Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 419
________________ आवसंत - आवसत् (त्रि.) (વસવાટ કરતો, રહેતો) વર્તમાન કાળમાં જેટલાં પણ આગમ ગ્રન્યો છે તે દરેકનું આદ્યસૂત્ર એકસમાન છે. સુ છે મારૂં તે મHવયા અવનવqાથે અર્થાત્ હે આયુષ્યમાન પરમાત્મા સાથે વસવાટ કરતાં તેઓશ્રીના મુખે મેં આ પ્રમાણે સાંભળ્યું છે. આવું કહેવા પાછળનો મુખ્ય ઉદેશ ગુરૂકુળવાસનો છે. ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય સાધુએ ગુરૂકુળવાસનો ત્યાગ ન કરવો જોઇએ. જો સમર્થ ગણધર સુધમાં સ્વામી પણ ગુરૂકુળનું સેવન કરતાં હોય તો દરેક સાધુ કે સાધ્વીએ પણ ગુરૂકુળને ફરજીયાત સેવવો જોઇએ. અન્યથા જેવી રીતે મોતીઓની પંક્તિમાંથી છૂટા પડેલા મોતીની કોઇ કિંમત નથી હોતી તેવી જ રીતે એકલવિહારી સાધુની પણ કોઇ જ મહત્તા રહેતી નથી. અાવાદ - સાવરૂથ (ઈ.) (મકાન, ઘર, આશ્રય) માણસ બહાર ગમે તેટલો થાક્યો પાક્યો હોય પણ ઘરે આવે એટલે બધો જ થાક, બધો જ કંટાળો ગાયબ થઈ જાય, તેને શાંતિ અને આનંદની અનુભૂતિ થતી હોય છે. એટલે જ કહેવાય છે કે ધરતીનો છેડો એટલે કે ઘર. બસ તેની જ જેમ ચાર ગતિમાં, વિવિધ જાતિઓમાં અનેક યોનિઓમાં ભટકતા જીવને જો શાંતિ મળતી હોય તો તે સ્થાન છે મોક્ષ. મોક્ષને પ્રાપ્ત આત્માને પરમશાંતિ અને પરમાનંદની અનુભૂતિ થાય છે. એટલે એમ કહેવાય કે સંસારનો છેડો અથવા દુખોનો અંત એટલે મોક્ષ. आवसहिय -- आवसथिक (पुं.) (ઘરમાં રહેનાર, ગૃહસ્થ) માવહિં - માવતિ (સ્ત્ર) (મધ્યરાત્રિ, અર્ધરાત્રિ) અડધી રાત્રે અચાનક ઉંઘ ઉડી જાય અને ઝબકીને જાગી જાવ ત્યારે ગૃહસ્થ શું વિચાર કરવો જોઈએ તેનો જવાબ યોગશાસ્ત્ર ગ્રંથમાં આપવામાં આવેલો છે. તેમાં લખે છે કે અર્ધરાત્રિએ જાગ્યા પછી શાંતચિત્તે વિચાર કરવો જોઇએ કે મારો આત્મા ક્યાંથી આવ્યો છે. અહીંથી મૃત્યુ પામીને હું ક્યાં જઇશ. આ જીવનમાં ખરેખર મારું કર્તવ્ય શું છે. હું મારા આત્માનું કલ્યાણ કેવી રીતે કરી શકું વગેરે વગેરે. આ બધા ચિંતન કરવા જોઇએ. પરંતુ અફસોસ કે અડધી રાતે ઉંઘ ઉડ્યા પછી દરેક જણ પહેલો વિચાર એ જ કરે છે કે ઘરનું બારણું બરાબર બંધ કર્યું છે કે નહીં. જો નહીં કર્યું હોય તો ચોર ઘરમાં ઘૂસી જશે. આવા ફાલતના વિચારો કરીને માણસ અમૂલ્ય તકને ગુમાવી દેતાં અચકાતો નથી. માવજ - માવાશ્રય (પુ.). (1. અવશ્ય કરવા યોગ્ય, જરૂરી, 2. સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, 3, આવશ્યક સૂત્ર ગ્રન્થ, 4, આધાર, આશ્રય) વિશેષાવશ્યક ભાષ્ય ગ્રન્થમાં આવશ્યકની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે. ગુIનામાપાશ્રય માથR મચાપાશ્રયે ગાથા ચર્થ અર્થાત જે ક્રિયા ગુણોનો આધાર બનતી હોય. જેના દ્વારા પોતાના આત્માનું અને જીવનું હિત થતું હોય તે દરેક ક્રિયા, અનુષ્ઠાન આવશ્યક છે. * વિથ (ન.) (1. અવશ્ય કરવા યોગ્ય, 2. પ્રતિક્રમણાદિ અનુષ્ઠાન 4. અનુષ્ઠાનપ્રતિપાદક ગ્રન્થ) અરિહંત દેવનું જગતપિતા એવું એક ઉપનામ પણ છે. તેનું કારણ એ છે કે દરેક માતા-પિતા પોતાના સંતાનનું હિત આ ભવ પૂરતું જ વિચારે છે. તેઓ વિચારે છે કે મારા સંતાનને એવો તૈયાર કરું કે તેને આ જીવનમાં ક્યાંય તકલીફ ન આવે, જ્યારે પરમકરૂણાનિધાન પરમાત્મા આપણા આ ભવ આવનારા તમામ ભવના હિતની ચિંતા કરે છે. તેઓના હૃદયમાં શ્રેષ્ઠ ભાવના હોય છે કે જગતનો કોઇપણ જીવ દુખી ન હોવો જોઇએ. સર્વે જીવો મોક્ષપદને પ્રાપ્ત કરવા જ જોઇએ. પરંતુ તેના માટે જરૂરી છે આત્મશુદ્ધિ અને તેનું માધ્યમ છે જિનેશ્વર પરમાત્માએ બતાવેલ આવશ્યક અનુષ્ઠાનો. તેના માધ્યમથી જીવની આત્મશુદ્ધિ 376

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458