Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ Ti - ir (w) (ઇચ્છા, અભિલાષા). યોગશાસ્ત્રમાં યોગીની અવસ્થા કેવી હોય તેનું નિરૂપણ કરેલું છે. તેમાં કહેવું છે કે સુખ હોય કે દુખ હોય, પ્રિય હોય કે અપ્રિય હોય, સંસાર હોય કે મોક્ષ હોય દરેક જગ્યાએ યોગી સમદષ્ટિવાળા હોય છે. સુખ જોઇને ખુશ અને દુખ જોઇને ગભરાઇ નથી જતાં. પ્રિયને જોઇ મલકાતા નથી તો અપ્રિયને મળતા ઉદ્વેગ પણ નથી પામતાંતેઓને સંસારની અનિચ્છા અને મોક્ષ પ્રત્યેની ઇચ્છા પણ નથી હોતી. તેઓ માટે સંસાર હોય કે મોક્ષ બન્ને સ્થાને આત્મરમણતામાં રાચનારા હોય છે. आसंसाविप्यमुक्क - आशंसाविप्रमुक्त (त्रि.) (અભિલાષારહિત, ઇચ્છા વિનાનો) પ્રવચન સારોદ્ધારના પાંચમાં દ્વારમાં મુનિસત્તમ અર્થાત્ શ્રેષ્ઠ મુનિ કોને કહેવાય તેનો એક શ્લોક આવે છે. જેનો ભાવાર્થ છે કે સંસારને છોડીને શ્રમણવેષને ધારણ કરનારા મુનિનું પ્રત્યેક અનુષ્ઠાન અભિલાષા વિનાનું હોય.” એટલે કે સાધુએ અભિલાષામુક્ત થઇને પ્રત્યેક અનુષ્ઠાન આચરવું જોઇએ. અને જે ઇચ્છારહિત અનુષ્ઠાન કરે છે તેવા નિસ્પૃહશિરોમણી મુનિ સંસાર અને મોક્ષ બન્ને પ્રત્યે સમાનદષ્ટિવાળા હોય છે. ગાસંસિ (1) - માછifસન (શિ.) (ઈચ્છાવાળો, અભિલાષાવાળો) સંસાર છે તો મન છે અને મન છે તો પછી ઇચ્છા પણ સંલગ્ન જ છે. આથી જગતમાં કોઇપણ સંસારી જીવ ઇચ્છા વિનાનો સંભવતો નથી. પરંતુ અહીં આગળ જૈનદર્શનકાર વિશેષ નિર્દેશન કરતા કહે છે. હે જીવ તારે ઇચ્છાવાળા થવું જ હોય તો મોક્ષની ઇચ્છાવાળો થા. કર્મનો નાશ કરવાની ઇચ્છાવાળો થા, બાકી સંપત્તિ, સંતતિ, સુખસાહ્યબી વગેરેની ઇચ્છા તો પરિણામે દુખસ્વરૂપ જ છે. rifસત્તા - મviપિત્ત (ર) (ઇચ્છા કરનાર, અભિલાષા કરનાર) માસિર - માસિત () (કહેલું, કથન કરેલ) आसकण्ण - अश्वकर्ण (पुं.) (ત નામે એક અંતર્દીપ) બૃહત્સંગ્રહણી આદિ ગ્રંથમાં છપ્પન અંતર્લીપનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ છપ્પન અંતર્લીપમાં યુગલિક મનુષ્યો વાસ કરે છે. જે અલ્પકર્મી અને મૃત્યુ પછી નિયમા દેવલોકગામી હોય છે. આ છપ્પન અંતર્લીપ અંતર્ગત એક દીપનું નામ અશ્વકર્ણ દ્વીપ છે. માણI - માસન (1) (1, આસન, સિંહાસનાદિ બેઠક 2. સ્થાન, જગ્યા 3. ઉત્કટિકાદિ આસન 4. શયા) શાસ્ત્રમાં વીરાસન, ભદ્રાસન, ઉત્કટિકાસન, દંડાસન વગેરે આસનો બતાવવામાં આવેલા છે. કર્મોના વિશેષ ક્ષય અર્થે તેમ જ અભિગ્રહધારી સાધુએ ગુરુની આજ્ઞા લઇને આ આસનોનું સેવન કરવું જોઇએ એવું શાસ્ત્રીય વિધાન છે. પરંતુ આ આસનો માત્રને માત્ર સાધુ ભગવંતો માટે જ સ્વીકાર્ય છે, સાધ્વીજી ભગવંતો માટે આ આસનોનો નિષેધ ફરમાવવામાં આવેલો છે. आसणअभिग्गह- आसनाभिग्रह (पुं.) (આસન સંબંધિ અભિગ્રહ, દર્શનવિનયનો એક ભેદ) પ્રવચન સારોદ્ધારમાં કહેલું છે કે જ્યારે ગુરુ ભગવંત બહારથી આવેલા હોય અને બેસવાની ઇચ્છાવાળા હોય. ત્યારે પ્રજ્ઞાપનીય શિષ્ય અત્યંત આદર પૂર્વક ગુરુ જ્યાં બેસવાની ઇચ્છા રાખતાં હોય ત્યાં આસન લાવીને પાથરે. અને કહે કે હે ગુરૂદેવ આપ અત્રે બિરાજો. સમ્યક્તની શુદ્ધિ કરનાર હોવાથી આને દર્શનવિનયનો એક ભેદ કહેલો છે. -385 -