Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માતાજી - માનશ (ન.ય) (આળસ, પ્રમાદ) સુભાષિત સંગ્રહમાં કહેવું છે કે જે પુરુષના જીવનમાં આળસ છે, તેને બીજા કોઈ જ શત્રુની ક્યારેય જરૂર પડતી નથી. તેનું જીવન બરબાદ કરવા માટે બાહ્ય શત્રુઓ તો નિમિત્ત માત્ર છે. ખરો શત્રુ તો તેની અંદર રહેલ આળસ છે. ઉદ્યમી પુરુષને ક્યારેય કોઇ આગળ વધતાં રોકી નથી શકતું. અને પ્રમાદી પુરુષને ગમે તેવા સબળ સહાયકો પણ આગળ વધારી શકતાં નથી. માનવ - ત્રિાપ (કું.) (અલ્પ બોલવું, મિતભાષણ) વારંવાર બોલવું કે નિરર્થક બોલવું તે સાધુ કે સાધ્વી માટે સાધનાનો ઘાત કરનાર છે. સાધુ પ્રાયઃ કરીને મૌન રહેનારા હોય છે. આવા મૌનની સાધના કરનારા શ્રમણ-શ્રમણીને ચાર સ્થાને એકવાર કે વારંવાર બોલે તો દોષ નથી. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે માર્ગપૃચ્છામાં, ધર્મમાર્ગના ઉપદેશમાં, ગોચરી-પાણી ગ્રહણ કરવાના સમયમાં તથા સૂત્રની ઉચ્ચારણવિધિમાં આલાપ-સંલાપ કરતાં દોષ લાગતો નથી. નવ– પ્રતાપન્ન (પુ.). (આલાવો, એક વાક્યના સમૂહવાળું સૂત્ર) આલાપક આલાવો બન્ને સમાનાર્થી શબ્દો છે. આ શબ્દ જૈનપારિભાષિક શબ્દ છે. એક જ સમાન સૂત્રવાળા એક જ સમાન અર્થવાળા વાક્યોની જે શ્રેણી તેને આલાપક કહેવાય છે. સાધુના પખિસૂત્રમાં આગમ ગ્રંથોમાં આલાપકોનો ઉપયોગ જોવા મળે માત્રાવUT - માત્માપન (1) (1, પરસ્પર બોલવું, સંભાષણ કરવું 2. સ્વસ્તિ વચન 3. એકવાર બોલવું) મનાવાય - ના નવચ (ઈ.) (બંધનો એક ભેદ) ભગવતી સૂત્રમાં આલાપનબંધની વ્યાખ્યા આ પ્રમાણે કરેલી છે. બે વસ્તુનો પરસ્પર થતો બંધ તે આલાપનબંધ છે. જેવી રીતે ઘાંસનો દોરડા સાથે થતો બંધ તે આલાપનબંધ જાણવો. ત્તિ - માનિ (ઈ.) (વનસ્પતિવિશેષ) માલિન - માલિક (ઈ.) (વાજિંત્રવિશેષ, મૃદંગ, મુરજ). * મતિ (જિ.) (1. આલિંગનને યોગ્ય 2. મૃદંગ, વાજિંત્રવિશેષ) ત્રિા - મતિ (2) (આલિંગન, ભેટવું, આશ્લેષ) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર અષ્ટકમાં જણાવે છે કે “અજ્ઞાનરૂપી કાજલે આખા જગતને અત્યંત ગાઢ આલિંગન આપેલું છે. જેના કારણે જગતના કોઇપણ જીવને સત્ય સમજાતું નથી. અજ્ઞાનરૂપી કાજલ જીવના મન અને આત્મા પર એવું લિંપાયેલું છે કે સત્ય સામે હોવા છતાં તેને સ્વીકારવા તૈયાર નથી થતો. એટલું જ નહીં ઉલ્ટાનું અસત્યને સત્ય તરીકે પુરવાર કરવાના પ્રયત્નો કરતો હોય છે. આ બધું થવા માટેનું મુખ્ય કારણ છે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ. જેના ઉદયે જીવ સત્યનું જ્ઞાન અને તેના પરની શ્રદ્ધા કરી શકતો નથી.” 36 2 -