Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust

View full book text
Previous | Next

Page 404
________________ માત્રય - માનય (ઈ.) (મકાન, ઘર, સ્થાનવિશેષ) બેશક આપણું શાસન પુરુષપ્રધાન છે. છતાં પણ આ શાસનમાં સ્ત્રી કે પુરુષનો ભેદ કરવામાં નથી આવ્યો. જેમ આરાધના સાધના કરીને પુરુષ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી જ રીતે સ્ત્રી પણ સર્વજ્ઞપ્રણિત અનુષ્ઠાનોની આરાધના કરીને મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. તેના માટે કોઇ જ વિરોધ કરવામાં આવ્યો નથી. એટલુ જ નહીં સ્ત્રીને જિનધર્મમાં સન્માનની નજરે જોવામાં આવે છે. ચંદનબાલા, મૃગાવતી, અનુપમા દેવી વગેરે તેના પ્રસિદ્ધ ઉદાહરણ છે. સુભાષિત સંગ્રહોમાં પણ કહેલું છે કે જે ઘરમાં સ્ત્રી પૂજાય છે. તે ઘરમાં દેવો નિત્ય વાસ કરે છે. મrdયમુન - માયા (પુ.) (1. બાહ્યચેષ્ટા 2. પડિલેહણા 3. ઉપશમ ગુણ) ઉપશમગુણની સજઝાયમાં કહેલું છે કે “ઉપશમ આણો ઉપશમ આણો ઉપશમ ગુણમાંહિ રાણો રે” અર્થાતુ જીવનું ઉત્થાન કરાવનારા જેટલા પણ ગુણો છે તે બધાનું આધિપત્ય કરનાર જો કોઇ ગુણ છે તે તે ઉપશમ છે. ચિત્તની અવિચલિત અવસ્થા તેને ઉપશમ કહેલ છે. સુખ કે દુખના અવસરમાં સ્થિરભાવને ધારણ કરનાર જીવ ઉપશમી છે, બધા જ ગુણ હોવા છતાં જો ઉપશમ નથી તો તમે હજી અપૂર્ણ છે. પરંતુ એક ઉપશમ ગુણ છે તો બાકીના બધા જ ગુણો સ્વયમેવ આવીને તમારામાં વાસ કરે છે. आलयविन्नाण - आलयविज्ञान (न.) (બૌદ્ધમત માન્ય વિજ્ઞાનવિશેષ) માયામિ () - માત્રયસ્વામિ () (મકાનમાલિક, ઘરનો સ્વામી) પ્રવચન સારોદ્ધારમાં સ્થાનાદિ આશ્રયીને માલિકના અલગ અલગ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જેમ કે દક્ષિણાર્ધ ભરતક્ષેત્રના અધિપતિ સૌધર્મેન્દ્ર છે. ચક્રવર્તી છ ખંડના માલિક છે. મંડલિકાદિ રાજા અમુક રાજ્ય કે નગરના અધિપતિ હોય છે. ગામમુખી કે સરપંચ તે અમુક ગામના માલિક હોય છે. તથા અમુક મહેલ, હવેલી કે મકાનના અધિપતિ હોય છે. સર્વથા અદત્તાદાનવિરમણ વ્રતના સ્વામી એવા સાધુ યથા યોગ્ય પ્રસંગે જે તે અધિપતિની રજા લઈને તેમની અંતર્ગત આવતા સ્થાનનો ઉપયોગ કરનારા હોય છે. જે સાધુ પૂછ્યા વિના તેનો ઉપયોગ કરે છે તેઓ ત્રીજા મહાવ્રતનું ખંડન કરાનારા છે. आलयसुद्धाइलिंगपरिसुद्ध - आलयशुद्धादिलिङ्गपरिशुद्ध (पुं.) (ગૃહશુદ્ધિના ચિહ્નોથી પરિશુદ્ધ) આજના સમયમાં વાસ્તુશાસ્ત્રનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. નવું ઘર લેનાર વ્યક્તિ વાસ્તુશાસ્ત્રના નિયમોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જે ઘર વાસ્તુના દોષ વગરનું હોય તેમાં રહેવાનું વધુ પસંદ કરે છે. કારણ કે તેને ખબર છે કે વાસ્તુના દોષરહિત ગૃહ તેના જીવનના વિકાસમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. ઘર વાસ્તુદોષ રહિતનું જોઇએ છે. પરંતુ આપણું તન, મન કે જીવન દોષરહિત પરિશુદ્ધ છે કે નહીં તેની દરકાર ક્યારેય રાખી છે? ના જરાય નહીં. જો વાસ્તુદોષવાળું ઘર વિહ્નો લાવી શકે છે. તો પછી અગણિત દોષોથી ભરેલા જીવનમાં આનંદ કે શાંતિની પ્રાપ્તિ ક્યાંથી થવાની છે. ઝત્રિવિધUT - આવિષ્ય () (મીઠાં વગરનું, લવણરસથી ભિન્ન) માનસ - માનસ (.) (આળસી, પ્રમાદી) સિંહ આળસુ બનીને શિકાર કરવાનું છોડી દે તો તે ભૂખે મરે છે. વ્યક્તિ શ્વાસ લેવાનો પ્રયાસ છોડીને પ્રમાદી બની જાય તો મૃત્યુને જલ્દી ભેટે છે. તેવી રીતે આત્મા સદ્ગુણો મેળવવાના પ્રયત્નોને છોડી દે છે તો તેવા પ્રમાદી આત્મામાં દુર્ગુણો જલ્દી પ્રવેશી જાય છે. અને ભવોના ભવો સુધી તેના આત્માનું ઉત્પીડન કરતાં રહે છે. 31 -

Loading...

Page Navigation
1 ... 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458