Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 444
________________ હારમાં પલટાવી દે છે. કદાચ ભગવાન હશે નો વિચાર નાસ્તિને આસ્તિક બનાવે છે, અને કદાચ ભગવાન જેવું કોઈ તત્ત્વ જ ન હોય તો તેનો વિચાર આસ્તિકને નાસ્તિક બનાવે છે. આ માત્ર કદાચ શબ્દ પુરુતું નથી. શબ્દકોશમાં રહેલા બધા જ શબ્દો માટે ફરક માત્ર એટલો જ છે કે તમે તેનો ઉપયોગ બળવૃદ્ધિ માટે કરો છો કે નિર્બળ થવા માટે. સહસ્ત્ર - હત્યા (સ્ત્રી) (આઘાત, પ્રહાર) ચક્રનો પ્રહાર બે પ્રસિદ્ધ વિભૂતિઓ ઉપર થયો હતો. પરંતુ પ્રહાર પછી બન્નેની કરણીમાં બહુ જ મોટો તફાવત હતો. ચક્રના પ્રહાર બાદ એકના મનમાં ક્રોધ ઉત્પન્ન થયો અને બીજાના મનમાં કરૂણા ઉત્પન્ન થઇ. એકે વિચાર્યું કે હું પણ મારું બળ બતાવી દઉં અને સામેવાળાને ધૂળ ચાટતો કરી દઉં, જયારે બીજાએ વિચાર્યું કે મારા કરેલા કર્મો જ તેને મારી ઉપર દુષ્યવૃત્તિ કરવા પ્રેરી રહ્યા હશે. આમાં સામેવાળાનો કોઈ જ વાંક નથી. દુખ તો માત્ર એટલું જ છે કે તે જીવની સંસારવૃદ્ધિમાં હું કારણ બન્યો. આ બે જીવ એટલે પહેલા ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલી અને બીજા આપણાં વહાલા ચરમતીર્થપતિ ભગવાન મહાવીર. હિટ્ટ - મહિ7 (કું.) (ઉખાણું) જેને સંસ્કૃતમાં પ્રહેલિકા, હિન્દીમાં પહેલી અને ગુજરાતીમાં ઉખાણું કહેવામાં આવે છે. તે આજથી નહીં પરંતુ ઘણા પૂર્વવર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે. આજના સમયમાં તેને મનોરંજનનું સાધન માનવામાં આવે છે. પરંતુ પૂર્વના કાળમાં રાજા પોતાના રાજસભ્યોની પરીક્ષા કરવા માટે અથવા નગરજનોની ઓળખ માટે તેનો ઉપયોગ કરતાં. તો વળી રાજકુમારી પોતાના થનાર પતિમાં કેટલી બુદ્ધિ છે તે જાણવા માટે ઉખાણાનો ઉપયોગ કરતી. તો વળી બે દેશના રાજા , મંત્રી વગેરે ગુપ્તચર પાસે ઉખાણાંમાં સંદેશો મોકલીને માહિતીનું આદાન-પ્રદાન કરતાં હતાં. એટલું જ નહીં. બહુપુત્રવાળો રાજા પોતાના સંતાનોને આવી પરીક્ષાઓ દ્વારા રાજસિંહાસનને યોગ્ય રાજાની વરણી કરતાં હતાં. - મહત્ય ( વ્ય.) (1. અપહરણ કરીને 2. વ્યવસ્થાપિત કરીને) અપહરણ એટલે સામેવાળાની ઇચ્છાની વિરૂદ્ધ જઇને તેને ઉપાડી જવું એવો થાય છે. આજના સમયમાં તેને Kidnapping કહેવામાં આવે છે. પૂર્વના કાળમાં રાજાઓ કે તે સમયના પુરુષો સ્ત્રીની ઇચ્છાથી કે અનિચ્છાએ પણ તેનું અપહરણ કરીને પોતાની પત્ની બનાવતાં હતાં. જયારે આજના સમયમાં પોતાનો સ્વાર્થપૂર્તિ કરવા માટે તથા શોર્ટકટથી પૈસો મેળવવા માટે નાના બાળક સુદ્ધનું અપહરણ કરવામાં આવે છે. તમારે ખરેખર અપહરણ કરવું હોય તો વ્યક્તિનું કરવા કરતાં તમારી અંદર રહેલા દુર્ગુણોનું કરો. જેથી કરીને સમૃદ્ધિ મેળવવા માટે આટલાં નીચા ઉતરવું ન પડે. અરે ! દુર્ગુણોનો નાશ અને સદ્દગુણોનો આવિર્ભાવ થવાથી સંપત્તિ સામેથી આવીને તમને વરે છે. સહિ૬ - આહત () (1. આણેલું, લાવેલું ૨.૪૭દોષામાંનો એક). સાધની ગોચરના 47 દોષોમાંનો એક દોષ આહત પણ છે. આહત એટલે સામેથી લાવેલું. જેવી રીતે સાધુને પોતાના માટે બનાવેલું ધાનન કલ્પે તેવી જ રીતે તેના માટે ગૃહસ્થ સામેથી આહાર લઇને આવે તે પણ કલ્પતું નથી. આહત દોષ સ્વગ્રામાહત અને પરગ્રામાહૃત એમ બે પ્રકારે છે. ગૃહસ્થ પોતાના ગામેથી આહાર લઇને સાધુની સામે જાય તે સ્વગ્રામઢિત છે. તથા શ્રાવક કોઇ પરગામ ગયો હોય અને ત્યાનો કોઇ આહાર સાધુના માટે વિચારીને લઇને આવે તે પરપ્રામાશ્રત છે. સાધુને આવા બન્ને પ્રકારના આહૃત આહારનો નિષેધ કરેલો છે. મડિયા -- આણંતિન્ના (સ્ત્રી) (બહારથી લાવેલ) હદિય - સાથ (2) (1. જેવાને તેવું, જેવું જોઇએ તેવું 2. વાસ્તવિક સ્વરૂપ 3. સૂયગડાંગ સૂત્રનું ૧૩મું અધ્યયન) -401 -

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458