Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आलोएमाण - आलोकयत् (त्रि.) (જોતો, દેખતો) आलोएयव्व - आलोचितव्य (त्रि.) (પ્રકાશવા લાયક, નિવેદન કરવા યોગ્ય અપરાધાદિ) મનોવ - કાનો (ઈ.) (1. રૂપી પદાર્થ, દશ્યમાન 2. પ્રકાશ, ઉજાસ) પિંડનિર્યુક્તિ ગ્રંથમાં ગોચરીના સુડતાલીસ દોષનું વર્ણન કરવામાં આવેલું છે. તદંતર્ગત એકદોષ એવો છે કે જે સ્થાનમાં આહાર કે વ્યક્તિનું મુખ વગેરે સ્પષ્ટ દેખી શકાતું ન હોય, તેવા અંધકારવાળા સ્થાનમાં આહાર ગ્રહણ કરવાથી પ્રદોષ નામક દોષ લાગે છે. ભદ્રબાહુ સ્વામી કહે છે કે જે સ્થાનમાં સૂર્યાદિનો પ્રકાશ આવતો હોય. જયાં આહાર કે તેમાં પડેલ વસ્તુ વગેરે સ્પષ્ટ રીતે જોઇ શકાતી હોય તેવા જ ઉજાસવાળા સ્થાને જ સાધુએ આહાર ગ્રહણ કરવાનો આગ્રહ રાખવો. પ્રકાશરહિત સ્થાનમાં ભિક્ષા લેવાથી પ્રાયશ્ચિત્ત આવે છે. માત્નો - માનવ () (આલોચના કરનાર, નિવેદન કરનાર) आलोयचल - आलोकचल (त्रि.) (જોવાની લાલસાવાળો, દર્શનની ઇચ્છાવાળો) કહેવાય છે કે ભાવતીર્થંકર જયારે પૃથ્વીતલ પર વિચરણ કરી રહ્યા હોય છે. ત્યારે તેમની સેવામાં ઓછામાં ઓછા સવા કરોડ દેવ વિદ્યમાન હોય છે. કહેવાય છે કે પરમાત્મા જયારે વિહારમાં હોય છે ત્યારે દેવો તેમના મુખકમલનું દર્શન કરવા માટે રીતસરની પડાપડી કરતાં હોય છે. શાસ્ત્રમાં લખેલું છે કે તેઓ સમgfઋયા ભાવથી દર્શનની લાલસા છોડી શકતાં નથી. અર્થાત્ પહેલા હું પહેલા હું એવા ભાવથી દેવો એક બીજાને પ્રતિસ્પર્ધા કરીને સ્વયે આગળ આવવાનો પ્રયત્ન કરે છે. ધન્ય હશે તે પળ જેમાં આવું દશ્ય સર્જાયું હશે, ધન્ય હશે તે નયનો જેણે આદેશ્યને જોયું હશે. અને ધન્ય હશે તે કર્ણો જેણે દેવોના તે શબ્દોનું પાન કર્યું હશે. માત્રોળ - માત્રોન (7) (1. દર્શન, જોવું 2. નિવેદન, નિરૂપણ 3. પ્રકાશ) * માનવન () (1. નિવેદન, નિરૂપણ 2. વિચાર) આચારાંગ સૂત્રમાં કહેલું છે કે વસ્તુ કે વિષયનો બોધ સામાન્ય અને વિશેષ એમ બે પ્રકારે થાય છે. તેમાં સામાન્ય વસ્તુના વિષયવાળું જ્ઞાન તે આલોચન છે. અર્થાત્ કોઇપણ વસ્તુ વગેરેનો અસ્પષ્ટપણે થતો બોધ તે આલોચન જાણવું. आलोयणभायण - आलोकनभाजन (न.) (જેમાં પ્રકાશ પડે તેવું ભાજન) પરમાત્માએ જેવો ઉત્તમ માર્ગ પ્રકાશ્યો છે તેમ તે માર્ગ પર ચાલવા માટેના સાધનો પણ ઉત્તમ આપ્યા છે. એટલું જ નહીં તે સાધનો પણ સકારણ અને ગહન અર્થવાળા છે. જેમ કે સાધુએ આહાર વાપરવા માટે કેવા ભાજનનો ઉપયોગ કરવો જોઇએ, તો જેમાં પ્રકાશ અંદર જઇ શકતો હોય તેવા પહોળા મુખવાળા પાત્રનો સ્વીકાર કરવો. જે સાંકડા મુખવાળું હોય. જેમાં પ્રકાશ ઓછો અને અંધકાર વધુ હોય તેવા ભાજનનો ત્યાગ કરવો જોઇએ. આવું કહેવા પાછળ જીવદયાના ભાવ પ્રધાનપણે રહેલ છે. आलोयणा - आलोचना (स्त्री.) (ગુરૂ સમક્ષ દોષોનું નિવેદન, દોષોનું કથન કરવું તે) 369