Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તેનું તે જ પ્રમાણે વર્ણવવું કે કથન કરવું તે યાથાભ્ય છે. શાસ્ત્રમાં કહેલું છે કે સાધુએ સત્ય જ બોલવું જોઇએ. અને કદાચ કોઈ વખત અસત્ય બોલવાનો પ્રસંગ આવે તો મૌનને ધારણ કરે પરંતુ અસત્ય તો ન જ બોલે. આચાર્યએ પોતાના ઉપદેશમાં પણ આ જ કથનનું પાલન કરવાનું હોય છે. જે સાધુ વસ્તુના વાસ્તવિક સ્વરૂપને છોડીને મતિકલ્પનાએ નિરૂપણ કરે છે તેને ઉત્સુત્ર પ્રરૂપક કહેલા છે. મદM -- ગામ (થા) (આવવું, આગમન કરવું). आहम्मत् - आहन्यमान (त्रि.) (વાગાડાતું વાજિંત્રાદિ) કહેવાય છે કે ઉગતો સૂર્ય, રેસમાં દોડતો ઘોડો, વગાડાતું વાજિંત્ર અને નફો કરતી પેઢી જ લોકોમાં પૂજાય અને પૂછાય છે. અસ્તાચલ તરફ જતા સૂર્યને કોઈ પૂજતું નથી. જે ઘોડો ઘરડો થઇ ગયો હોય અને રેસમાંથી નીકળી ગયો હોય તેના ઉપર કોઇ દાવ પણ લગાવતું નથી. ખૂણામાં પડેલા વાજિંત્રને કોઇ જોવા પણ નથી આવતું. અને જે પેઢી ડૂબવાની અણી ઉપર હોય તેનો હાથ પકડવા કે વિશ્વાસ મૂકવા કોઇ તૈયાર હોતું નથી. જીવનનું આ જ સત્ય છે. જયાં સુધી તમે કામના હશો ત્યાં સુધી જ લોકો તમારી સાથે છે, જે દિવસે ખબર પડી ગઈ કે હવે તમે કોઇ કામના નથી, તે દિનથી લોકો મોઢું ફેરવી લે છે. આથી જ પરમાત્મા કહે છે કે ભાઇ ! આવી સ્વાર્થી દુનિયાનું વિચારવાનું છોડીને પ્રથમ તારા આત્માનું કલ્યાણ કરવાનું વિચાર. તેના માટે તું સમય કાઢ. સ્વાર્થી જગત તારા કાર્યોની કદર નથી જ કરવાનું તે સમજી રાખજે. માહય -- ગહિત (ઉ.) (1. હણેલું 2. વગાડેલ 3. પ્રેરણા કરેલ) શ્રેણિક રાજા જ્યારે જૈનધર્મને પામ્યા નહોતાં ત્યારે તેઓએ ગર્ભવતી હરણીનો શિકાર કર્યો. એક જ તીરથી તેઓએ હરણી અને તેના પેટમાં રહેલા બચ્ચાને વીધી કાઢ્યું. હરણને હયું એટલું જ નહીં. તેનો શિકાર કર્યા પછી મૂછો પર તાવ દીધો કે વાહ ! જોયું એક જ તીરમાં મેં બે શિકાર કર્યા. જેના પ્રતાપે તેઓએ નરકના આયુષ્યનો બંધ કર્યો. અને જયારે તેઓ ધર્મ પામ્યા અને પરમાત્માના મુખેથી સાંભળ્યું કે પોતે નરકમાં જવાનું છે. ત્યારે પોક મૂકીને રડવા લાગ્યા. પરમાત્માને કાલાવાલ કરવા લાગ્યા કે પ્રભુ ! મને બચાવો. ત્યારે પ્રભુ વીરે જવાબ આપ્યો કે રાજન ! બાંધેલું કર્મ ભોગવવું જ પડે છે તેના ફળમાં તીર્થકરો પણ ફેરફાર કરી શકતાં નથી. આ વાત માત્ર શ્રેણિક માટે નહીં બધાં જ માટે લાગુ પડે છે. * હિત () (1, પ્રદર્શન કરેલ 2. આણેલું, લાવેલ) * Rહયાત (ર.) (કહેલ, કથન કરેલ) એક સંતાન એવું છે કે માતા-પિતા જે કરે એ પ્રમાણે જ કરે, અને બીજું સંતાન એવું છે કે માતા-પિતા કહે એ પ્રમાણે કરે. આ બન્નેમાં તમે કોને શ્રેષ્ઠ અને સારો કહો ? જે માતા-પિતાના કહ્યા પ્રમાણે કરે એને જ ને બસ ! શ્વેતાંબર અને દિગંબરમાં આટલો જ તફાવત છે. તેઓ પરમાત્માએ જે પ્રમાણે આચરણ કર્યું તે પ્રમાણે જ કરે છે. પરંતુ સર્વજ્ઞ ભગવંતે કહ્યું તે પ્રમાણે નથી કરતાં. પરમાત્માએ નિશ્ચય અને વ્યવહાર બન્ને માર્ગ કહ્યો છે. ઉત્સર્ગ અને અપવાદ બે માર્ગને પ્રરૂપણા કરી છે. તાંબરો એકલા નિશ્ચયને સાચો નથી માનતાં તો એકલા વ્યવહારને પણ સાચો નથી માનતા. બન્નેનું સમન્વય કરીને તદનુસાર ચાલે તે જ સાચો જૈન છે. તે સિવાયનો એકમાર્ગી ભ્રામક જૈન જાણવો. આહિર - માનયત (.) (લાવતો) રિVI - મારા () (1. લાવવું 2. સ્વીકારવું 3. ગ્રહણ કરવું) - 04020