Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં કહેલું છે કે “જેવી રીતે એક બાળક નિર્દોષ ભાવે પોતાના કાર્ય કે અકાર્યને માતા-પિતા સન્મુખ નિવેદન કરે છે. તેવી જ રીતે સંસારભીરૂ સાધુ કે શ્રાવકે અહંકાર અને માયાનો ત્યાગ કરીને પોતે સેવેલા દુષ્કૃત્યોનું ગુરુ સમક્ષ નિવેદન કરવું જોઈએ.' आलोयणाणय -- आलोचनानय (पुं.) (ગુરૂ પાસે આલોચના કરવાની પદ્ધતિ) વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવવામાં આવ્યું છે કે “સાધુ કે ગૃહસ્થ ગુરૂની પાસે કેવી રીતે આલોચના કરવી. તેમાં લખ્યું છે કે બે હાથ જોડીને, વિનમ્ર ભાવ સાથે, વાણીમાં મૃદુતા લાવીને જે દોષ જેવા ભાવથી અને જે પ્રવૃત્તિથી સેવ્યું હોય, તેને શબ્દશઃ વર્ણવે. તેમાં ક્યાંય પણ માયા કે અહંકાર આવવા ન દે. અન્યથા ગુરૂવર આપણા દોષોની યોગ્ય શુદ્ધિ કરી શકતાં નથી.' મનોm - ૩ત્નોરના€() (આલોચના યોગ્ય પાપ, ગુરૂ સન્મુખ નિવેદન કરવાથી જેની શુદ્ધિ થાય તે દોષ) શાસ્ત્રમાં પાપ બે પ્રકારના કહેલા છે. પ્રથમ પાપ એવા પ્રકારનું છે કે જે સેવ્યા પછી ઇરિયાવહી સુત્ર બોલવાથી કે પછી મિચ્છામિ દુક્કડું બોલવા માત્રથી નાશ પામે છે. જેમ કે ગોચરી વહોરીને આવેલ સાધુ કે પછી ઘરેથી ચાલીને ઉપાશ્રયે આવેલ શ્રાવક ગમનાગમનથી જે વિરાધના થઇ હોય તે ઇર્યાવહી સૂત્રથી પ્રાયશ્ચિત્ત કરે છે. તેના માટે વિશેષ પ્રાયશ્ચિત્ત લેવું પડતું નથી. જયારે બીજું પાપ એવું છે કે જેની શુદ્ધિ ગુરુ પાસે નિવેદન કર્યા વિના થતી નથી. અર્થાતુ ગુરુ સમક્ષ સેવેલ પાપનું પ્રકાશન કરીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે વિધિ અનુસાર પાળે ત્યારે જ તે પાપની શુદ્ધિ શક્ય બને છે. આ કક્ષાના પાપને આલોચના પણ કહેવાય आलोयणायरिय - आलोचनाचार्य (पुं.) (જેમની પાસે પાપ પ્રકાશાય તે ગુરૂ, આલોચનાદાતા ગુરૂ) अलोयणाविहिसुत्त - आलोचनाविधिसूत्र (न.) (પ્રાયશ્ચિત્તનું કથન કરનાર સૂત્ર) જેની અંદર જીવ દ્વારા જે પાપ કરવામાં આવતાં હોય તેનું વિવરણ હોય. સાથે સાથે જે પાપ સેવાયું હોય તેનું કઈ પદ્ધતિએ પ્રાયશ્ચિત્ત થાય તેનું પણ કથન કરવામાં આવ્યું હોય તેવા સૂત્રોને આલોચનાવિધિસૂત્ર કહેવામાં આવે છે. પિસ્તાલીસ આગમ અંતર્ગત છ છેદસૂત્ર નામક આગમોમાં દોષનું સેવન અને કયા જીવને કયા દોષનું કેવું પ્રાયશ્ચિત્ત આપવું તેનું વિસ્તૃત કથન કરવામાં આવેલું છે. આ છેદસૂત્ર ભણવાના અધિકારી માત્રને માત્ર સાધુ ભગવંત જ છે. અને તેમાં પણ ગુરૂ જેને આજ્ઞા કરે તે જ સાધુ ભગવંત ભણી શકે છે. आलोयदरिसणिज्ज - आलोकदर्शनीय (त्रि.) (દૃષ્ટિના વિષયભૂત ક્ષેત્રમાં રહેલ) પપાતિક સૂત્રમાં કહેવું છે કે ‘વિશિષ્ટ મંગલકાર્યાર્થે પ્રયાણ કરવાનું થાય ત્યારે સાધુએ કે ગૃહસ્થ શુકનને ચકાસીને નીકળવું. શુકનનું નિરીક્ષણ પણ જે દૃષ્ટિના વિષયભૂત ક્ષેત્રમાં રહેલ હોય તેટલાનું જ કરવું. જે અત્યંત દૂર હોય કે અતિઉચ્ચ સ્થાને રહેલ હોય તેવા અદર્શનીય શુકનને કોઈ સ્થાન ન આપવું.' માનો - માનો (વિ.) (કાંઈક ચંચળ). શાસ્ત્રમાં કહેલું છે કે સંસારમાં કોઇ જ વસ્તુ સ્થિર નથી. દરેક વસ્તુ ચંચળ અને નાશવંત છે. વૈરાગ્યશતક ગ્રંથમાં કહેલું છે કે લક્ષ્મી હાથીના કાન જેવી ચંચળ છે. જેમ હાથીના કાન ક્યારેય સ્થિર નથી રહી શક્તાં, તેવી જ રીતે લક્ષ્મી ક્યારેય એક સ્થાને સ્થિર નથી રહી શકતી. અરે પુરુષના પ્રાણો પણ ઘાંસ ઉપર રહેલ ઝાકળના બિંદુ સમાન ચંચળ છે. આ જગતમાં જો કોઇ સ્થિર હોય તો તે જિનેશ્વર પરમાત્માનો ધર્મ અને અનંત સુખનું સ્થાન એવું મોક્ષસ્થાન છે. 370