Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ થાય છે અને શુદ્ધાત્મા સુખપૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરે છે. આ અનુષ્ઠાનો આત્માનું હિત કરનાર હોવાથી દરેક સાધુ તેમજ ગૃહસ્થ પણ ફરજીયાત આચરવું જ જોઈએ. બાવક્ષય - માવજ્જ (ન.) (સામાયિકાદિ અનુષ્ઠાન) * માવાસ () (સામાયિકાદિ અનુષ્ઠાન) માણસ સવાર-સાંજ બન્ને સમય સ્નાન શા માટે કરે છે. તો તેને ખબર છે કે સ્નાનથી શરીરની શુદ્ધિ થશે અને મુડ ફ્રેશ થઇ જશે. જલસ્તાનની જેમ જ ગણધર ભગવંતે આવશ્યકજ્ઞાન બતાવેલું છે. જેમ જલ તે શરીરની શુદ્ધિ કરે છે, તેવી રીતે પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો આત્મા પર લાગેલ કર્મમલની શુદ્ધિ કરે છે. અને જેમ મળથી હળવો થયેલ માણસ શાંતિનો અનુભવ કરે છે તેમ કર્મમળથી હળવો થયેલ આત્મા ઉચ્ચકુળ, સુંદર રૂપ, વૈભવપ્રાપ્તિ, સ્વસ્થ આરોગ્ય અને તે બધાથી પણ ઉપર એવા મોક્ષસુખની અનુભૂતિ કરી શકે છે. आवस्सयकरण - आवश्यककरण (न.) (કેવલી સમુદ્દાત પૂર્વે કેવલી દ્વારા કરવામાં આવતો વ્યાપારવિશેષ) માવતર - ૩મવિશ્વેશ્વકૃતિ (ઋ.) (પ્રતિક્રમણાદિ ક્રિયા) आवस्सयटीगा - आवश्यकटीका (स्त्री.) (હરિભદ્રસૂરિ રચિત આવશ્યકસૂત્રની ટીકા) आवस्सयणिज्जुत्ति - आवश्यकनियुक्ति (स्त्री.) (આવશ્યકસૂત્ર પર ભદ્રબાહુસ્વામી રચિત નિર્યુક્તિ) आवस्सयपरिसुद्धि - आवश्यकपरिशुद्धि (स्त्री.) (નિરતિચાર આવશ્યકયોગ) દશવૈકાલિક સૂત્રના દશમાં અધ્યયનમાં કહેલું છે કે મવનથપરિદ્ધિ તિ વિરલુપ્ત દ્વિ અર્થાત ભાવશ્રમણ કોને કહેવાય તેના જવાબમાં કહે છે કે જે સાધુ કે સાધ્વી નિરતિચાર ચારિત્રયોગોનું પાલન કરે છે, તે ભાવસાધુ છે. જે આવશ્યક યોગોમાં શિથિલાચાર સેવે છે તે માત્ર બાહ્યવેષ શ્રમણ જાણવા. आवस्सयवइरित्त- आवश्यकव्यतिरिक्त (न.) (અંગબાહ્ય શ્રુતનો ભેદ) સામાયિક, ૨૪જિન સ્તવ, વાંદણા, પ્રતિક્રમણ, કાઉસ્સગ્ગ અને પચ્ચખાણ એ છ આવશ્યક કહેલા છે. સાધુ તથા શ્રાવકને અવશ્ય કરવા યોગ્ય હોવાથી તે આવશ્યક છે. તે બે પ્રકારે કહેલ છે. પ્રથમ અંગપ્રવિષ્ટ અને બીજું અંગબાહ્ય અથવા તો આવશ્યકવ્યતિરિક્ત. આવશ્યકતિરિક્ત પણ કાલિક અને ઉત્કાલિક એમ બે ભેદે કહેલા છે. જેના સૂત્રોનું પઠન દિવસરાતની પ્રથમ અને અંતિમ પોરસીમાં કરી શકાય તે કાલિક છે. અને જે સૂત્રોનું પઠન સર્વકાળમાં થઈ શકે તે બધા જ ઉત્કાલિક શ્રુત જાણવા. आवस्सयवित्ति- आवश्यकवृत्ति (स्त्री.) (આવશ્યકસૂત્રનું વિવરણ) आवस्सयविसुद्धि - आवश्यकविशुद्धि (स्त्री.) (આવશ્યક યોગોનું નિરતિચાર પાલન)