Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 424
________________ મવિભૂવ - વિભૂતિ (f) (1. પ્રગટ થયેલ,૨. ઉત્પન્ન થયેલ 3. અભિવ્યક્ત) કહેવાય છે કે અનંતા પુણ્યનો ઉદય થયો હોય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. અને જ્યારે તે અનંતા પુણ્યની વૃદ્ધિ થઈ હોય ત્યારે આપણાં મનમાં શુભ ભાવ ઉત્પન્ન થાય છે. પુણ્ય વિના મનમાં શુભવિચાર પણ આવી શકતાં નથી. આથી જયારે પણ કંઈક સારા વિચાર આવે, કાંઇક સારૂ કરવાની ભાવના પ્રગટ થાય ત્યારે તેને તરતમાં જ પૂરી કરી લેવી, કારણ કે પછી કોને ખબર કે તેવા વિચારો મનમાં થશે કે નહીં? વિત્ર - મલિન () (1. આકુળ, 2, અસ્વચ્છ 3, વ્યાસ) માણસ સહજ સ્વભાવ છે કે તે જયાં પણ જશે ત્યાંની જગ્યા કેવી છે તે નોટીસ ચોક્કસ કરશે. કોઇના ઘરે જશે તો એકવાર તેની નજર ચારેય તરફ ફરી જશે કે ઘર કેટલું સ્વચ્છ છે. તેની સજાવટ સારી છે કે નહીં વગેરે. તેના પરથી તે સામેવાળાના સ્વભાવાદિનો ક્યાસ કાઢશે. જો ઘર ગંદુ હશે તો તરત જ મનમાં ચિતરી ચઢશે. વિચારશે કે આ લોકો તો કેટલા ગંદા છે એટલી પણ ખબર ન પડે કે જ્યાં રહેવાનું છે તેને તો ચોખ્ખું રાખવું જોઇએ ને. જો આપણે આટલા જ સમજદાર છીએ તો પછી તમારા આત્મામાં રહેલ ક્રોધ, અહંકાર, ઇર્ષા, દ્વેષ, માયા વગેરે કચરો ક્યારે દૂર કરશો? તમારા આત્મરૂપી ઘરને સ્વચ્છ ક્યારે બનાવશો?, आविलप्पा - आविलात्मन् (पुं.) (આકુળ આત્મા, ચિંતામગ્ન જીવ) લૌકિક લોકો દુખમાં વ્યથિત થઇ જવું તેને વ્યાકુળતા કે આકુળતા કહે છે. ચિંતાના ભારણ હેઠળ દબાયેલાને લોકો આકુળ આત્મા કહે છે. જ્યારે લોકોત્તર જિનશાસનમાં ધર્મમાર્ગથી ભટકી ગયેલા જીવને આકુળાત્મા કહેલો છે. તમારી પાસે અઢળક સુખ સામગ્રી છે પરંતુ તે સુખમાં સમજણ અને સમતાદિ ગુણો નથી તો તેવા સુખવાળા જીવને પણ આકુળાત્મા કહેલો છે. તેનાથી વિપરીત દુખી અવસ્થા પ્રાપ્ત થઈ હોવા છતાં પણ જો તેને સહન કરવાની સમજણ છે તો તે અનાકુળાત્મા તરીકે કહેવાયો છે. મવિદ - વિથ (.) (અસ્ત્રવિશેષ) સવ - માવ (ત્ર) (1, રજસ્વાલાવાળી સ્ત્રી, 2. ગર્ભવતી સ્ત્રી) મવિફા -- લરિસરા (7). (મરણવિશેષ) ભગવતી સૂત્રના તેરમાં શતકના સાતમાં ઉદ્દેશામાં આવીચિમરમની ચર્ચા આવે છે. પ્રતિક્ષણ આયુષ્ય કર્મના દળિયાનો ક્ષય થવો તેને આવી ચિમરણ કહેલ છે. અથવા જયાં સુધી નવા આયુષ્ય કર્મના દળિયા ઉદયમાં આવ્યા પૂર્વે પૂર્વના આયુષ્યકર્મના દલિકોના ક્ષયની અવસ્થા તે આવી ચિમરણ છે. આની પાછળ કહેવાનો હેતુ માત્ર એટલો જ છે કે પ્રતિક્ષણ આપણું આયુષ્ય ક્ષીણ થઇ રહ્યું છે માટે સમયસર આત્મજાગૃતિ મેળવી લઇએ. અને આજથી જ આત્મકલ્યાણના કાર્યમાં લાગી જઇએ. आवीइसण्णिय - आवीचिसंज्ञित (न.) (મરણવિશેષ) વંw - મલિન () (પ્રગટ કમી 381 -

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458