધ લેવા જેવો છે કે આપણે જીવનમાં અન્યોના અપમાન કે તિરસ્કારને ટાળીએ અને તેઓનું શક્ય એટલું બહુમાન કરીએ. પ્રેમ પુલ બાંધવાનું કાર્ય કરે છે. જયારે અપમાન ખાઇ ખોદવાનું. હવI - @ાન (જ.). (બોલાવવું, આમંત્રણ આપવું) પદ્મપ્રભ જિનના સ્તવનમાં કવિએ એક બહુ જ સરસ વાત કરી છે. નામ ગ્રહે આઈ મિલે રે મન ભીતર ભગવાન, મંત્રબળે જિમ દેવનું રે વાહલું કીધું આહવાન રે અર્થાત હોમ હવનમાં મંત્ર દ્વારા દેવી-દેવતાનું આહ્વાન કરવામાં આવે તો તેઓ આવે જ છે. તેવી જ રીતે તમે ખરા ભાવથી પરમાત્માને મુસીબતમાં કે તકલીફોમાં યાદ કરો તો તે ચોક્કસ મદદે આવે જ છે. એકવાર અનુભવ કરી જો જો ! હિલ્સf - માથim (a.). (તત્કાલ વિનાશકારી એક વિદ્યા) મહીં - #fસ (થા.) (આકાંક્ષા, ઇચ્છા, અપેક્ષા) ખરું છે નહીં આપણે જે વસ્તુ મેળવવા માટે તનતોડ મહેનત કરતાં હોઈએ છીએ. દિવસ-રાત એક કરી દેતા હોઇએ છીએ. તે મળ્યા પછી પણ મનમાં આનંદ સ્થિર નથી રહેતો. જેની ઇચ્છા કરીને અસહ્ય દુખો વેઠ્યા બાદ જ્યારે તે વસ્તુ હાથમાં આવે છે. એટલે તેના પ્રત્યેની ખુશી થોડાક દિવસો સુધી જ રહે છે. આ વાત માત્ર સંસારી જીવો માટે જ લાગુ નથી પડતી. સ્વયં તીર્થકરો માટે પણ આ જ પરંપરા છે. જેમ કેવલજ્ઞાન અને મોક્ષ મેળવવા માટે પરમાત્મા મહાવીરે સાડાબાર વર્ષ સુધી કઠોર ઉપસર્ગોને પરિષદો સહન કર્યા. અને જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું એટલે મનમાં મોક્ષ મેળવવાની ઇચ્છા પણ ખતમ થઇ ગઇ. તેઓના માટે સંસાર અને મોક્ષ બન્ને સમાન થઇ ગયા. મહિર - માથR (ઈ.) (અધિકરણ, આધાર, આશ્રય, આલંબન). આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં લખ્યું છે કે ગર્ભસ્થ જીવોનો આધાર માત્ર બે જ યોનિ છે. પ્રથમ પંચેંદ્રિય તિર્યંચ અને મનુષ્ય આ બે જ યોનિમાં જીવ ગર્ભસ્થ તરીકે ઉત્પન્ન થાય છે. તે સિવાયની દેવ અને નારક યોનિમાં તો ઉપરાત જન્મ કહેલો છે. * માહીર (.) (ભોજન, ખોરાક, આહાર) આહાર એ જીવનજરૂરિયાત સામગ્રીમાંની એક છે. જેમ માણસ શ્વાસોચ્છવાસ વિના જીવી નથી શકતો તેવી જ રીતે ખોરાક વિના જીવવું અશક્ય છે. આથી જ તો સાધુ માટે આહાર આસક્તિનું કારણ હોવા છતાં જીવનપૂર્તિ અને સાધનાર્થે તેને ગ્રહણ કરવાની છૂટ આપવામાં આવેલી છે. પચ્ચખાણ ભાષ્યમાં આહારના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકાર કહેલા છે. જેનાથી સંપૂર્ણ સુધા શાંત થાય તેવો ખોરાક અશન છે. પાણી, ઠંડું પીણું, શરબત વગેરે પાન છે. જેને ખાવાથી સુધાશાંતિનો અલ્પ અનુભવ થાય તે ખાદિમ છે. અને જે આહાર માત્ર સ્વાદાથે ગ્રહણ કરવામાં આવે તે સ્વાદિમ છે. જેમ કે મુખવાસ વગેરે. आहारएसणा - आहारैषणा (स्त्री.) (1. આહારની ગવેષણા કરવી 2. દશવૈકાલિકનું દ્રુમપુષ્યિકા નામક અધ્યયન) આહારની ગવેષણા એટલે ગ્રહણ કરવાની પદ્ધતિ. નિર્દોષ જીવન જીવવાની પ્રતિજ્ઞાવાળા શ્રમણ ભગવંત કદાપિ દોષિત કે સચિત્ત આહારને ગ્રહણ કરતાં નથી. તેઓ નિર્દોષ અને અચિત્ત આહારને ગ્રહણ કરવાની ખેવનાવાળા હોય છે. દશવૈકાલિક સૂત્રના દ્રુમપુમ્બિકા નામક પ્રથમ અધ્યયનમાં કહેલું છે કે સાધુની ભિક્ષા તે માધુકરી ભિક્ષા હોવી જોઇએ. જેવી રીતે ભમરો પુષ્યનો સંપૂર્ણ રસ ન પીતા ઉપર ઉપરથી થોડો-થોડો રસાસ્વાદ કરતો હોય છે. તેવી જ રીતે સાધુ એક જ ઘરેથી સંપૂર્ણ ભિક્ષા ગ્રહણ ન કરે પ્તિ જુદા-જુદા ઘરોમાંથી અલ્પ આહારને ગ્રહણ કરે. 4040

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458