Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ મારો? - પુજ્ઞ (.) (એકઠું કરવું, એકત્ર કરવું, ભેગું કરવું) આજનો માનવી દિવસ-રાત માત્રને માત્ર ધન એકઠું કરવામાં પડ્યો છે. ધનની લાલસામાં તે આત્માનું કલ્યાણ કરવાનું ચૂકી ગયો છે. તેને જિનેશ્વર પરમાત્મા યાદ નથી આવતાં. સાધુ ભગવંતો પાસે જવાનું યાદ નથી આવતું. અરે તેને સંઘના કાર્યો કરવા માટેની પણ ફુરસદ નથી. તેને સૌથી વધારે યાદ જો કોઇની સતાવતી હોય તો તે છે પૈસો, આવા મમ્મણ શેઠના અવતારો પાસે પૈસાની વાતો કરશો તો રસ લઈને સાંભળશે. પરંતુ જો કોઈ તત્ત્વની વાત કાઢશો તો તરત જ બગાસા આવવા લાગશે. અથવા ત્યાંથી ઉઠીને ચાલતો થશે. હે ધનલોલુપ ! પરલોકની વાત જવા દે. આ લોકમાં પણ જ્યારે તું મૃત્યુ પામીશ ત્યારે ઘરની બહાર તારું શરીર અને તેની પર વીંટાળેલું કફન જ આવશે. ઘરના દરવાજાની બહાર તું એક નાની વીંટી પણ લઇ જઇ શકે તેમ નથી. માટે હજી સમય છે ચેતી જા ! અને સાથે આવનાર ધર્મમાં લાગી જા . ઝારો -માર (કું.) (પ્લેચ્છની એક જાતિ) મારોહ - મારોદ() (1. ચઢવું, 2. આક્રમણ 3. સવાર 4. શરીરની ઊંચાઈ) વૈદિક ગ્રંથોમાં અષ્ટાવક્ર ઋષિની કથા આવે છે. તેઓ રાજાની સભામાં પંડિતોની ચર્ચામાં ભાગ લેવા માટે પહોંચ્યા ત્યારે આઠેય અંગે વાંકા એવા અષ્ટાવક્રને જોઇને બધા હસવા લાગ્યા. આ જોઇને અષ્ટાવક્ર ઋષિ સભા છોડીને પાછા જવા લાગ્યા. ત્યારે રાજાએ તરત પૂછ્યું કે હે ઋષિવર ! આપ પાછા કેમ ચાલ્યા. ત્યારે ઋષિએ જવાબ આપ્યો કે હું તો વિદ્વાન અને પંડિતની સભામાં આવવા નીકળ્યો હતો. પરંતુ અહીં તો બધા મોચીઓ ભેગા થયા છે. કારણ કે તેઓ વ્યક્તિના શરીરની સુંદરતા, ઉંચાઇ વગેરે આકાર પ્રમાણે તેની આકલના કરનારા છે. અહીં પુરુષમાં રહેલા ગુણો કે તેની શિક્ષાની કોઇ જ મહત્તા દેખાતી નથી. માટે હું પાછો જઉં છું. રાજા અને પંડિતોને પોતાની ભૂલ સમજાઈ અને તરત જ તેમની માફી માંગી. ત્યારબાદ ત્યાં રહેલા તમામ લોકોએ અષ્ટાવક્ર ઋષિના અગાધ જ્ઞાનનો રસાસ્વાદ માણ્યો. आरोहइयव - आरोहयितव्य (त्रि.) (આરોપણ કરવા યોગ્ય) મારોહ - મહ#(વિ.) (1. આરોહણ કરનાર 2. મહાવત) હાથી ઉપર સવાર મહાવતને ખબર હોય છે કે કયા સમયે હાથી શું વિચારે છે. અથવા હવે તે શું વર્તન કરી શકે છે. આથી તેને નિયંત્રિત કેવી રીતે કરવો તે તેને બહુ સારી રીતે આવડે છે. તેવી જ રીતે આપણા જીવનમાં પણ પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોનું સ્થાન મહાવત જેવું જ છે. તેઓ જગતના સર્વ જીવોના ભાવો સુપેરે જાણે છે. જેના કારણે કયા જીવમાં કયો ગુણ છે કે દુર્ગુણ છે તેનું સારું વિશ્લેષણ કરી શકે છે. એટલું જ નહીં ઉન્નતિ કાજે કયા જીવ માટે ક્યો માર્ગ શ્રેષ્ઠ તે પણ બહુ જ સારી રીતે જાણે છે. જે વ્યક્તિના જીવનમાં આવા ગુરુનું સ્થાન હોય છે, તેનું જીવન અત્યંત નિયંત્રિત અને આનંદમય હોય છે. માળ - મારોr (7) (આરોહણ કરવું, ચઢવું) મrnક્સ - માળિય(શિ.). (આરોહણને યોગ્ય પદાર્થોદિ). आरोहपरिणाह - आरोहपरिणाह (पु.) (1. શરીર ઉપસંપદાનો એક ભેદ 2. શરીરની ઉંચાઈ અનુસાર ભુજાની લંબાઇ). સંસ્કૃતમાં એક ઉક્તિ આવે છે. શ્રુતિ ગુન્ યતિ અર્થાત્ તમારી આકૃતિ-શરીરની રચના તમારી અંદર રહેલ ગુણો કે - '' 23570