Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ કાળધર્મ પામી ગયા. મૃત્યુ પામેલા આચાર્ય દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાં તેઓએ જોયું કે હું તો મૃત્યુ પામ્યો છું અને મારા પૂર્વભવના શિષ્યોના જોગ તો અપૂર્ણ રહી ગયા છે. આથી તેમની અનુકંપાને વશ થઇને તેઓ મૃતક આચાર્યના કલેવરમાં પ્રવેશ્યા અને શિષ્યોને જોગ પૂર્ણ કરાવ્યા. જોગ પૂર્ણ થયા બાદ તેઓએ સત્ય હકીકત જણાવીને ક્ષમાયાચના માંગી. પરંતુ ત્યાર બાદ દરેક શિષ્યોને એક બીજા માટે મનમાં શંકા ઉત્પન્ન થઇ કે સામેવાળો ખરેખર સાધુ છે કે પછી ગુરૂની જેમ દેવ. જેથી કરીને તેઓએ કોઇને પણ વંદન કરવાનું બંધ કરી દીધું. તેઓનો મત અવ્યક્ત તરીકે ઓળખાયો અને નિદ્વવ હોવાના કારણે તેઓને ગચ્છ બહાર કરવામાં આવ્યા. आसाढपडिवया - आषाढप्रतिपत् (स्त्री.) (અષાઢી એકમ) आसाढभूइ - आषाढभूति (पुं.) (ધર્મરુચિસૂરિના શિષ્ય, તે નામે એક મુનિ) જૈનધર્મમાં અષાઢાભૂતિ ખૂબ પ્રસિદ્ધ મુનિ છે. કહેવાય છે કે ભિક્ષા માટે ઘર ઘર ફરતાં મુનિને નાટકમંડળીની એક રૂપવતી સ્ત્રી સાથે આંખો મળી ગઇ. મોહનીયકર્મના ઉદયે તેમણે નટડીના પ્રેમમાં આસક્ત થઇને મુનિવેશ ત્યજી દીધો. ઘણા વર્ષો સુધી તેઓ નાટકમંડળી સાથે રહીને નાટકો ભજવે છે અને રોજીરોટી કમાવે છે. એક વખત મોહનીય કર્મ નબળું પડ્યું અને પુનઃ સંયમ લેવાનો વિચાર આવ્યો. આથી સ્ત્રીઓએ પગમાં પડીને આજીજી કરીને એક છેલ્લું નાટક ભજવવાનું કહ્યું. ભરત ચક્રવર્તીનું નાટક શરૂ થયું. હજારો લોકો જોવા આવ્યા. સ્વયં ભરત ચક્રવર્તી બન્યા. અરિસા ભવનનો રોલ ભજવતાં ભજવતાં તેઓ વૈરાગ્યરૂપી અશ્વ પર આરૂઢ થયા અને કેવલલક્ષ્મીને વરી ચૂક્યા. તેઓને કેવલજ્ઞાન પ્રગટ થયું અને નાટકનું સ્ટેજ કેવલજ્ઞાનીની ધર્મસભામાં ફેરવાઇ ગયું. સદ્ધિા - માહ (જ.). (તે નામે નક્ષત્ર, પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર) आसाढायरिय - आषाढाचार्य (पुं.) (અવ્યક્ત નિહ્નવોના ગુરૂ, જેઓના કારણે અવ્યક્ત મત સ્થાપાયો તે) માd - આપઢિી (.) (અષાઢ માસની પૂનમ) સાક્ષાપા - માણપ (ઈ.) (આશારૂપી પાશ, ઇચ્છારૂપી બંધન). સંઘાચારની વૃત્તિમાં લખેલું છે કે આશારૂપી પાશમાં બંધાયેલો જીવ શું શું નથી કરતો અતુ ઇચ્છાઓથી ઘેરાયેલો જીવ નહીં કરવાના કાર્યો પણ કરી બેસે છે. ધનેચ્છ વ્યક્તિ દિવસ-રાત, ટાઢ-તડકો નથી જોતો, કામેચ્છુ જીવ માતા-પુત્રી, પત્ની, પરસ્ત્રી વગેરેમાં ફરક નથી કરતો. આ જ રીતે પ્રત્યેક જીવો જુદી-જુદી આશાઓના પાશમાં બંધાઇને કૃત્ય-અકૃત્ય, ઇષ્ટ-અનિષ્ટ બધું જ કરતાં હોય છે. જે જીવ તેના બંધનથી મૂકાઇ ગયો છે તે જીવને મોક્ષમાર્ગમાં વધતો કોઇ જ કર્મ રોકી શકતું નથી. માવિષ્ઠ - માણવિર્થ (સ્ત્રી.). (તે નામે એક નગર). માસાય - મારૂત્રિ (કું.) (1. રસનેંદ્રિયજન્ય જ્ઞાન 2. અભિલાષ) आसायण - आशातन (न.) (અનંતાનુબંધિ કષાયને ભોગવવું તે). વિશેષાવશ્યકસૂત્રમાં માણતિનશબ્દની વ્યુત્પત્તિ કરતાં લખ્યું છે કે તેમની છાતથતિ મુfમાત અંતિજ્ઞાાતિનYઅર્થાત્