Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ * માગ (ઈ.) (વાસગૃહ, શય્યાગૃહ) સંવ - સાણન્દ્ર (2) (આસન વિશેષ) માસંતિયા - માનિ (સી.). (ખાટલી, માંચી) વૃદ્ધાવસ્થા દરેક માટે અનિચ્છનીય છે. કોઇપણ વ્યક્તિ વૃદ્ધ થવા ઇચ્છતો નથી. પરંતુ કુદરતનો નિયમ છે કે બાળપણ આવ્યું એટલે યુવાવસ્થા આવવાની જ, અને યુવાન થયો તેને ઘડપણ ચોક્કસ આવવાનું જ છે. ઘડપણમાં માણસ પરવશ બની જાય છે. તેની કોઇપણ ઇચ્છા ચાલતી નથી. કોઇપણ કાંઇપણ બોલી જાય તો હસતા મુખે જતું કરવાનું તેનું નામ ઘડપણ. આપણી ઇચ્છા ન હોય છતાં પણ મૂંગા મોઢે કહે એમ કરતાં રહેવાનું એટલે ઘડપણ. અરે ઘણા અધમ પુત્રો તો ત્યાં સુધી પિતૃકને ગાળો આપતા હોય છે કે ડોસો મરતો ય નથી અને માંચો મૂકતો ય નથી. છતાં પણ કંઈ સાંભળ્યું જ નથી તેમ વર્તવાનું તેનું નામ ઘડપણ. પરમાત્મા કહે છે કે આવું ઘડપણ આવે તેના પહેલા આત્મકલ્યાણ માટે કોઇ ઠોસ કાર્ય કરી લેવું જોઇએ. જેથી ઉત્તરકાળમાં કોઇ વસવસો ન રહી જાય. માdલી - મH(at) (ખાટલી, માંચી) મારંવાર - માGિર (પુ.) (દિગમ્બર સાધુ) જૈન ધર્મના કુલ ચાર ફિરકા છે. શ્વેતાંબર, દિગંબર, તેરાપંથી અને સ્થાનકવાસી. તેમાં દિગંબર સાધુઓ ક્યારેય કોઇપણ પ્રકારના વસ્ત્ર ધારણ કરતાં નથી. તેઓ વસ્ત્રને પણ પરિગ્રહ માને છે. તથા તેઓ એવું માને છે કે સ્ત્રીઓ ક્યારેય પણ મોક્ષે જઈ શકતી નથી. તેમ જ કેવલજ્ઞાની ભગવંતને અશાતા વેદનીય કર્મનો ઉદય ન હોવાથી, તેઓ કેવલજ્ઞાન પછી ક્યારેય ભોજન કરતાં નથી. આ તેમની માન્યતાનો શ્વેતાંબર પંથ અસ્વીકાર કરે છે. કારણ કે ધર્મની આરાધના આત્માને અનુલક્ષીને છે. અને આત્મામાં ક્યારેય સ્ત્રીલિંગ કે પુલ્લિગનો ભેદ નથી આવતો. લિંગભેદનો શરીરને આશ્રયીને છે, આત્માને આશ્રયીને નહીં. આથી જેમ પુરુષ આરાધના કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી જ રીતે સ્ત્રી પણ મોક્ષ પામવાની એટલી જ હકદાર છે. " आसंसप्पओग - आशंसाप्रयोग (पुं.) (અભિલાષા કરવી, ઇચ્છા કરવી) આશંસા એટલે ઇચ્છા, અભિલાષા. કોઈપણ વસ્તુની ઇચ્છા કરવી તે આશંસા છે. નિશીથસૂત્રમાં આવી દસ પ્રકારની આશંસા બતાવવામાં આવેલી છે. ઇહલોકાશંસા, પરલોકાશસા, ઉભયલોકાશસા, જીવિતાશંસા, મરણશંસા, કામાશંસા, ભોગાશંસા, લાભશંસા, પૂજાશંસા અને સત્કારશંસા. ભવાભિનંદી જીવો પ્રત્યેક સમયે આ દસ પ્રકારની ઇચ્છાઓમાંથી કોઇપણ ઇચ્છામાં સતત રાચતાં હોય છે. આસવ' ( t). (વાસગૃહ, શવ્યાગૃહ) માસવરH () (પક્ષીવિશેષ) માસવર્લંઘ - માજશ્નન્ય (ઈ.) (ઘોડાની ડોક) 384 -