Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પરમાત્મા જણાવે છે કે જગતમાં જેટલી પણ તકલીફો છે. જેટલાં પણ તોફાનો છે એ બધાની પાછળ મુખ્ય કારણ અસહિષ્ણુતા છે. માણસનો સ્વભાવ છે કે પોતાની ઇચ્છાની વિરુદ્ધ થયું એટલે તરત જ વિરોધ કરો. જાહેરમાં તેની નિંદા કરો. સામેવાળાને નીચો પાડો. અને આ બધી મુશ્કેલીમાંથી બહાર નીકળવું હોય તો તેનો માર્ગ છે સ્વીકૃતિ. તમને જે પરિસ્થિતિ મળી છે. જે સંજોગો પ્રાપ્ત થયા છે તેનો વિના વિરોધ સ્વીકાર કરી લો. કોઈ તમારી નિંદા કરે છે તો તેનો વિરોધ કર્યા વિના મૌન ભાવે સ્વીકાર કરી લો. કોઇ વસ્તુ તમારી મરજી મુજબ નથી થતી તો બૂમો પાડ્યા વિના તેને સ્વીકારી લો. તેનાથી કદાચ લૌકિક ફાયદો નહીં થાય પરંતુ લોકોત્તર જગતમાં તેની બહુ જ મૂલ્યતા છે. જો પરમાત્માએ સાડાબાર વર્ષ દરમ્યાન થયેલે દુખોનો વિરોધ કર્યો હોત ને તો આજે જગતનું એક પણ માણસ તેમને પૂજતું ન હોત. * હિરા (ર) (દષ્ટાંત, ઉદાહરણ) કહેલા વાતને પુષ્ટ બનાવવા માટે કોઇ ઘટના, ઉપમા કે બનેલ પરિણામને ટાંકીને શ્રોતાને કથન કરવામાં આવે તેને ઉદાહરણ કહેવામાં આવે છે. આ ઉદાહરણ અપાય, ઉપાય, સ્થાપના અને પ્રત્યુત્પવિનાશ જ છે જેનું સ્વરૂપ એમ ચાર પ્રકારે છે. જેમ કે પાપ માત્ર દુખને માટે થાય છે. જેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી પ્રસિદ્ધ ઉદાહરણ છે. आहरणतद्देस - आहरणतद्देश (पुं.) (એકદેશી દષ્ટાંત) કોઇપણ પ્રસિદ્ધ વ્યક્તિ કે વસ્તુના અમુક ભાગને ગ્રહણ કરીને તેનું ઉદાહરણ આપવું તેને આહરણતદેશ કહેવાય છે. જેમ કે સૂર્ય જેવા પ્રતાપી. આમ તો સૂર્યમાં ગુણ અને દોષ બને છે. પરંતુ તેનામાં રહેલ માત્ર એક તેજસ્વીતા ગુણને ગ્રહણ કરીને અન્યને ઉપમા આપવામાં આવે છે. आहरणतहोस - आहरणतदोष (पुं.) (સદોષ દેષ્ટાંત) ન્યાય ગ્રંથમાં કહેલું છે કે સાધ્યની સિદ્ધિ માટે એવા ઉદાહરણનું પ્રતિપાદન કરવામાં આવે કે જે અકાટ્ય હોય. અર્થાત તેનો વિરોધ કોઇ જ કરી ન શકે. પરંતુ દોષયુક્ત ઉદાહરણ સાધ્યની સિદ્ધિ કરવાના બદલે સાધ્યને દોષિત પૂરવાર કરે તો તે આહરણતદોષ કહેવાય છે. आहरिज्जमाण - आहियमाण (त्रि.) (ગ્રહણ કરતો ખાદ્ય પદાર્થ, આહારરૂપે ગ્રહણ કરાતો) જ્ઞાની ભગવંતે કહેલું છે સંસારની અંદર જીવો પોતાની આવશ્યકતાનુસાર સિદ્ધાંતો બાંધતા હોય છે. જે વસ્તુ એકના માટે જરૂરી છે તે જ બીજા માટે સાવ નિરર્થક છે. એકની દૃષ્ટિએ દુનિયા સુંદર છે તો બીજાની દૃષ્ટિએ બિભત્સ છે. જે પુસ્તકને લોકો વિદ્યા માનીને પૂજે છે. તે પુસ્તકને ઉધઇ આહારરૂપે ગ્રહણ કરે છે. કોઇ ઠગાઇને પાપ માને છે તો કોઇ તેને પૈસા કમાવવાનું સાધન માને છે. દરેક જણ પોતાની આવશ્યકતાનુસાર સાચા-ખોટાની વ્યાખ્યા કરતાં હોય છે. અને પરમાત્મા કહે છે કે ભાઈ આ જ દુનિયાનું સ્વરૂપ છે. તેને સારું લાગે કે ખરાબ સંસાર આવો જ છે. માટે વધુ અપેક્ષા રાખવાનું છોડીને જીવ અથવા તેનો ત્યાગ કરવા માટે મેં બતાવેલા માર્ગ ઉપર ચાલવાનું ચાલુ કરી દે. મારિત્ત - માહત્મ (અવ્ય.) (ખાવા માટે) માિિસવ - ગાર્ષિત (ત્રિ.) (તિરસ્કૃત, ભસ્તૃિત) નંદ રાજાની સભામાં તિરસ્કૃત થયેલા ચાણક્યએ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી નંદવંશને સમાપ્ત નહીં કરું ત્યાં સુધી ચોટલીને બાંધીશ નહીં. અને તેણે પોતાની પ્રતિજ્ઞા ચંદ્રગુપ્ત મૌર્યના હાથે પૂરી કરી. પ્રસંગ માત્ર નાનો હતો. બ્રાહ્મણની ઠેકડી ઉડાડીને તેને મહેલમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. પરંતુ તે નાની અમથી વાતે એટલું મોટું સ્વરૂપ લઇ લીધું કે નંદવંશ સંપૂર્ણ સમાપ્ત 4030