Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 421
________________ आवस्सयसुयक्खंध - आवश्यकश्रुतस्कंध (पुं.) (તે નામે શ્રુતવિશેષ). શ્રુતસ્કંધની અલગ અલગ વ્યાખ્યા કરવામાં આવેલી છે. જેમ કે જે છ શ્રત છે તેનો જે અંધ તે શ્રુતસ્કંધ આવશ્યક એવો શ્રુતસ્કંધ તે આવશ્યકશ્રુતસ્કંધ જાણવો. અથવા તો આવશ્યક શ્રુત છે તેના છ અધ્યયનના સમુદાયાત્મક જે સ્કંધ તે આવશ્યકશ્રુતસ્કંધ સમજવો. आवस्सयाणुओग - आवश्यकानुयोग (पुं.) (આવશ્યકસૂત્રનું વ્યાખ્યાન) અનુયોગ શબ્દનો અર્થ થાય છે જોડવું, કથન કરવું વગેરે જેમ માતા પુત્રનો પિતા સાથે સંબંધ જોડે છે તે પિતા સાથેનો અનુયોગ છે. ગુરૂ ભક્તને ભગવાન સાથે સંબંધ કરાવે છે તે પરમાત્માનુયોગ છે. એવી જ રીતે સૂત્રોનું અર્થની સાથે સંબંધ કરીને તેના અર્થોનું કથન કરવું, વ્યાખ્યાન કરવું તે અનુયોગ છે. ગણધર ભગવંતે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને કરવા યોગ્ય છ આવશ્યક કહેલા છે. તે આવશ્યક યોગોનું અન્ય સમક્ષ વ્યાખ્યાન કરવું તે આવશ્યકાનુયોગ જાણવો. માવલિયા - માવ (ઋ.). (અવશ્ય કરવા યોગ્ય ક્રિયા, સામાચારી વિશેષ) જે અવશ્ય કરવા યોગ્ય હોય તે દરેક ક્રિયા આવશ્યકી જાણવી. આમ તો સાધુને વિના કારણે શરીરનું હલન-ચલન કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો સાધુ વિના કારણ ગમનાગમનાદિ ક્રિયા કરે છે તો તેમને મહાવ્રતમાં અતિચાર અને જિનાજ્ઞા ભંગનો દોષ લાગે છે. પરંતુ કેટલાક કાર્યો એવા છે જે ઉપાશ્રયમાંથી બહાર નીકળ્યા વિના સંભવી શકતા નથી. જેમ કે ગોચરી, જિનદર્શન, વિહાર, ચંડિલાદિ ક્રિયાઓ કરવા માટે ઉપાશ્રયમાંથી બહાર નીકળવું જ પડે છે. આવી આવશ્યક ક્રિયાઓ માટે ગુરૂની આજ્ઞા લઈને ઉપાશ્રમાંથી બહાર નીકળતાં સાધુ આવસહી શબ્દના ઉચ્ચાર પૂર્વક આવશ્યક સામાચારીનું પાલન કરે છે. માવઠ -- માવદ (ઈ.) (વહન કરવું, ગ્રહણ કરવું, મેળવવું) જિનધર્મની પ્રત્યેક ક્રિયા કર્મથી મુક્તિ અને સ્વાભાવિક ગુણોની પ્રાપ્તિ અર્થે બતાવવામાં આવી છે. ધર્મના દરેક અનુષ્ઠાન પોતાના આત્માની ઉન્નતિ માટેના કહેલા છે. બીજા લોકોને દેખાડવા માટે કે પછી પ્રશંસા અને કીર્તિ મેળવવાની ભાવનાથી તેપ આદિ ક્રિયાઓનું વહન કર્મક્ષયના બદલે કર્મબંધનું કારણ બને છે. સાવા - વન () (વહન કરતો, ધારણ કરતો, ગ્રહણ કરતો, મેળવતો) માવલિ - લાપ (કું.) (આધાર) કોઇપણ ઇમારતની મજબૂતીનો આધાર તેના પાયા હોય છે. પાયા જેટલા મજબૂત ઇમારત એટલો વધુ સમય ટકી રહે છે. જેના પાયા કાચા હોય તે બિલ્ડીંગ ગમે ત્યારે તૂટી પડે છે. તેવી જ રીતે ધર્મરૂપી ઈમારતના પણ દાન, શીલ, તપ અને ભાવના એમ ચાર આધારસ્તંભ કહેલા છે. આ ચાર પાયા વિના ધર્મરૂપી બિલ્ડીંગ સ્થિર રહી શકતું નથી. જે જીવ આ ચાર આધારમાંથી કોઇપણ એક ધર્મનો આધાર લે છે તેનું જીવન સફળ અને સુગમ સાબિત થાય છે. અન્યથા તેના જીવનની કોઇ જ વિશિષ્ટતા નથીતેનો જન્મારો સાવ નિરર્થક બની રહે છે. માવાવા - માવાપન્ના (સં.) (વિકથાનો એક ભેદ) 378 -

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458