Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ સાધુ જ સચ્ચારિત્રી છે. એકલા જ્ઞાનવાળો કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિવાળો સાધુ આચારયુક્ત નથી બનતો. આચારોના જ્ઞાન અને તેના પાલનથી જ શ્રમણ બનાય છે.” आयारवज्जिय - आचारवर्जित (त्रि.) (આચારરહિત, આચારહીન). શિષ્ટ પુરુષોએ આચરેલ કે ઉપદેશેલ ધર્મ તે આચાર છે. જેમ સુગંધવિનાનું ફૂલ નકામું છે. મીઠાશ વગરની મિઠાઇ નકામી છે. લુણ વગરની રસોઇ નકામી છે. તેમજ આપ્તજને બતાવેલ આચારો વિનાનું ચારિત્રજીવન પણ સર્વથા નિરર્થક છે. જે સાધુ આચારહીન છે તે સોનાની થાળીમાં લોઢાની મેખ બરોબર પ્રવૃત્તિ કરનારા છે. आयारविणय - आचारविनय (पुं.) (વિનયપૂર્વક આચાર પાળવા તે, વિનયનો એક ભેદ) વિનય અને નમ્રતા પૂર્વક જ્ઞાનાદિ સાધ્વાચારનું પાલન તે આચારવિનય છે. અથવા તો સાધુનો આચાર આત્મા પર લાગેલા કર્મોને દૂર લઈ જનાર હોવાથી તે આચાર વિનય છે. પ્રવચન સારોદ્ધાર ગ્રંથમાં આ આચારવિનય 1. સંયમસામાચારી 2. તપસામાચારી 3. ગણસામાચારી અને એકાકાવિહારસામાચારીરૂપ ચાર પ્રકારનો કહેલો છે. મારવે- મારવેલ(a.) (આચારની વેદી જેવી પુણ્યભૂમિ) आयारसंवया - आचारसंपत् (स्त्री.) (આચાર સંપદા, શ્રેષ્ઠ આચાર) દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનમાં કહ્યું છે કે “જે શ્રમણ પ્રથમ આચારાંગ આગમનું અધ્યયન કરે છે તે દશવિધ શ્રમણધર્મનો જ્ઞાતા બને છે. અર્થાત સૂત્ર અને અર્થ એમ સંયુક્તપણે આચારાંગસૂત્રના અધ્યયનથી સાધુ આચારસંપત્તિવાળો બને છે. સ્થાનાંગ સુત્રમાં આ આચારસંપત્તિ 1. સંયમધુવયોગયુક્તતા, 2. અસંપ્રગ્રહ, 3. અનિયતવૃત્તિ અને 4. વૃદ્ધશીલતા એમ ચાર પ્રકારે કહેલી છે. आयारसत्य - आचारशास्त्र (न.) (આચારાંગ સૂત્ર) आयारसमाहि- आचारसमाधि (पुं.) (સમાધિનો એક ભેદ) નિરતિચારપણે આચારોનું પાલન તે આચારસમાધિ છે. તથા સંક્તિચિત્તથી ચારિત્રનું પાલન તે આચારની અસમાધિ છે. શાસ્ત્રમાં આચારસમાધિ ઇહલોકસંબંધિ, પરલોક્સબંધિ, વ્યવહારલોકસંબંધિ તથા અરિહંતહેતુ સંબંધિ એમ ચાર પ્રકારે કહેલી બાવીસુ - માવાત (2) (1. આચારસંબંધિ શાસ્ત્ર, 2. સૂયગડાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન) સંસારના ભાવોનો ત્યાગ કરનારા સાધુએ મૂલગુણ અને ઉત્તરગુણરૂપ આચારોનું પાલન કરવું ફરજીયાત છે. પરંતુ આચારોના પાલન માટે તેનું જ્ઞાન હોવું તે અતિઆવશ્યક છે. પરમશ્રદ્ધય એવા ગણધર ભગવંતોએ આચારોનું કથન કરનારા એવા આચારકૃતની રચના કરી છે. જે આચારાંગ, દશવૈકાલિકરૂપે જગપ્રસિદ્ધ છે. આ શાસ્ત્રોના અધ્યયન દ્વારા ગીતાર્થ થયેલ સાધુ આચારોનું સહજતયા પાલન કરી શકે છે. જેના પ્રભાવે પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ જેઓ અગીતાર્થ છે. અબહુશ્રત છે એવા સાધુઓ અનાચારના પાલન દ્વારા સંસારને વધારનારા છે. आयारसुयक्खंध - आचारश्रुतस्कंध (पुं.) (આચારાંગનો નવબ્રહ્મચર્ય અધ્યયન નામક આચારશ્રુતસ્કંધ) 2342