Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 433
________________ आसयमहत्त - आशयमहत्त्व (न.) (વિચારોનું વિપુલપણું) आसयविसेस - आशयविशेष (पुं.) (ચિત્તોત્સાહની અતિશયતા) કોઇપણ શુભ કાર્ય કરવાનું હોય ત્યારે આપણે મુહૂર્ત જોવડાવીએ છીએ. મુહૂર્ત જોયા બાદ સારી ઘડી અને વેળાએ કામનો શુભારંભ કરવાનો રિવાજ છે. જેવી રીતે કાર્યપ્રારંભમાં મુહૂર્ત આવશ્યક છે તેમ તે કાર્ય કરવા માટે ચિત્તનો ઉત્સાહ પણ એટલો જ આવશ્યક છે. મુહૂર્તાદિ સારા હોય પણ જો કાર્ય કરવા માટે મનમાં ઉત્સાહ જ નહીં હોય તો તે કાર્ય ક્યારેય સફળ બનતું નથી. આથી જ તો વ્યવહારમાં પણ બોલાય છે કે ઉત્સાહ એ જ મુહૂર્ત છે. જ્યારે જ્યોતિષાનુસારના મુહૂર્તો તો તેના સહાયક માત્ર જ છે. મHRયા - અશ્વત્ર (.) (ચક્રવર્તીના ચૌદ રત્નમાંનું એક) ત્રિષષ્ઠી શલાકા પુરુષમાં ચક્રવર્તીના ચૌદ રત્નોની ચર્ચા કરવામાં આવી છે. તે ચૌદ રત્નો પૈકી એક રત્નનું નામ અશ્વરત્ન છે. અશ્વ એટલે ઘોડો આમ તો ચક્રવર્તી પાસે એકથી એક ઉત્તમ જાતિના ઘોડા હોય છે. પરંતુ અશ્વરત્ન તો તે બધા કરતાં પણ કઈઘણો ચડિયાતો હોય છે. કહેવાય છે કે ચક્રવર્તીનો ઘોડો પોતાના જીવનકાળમાં ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યનું પાલન કરે છે. જેના પ્રતાપે તે મૃત્યુ પામીને આઠમાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. માત્ર એટલું જ નહીં કહેવાય છે કે છ ખંડના અધિપતિ ચક્રવર્તી પ્રથમ ત્રણ ખંડ તે અશ્વના બ્રહ્મચર્યના પ્રતાપે જ જીતી જાય છે. ત્રણ ખંડ જીતવા માટે તે સ્વયં ન જતાં સેનાપતિની સાથે માત્ર પોતાના અશ્વરત્નને મોકલતો હોય છે. માક્ષર - અશ્વર (કું.) (અશ્વપ્રધાન રથ, અશ્વસહિતનો રથ) માસ - શ્વાન (કું.) (અણહિલપુર પાટણમાં થયેલ ગુર્જર સમ્રાટ, તે નામે એક રાજા). માસવ - માનવ (ઈ.) (મદિરા, દારૂ) કર્મગ્રંથમાં મોહનીય કર્મને દારૂ પીધેલા પુરુષ જેવું કહેલું છે. જેમ દારૂ પીને ઉન્મત્ત થયેલો પુરુષ પોતાનું ચેતાતંત્ર ખોઇ બેસે છે. તેને ભાન નથી હોતું કે તે સ્વયં કોણ છે, ક્યાં છે અને પોતે કેવી પ્રવૃત્તિ કરે છે. તે તો દારૂને વશ થઇને વિચિત્ર હરકતો કરતો હોય છે. તેવી જ રીતે મોહનીય કર્મને વશ થયેલો આત્મા પોતાના મૂળસ્વરૂપને ભૂલી બેસે છે. અને મોહનીય કર્મ જેમ નાચ નચાવે તે પ્રમાણે નાટક કરે છે. ક્યારેક ઈર્ષા કરશે, તો ક્યારેક ક્રોધ કરશે, તો વળી ક્યારેક, લોભ કરશે, ક્યારેક શોકાન્વિત થઈ જશે, તો ક્યારેક હર્ષના અતિરેકથી નાચવા-કૂદવા લાગશે. આ બધું જ મોહનીય કર્મને પરાધીન થયેલો આત્મા આચરે છે. અને મનમાં એમ વિચારે છે કે આ બધું તો હું જ કરું છું. જે તદ્દન ભ્રમાત્મક જ છે. * શ્રવ (ઈ.) (કર્મોનું આવવું, કર્મોનો આશ્રવ થવો તે) આશ્રવનો અર્થ છે શુભ કે અશુભ કર્મોનું આત્મામાં આવવું. એટલે કે જેના કારણે કર્મપુદગલો આત્મા તરફ આકર્ષાય તે દરેક નિમિત્ત કે ઉપાદાન કારણો આશ્રવ કહેવાય છે. નિશ્ચય નથી કહીએ તો કર્મોઢવમાં બાહ્ય પદાર્થો તો નિમિત્ત માત્ર છે. જ્યારે આત્માનો અધ્યવસાયતે ઉપાદાન કારણ છે. આથી જ તો આચારાંગમાં કહેવું છે કે તમારા અધ્યવસાયોને આશ્રયીને કર્માશ્રવના સાધનો કર્મનાશના કારણ બને છે. અને તે જ અધ્યવસાયને આશ્રયીને કર્મનાશના સાધનો કર્મબંધના પણ કારણ બની શકે છે. आसवणिरोहभाव- आश्रवनिरोधभाव (पुं.) (કર્મોના આશ્રવને રોકવાનો ભાવ, સંવર) -3900

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458