Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગતિમાન - મfઉન (કિ.). (1. આલેખન કરતો, ચિતરતો 2. સ્થાપન કરતો, વિન્યાસ કરતો) એક ચિત્રકારે સુંદર ચિત્ર દોર્યું. લોકોના અભિપ્રાય માટે કરીને તેણે તે ચિત્રને ચારરસ્તા પર મુક્યું અને જોડે લખ્યું કે આમાં કોઇ ખામી હોય તો કાઢો. સાંજ પડતાં સુધીમાં તો લોકોએ ઢગલો ભૂલો કાઢી. આ જોઇને ચિત્રકારનું મન ઉદાસ થઇ ગયું. તેણે આ વાત પોતાના મિત્રને કહી. મિત્રએ સલાહ આપી અને કહ્યું કે હવે નવું ચિત્ર બનાવે ત્યારે ફરીવાર ચારરસ્તા પર મૂક અને જોડે પીંછી મૂકીને લખજે કે આમાં તમને કાંઇક નવું ઉમેરવા જેવું લાગે તો પીંછી લઇને આલેખન કરો. બસ ! ચિત્રકારે તે જ પ્રમાણે કર્યું. સાંજ સુધીમાં કોઈએ કશું જ ઉમેર્યું નહીં. ઉલ્ટાનું લખ્યું કે ચિત્ર ખૂબ જ સુંદર આલેખાયું છે. તેમાં કંઇ જ ફેરફાર કરવા જેવો નથી. ખેરખર આ જ માનસિક્તા લોકોની છે, જે દૂર કરવા જેવી છે. आलिहिज्जमाण - आलिख्यमान (त्रि.) (1. આલેખાતું, દોરાતું 2. સ્થાપન કરાતું) મા - માની (ત્રી.) (સખી, બહેનપણી). આત્નz -- ગાસ્ના (.) યુદ્ધનું એક આસન) યુદ્ધ સમયના યોદ્ધાને લડવા માટેની અલગ-અલગ રીતની તાલિમ આપવામાં આવે છે. આ યુદ્ધકળામાં એક આલીઢ નામક આસન આવે છે. તેમાં યોદ્ધા જમણો પગ આગળ અને ડાબો પગ પાછળ રાખે છે. આ બન્ને પગ વચ્ચેનું અંદર પાંચ પગલા જેટલું હોવું જોઇએ. ત્યારબાદ ડાબા હાથે ધનુષ્યને પકડે અને જમણા હાથ વડે ધનુષ્યની દોરીને ખેંચે. આ પ્રકારની અવસ્થાને આલીઢ કહેવામાં આવે છે. માત્રા - મીન (રે.) (1) તલ્લીન, એકાગ્ર 2. કાંઇક લાગેલ 3. આલિંગન કરેલ) શાસ્ત્રમાં તલ્લીનની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે બીજી બધી જ પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને જે તે વસ્તુ કે વ્યક્તિ આદિમાં એકચિત્ત થઇ જવું તે તલ્લીનતા છે. સુંદર મજાનું સંગીત સાંભળતા બીજા બધા જ અવાજોને વિસરીને માત્ર તેનું જ શ્રવણ કરીએ છીએ તે કાનની તલ્લીનતા છે. સુંદર ચિત્રાદિને જોઇને બીજું બધું જ જોવાનું ભૂલી જઇએ તે નેત્રની તલ્લીનતા છે. કોઇ સ્વાદિષ્ટ વસ્તુ ભાવી જતાં બીજા બધા જ આહારને ભૂલી જઈએ તે જીભની તલ્લીનતા છે. શાસ્ત્ર કહે છે કે આવી જ તલ્લીનતા પરમાત્મા પ્રત્યે હોવી જોઇએ. આનંદઘનજી મહારાજ કહે છે કે હજારો માણસની ભીડમાં પણ દોરડા પર નાચતો નટ પોતાની નજર દોરડા પરથી હટાવતો નથી. તેવી જ રીતે સંસારના હજારો કામો વચ્ચે પણ પરમાત્માનું એકક્ષણ માટેનું અવિસ્મરણ કોટીભવોના કર્મોનો નાશ કરવા સમર્થ છે. માગુત્ત - ગાર્નનપુત (f3.) (જેણે ઇંદ્રિયોને ગોપવી રાખી છે.) આચારાંગ સૂત્રમાં કહેલું છે કે “સાધુએ પોતાના મન-વચન અને કાયાની પ્રવૃત્તિને ગોપવવી જોઇએ.' પ્રશ્ન થયો કે કોની જેમ ઇંદ્રિયની પ્રવૃત્તિઓને ગોપવવી. ઉત્તરમાં કહ્યું કે સૂર્નવસંવૃત્તપત્ર અર્થાત્ કાચબાની જેમ ઇંદ્રિયની પ્રવૃત્તિનો નિરોધ કરવો જોઇએ. જેવી રીતે આત્મરક્ષા માટે કાચબો ઢાલસ્વરૂપ પીઠમાં છૂપાઇ જાય છે. તેવી રીતે અશુભકર્મોરૂપી શત્રુથી બચવા માટે સાધુએ જિનેશ્વર પરમાત્માની આજ્ઞાપાલનરૂપી ઢાલથી ઇંદ્રિયોને ગોપવવી જોઇએ. મ7િ - 3r (ઈ.). (કન્દવિશેષ, બટાટા) આચારાંગસૂત્રની દીપિકામાં કહેવું છે કે “અનંતકાય બત્રીસ પ્રકારે છે. જીવબાહુલ્ય પ્રધાન હોવાથી જીવદયાપ્રેમીએ તેનો ત્યાગ 365 -