Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ અનુભવ દરેકને સમાન હોય છે. પરંતુ જ્ઞાની ભગવંત કહે છે કે આ આનંદની અનુભૂતિ તો અલ્પકાલીન છે. જ્યારે અનાદિકાલીન ભવોનો છેદ થવાથી મોક્ષરૂપી સુખની જે અનુભૂતિ છે તે તો ચિરકાલીન અને કદાપિ નાશ ન પામનારી છે. માતા - માસ્વાદ (ગવ્ય.) (આસ્વાદન કરીને, ચાખીને) કહેવાય છે કે શબરીએ બોર ચાખી ચાખીને રામને ખવડાવ્યા હતાં. કારણ કે તે નહોતી ઇચ્છતી કે આંગણે આવેલા અતિથિને કડવા બોર ખાવા પડે. આ બાજુ રામે પણ વિના વિરોધે તેના ચાખેલા એંઠા બોર ખુશીખુશી ખાઇ લીધા. ઓલી શબરી એંઠા બોર ખવડાવીને પણ તરી ગઈ અને આપણે મોંઘામાં મોદી અને જરાપણ અપવિત્ર નથઇ હોય તેવી કેટલીય ભેટ સોગાદો પરમાત્માના ચરણોમાં ધરી. છતાં પણ આપણો વિસ્તાર નથી થયો. આનું કારણ ક્યારેય વિચાર્યું છે ખરા નહીં ને ! તો જાણી લો ભક્તિ વસ્તુથી નહીં પણ તે વસ્તુની પાછળ છૂપાયેલા ભાવથી થાય છે. આપણે ઉત્તમ વસ્તુઓ તો પરમાત્માને આપીએ છીએ પરંતુ તેની પાછળના આપણાં ભાવો ઉત્તમ નથી હોતા. આથી જ કદાચ આપણી ભક્તિ ફળતી નથી. એકવાર નિરપેક્ષ ભાવે ભક્તિ કરી જોજો તેનો આનંદ જ કંઈક ઓર હોય છે. સથર - અશ્વર (કું.) (ઘોડાનો સોદાગર, ઘોડાને ધારણ કરનાર) માલપુર - અશ્વપુરા (સ્ત્ર.) (પદ્મવિજયમાં આવેલ નગરી) માસમ - આશ્રમ (કું.) (આશ્રયવિશેષ, તાપસને રહેવાનું સ્થાન, આશ્રમ) જ્યાં આગળ આવીને દરેક પ્રકારો શ્રમ ચાલ્યો જાય તેને આશ્રમ કહેવાય છે. વટેમાર્ગુઓ માર્ગના થાકને ઉતારે છે. જ્યારે તપસ્વીઓ, મુનિઓ વગેર ત્યાં આવીને આત્મિક આરાધના-સાધના દ્વારા ભવના થાકને ઉતાર છે. આથી જ સ્થાનાંગ સૂત્રમાં આશ્રમને તીર્થસ્થાન કહેલું છે. आसमहग - अश्वमर्दक (त्रि.) (ધોડાનું મર્દન કરનાર, ઘોડાની માલિશ કરનાર) માસમપર - આશ્રમ (2) (તાપસના રહેઠાણ તરીકે ઓળખાતું સ્થાન) માણકમેવ - મરશ્રમે (ઈ.) (બ્રહ્મચર્યાદિ ચાર આશ્રમના ભેદ) આર્યસમાજમાં જીવનના ચાર તબક્કા પાડવામાં આવેલા છે. તે ચારેય તબક્કાને અનુરૂપ જેનું જીવન છે તેનું જ જીવન સફળ છે. તે સિવાયના જીવનના પ્રકારને શ્વાનવૃત્તિ તરીકે ઓળખાવવામાં આવેલું છે. આ ચાર ભેદને આશ્રમભેદ પણ કહેવામાં આવે છે. પ્રથમ છે બાળપણથી લઈને લગ્નની પૂર્વાવસ્થા તે બ્રહ્મચર્યાશ્રમ. બીજું લગ્ન થયા પછી ગૃહસ્થાશ્રમનું પાલન. ત્યારબાદ જ્યાં સુધી સાધુ બનવાનું મન નથી થયું ત્યાં સુધી ઘર, પૈસાદિનો મોહ છોડીને એક વડીલને છાજે તેવું જીવનતે વાનપ્રસ્થાશ્રમ. અંતિમ અને મુખ્ય આશ્રમ છે મુનિ જીવનની સ્વીકૃતિ કરીને યોગોની સાધના કરીને આત્મકલ્યાણ સાધવું તે યતિઆશ્રમ જાણવો. માસમાળ - ગાન (વિ.) (બેઠેલો). જૈનધર્મ કર્મવાદમાં ચોક્કસપણે માને છે. કર્મને દરેક સ્થાને પ્રધાનતા આપે છે. પરંતુ એનો મતલબ એવો નથી થઇ જતો કે પુરુષાર્થને તે ગૌણ કરી નાંખે છે. તમને જે સારી કે ખરાબ પરિસ્થિતિ પ્રાપ્ત થઇ છે તેમાં ફરજીયાત કારણ તમારું શુભાશુભ કર્મ જ છે. પણ તે અવસ્થામાં તમારા મનના ભાવો કેવા રાખવા તેમાં તો તમારો પુરુષાર્થ જ ભાગ ભજવે છે. સુખ મળવાછતાં છકી