Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શ્રાવકની અગિયાર પ્રતિમા અંતર્ગત આવતી આઠમી પ્રતિમાનું નામ આરંભપરિજ્ઞાત છે. આ પ્રતિમા આઠમાસ સુધી ધારણ કરવાની હોય છે. આ સમય દરમિયાન શ્રાવકે પોતાના અર્થે કોઇપણ પ્રકારના આરંભ-સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. માત્ર સ્વયં આરંભ સમારંભ કરે એટલું નહીં, પરંતુ બીજા પાસે પણ આરંભાદિ કરાવે નહીં. અને જેઓ આરંભાદિ કરે છે તેની અનુમોદના પણ કરતાં નથી. आरंभपसत्त - आरम्भप्रसक्त (त्रि.) (પૃથ્વીકાયાદિ જીવહિંસામાં તત્પર) મામા - મરશ્નન (ઉ.) (આરંભ-સમારંભથી ઉત્પન્ન થયેલ, હિંસાથી જન્મેલ) સર્વ સાંસારિક ભાવોનો ત્યાગ કરીને મુનિવેષને ધારણ કરનાર સાધુ મોક્ષમાર્ગનો પથિક છે. અને જેમ મુસાફર પોતે માર્ગથી ભટકી ના જાય તેનું પૂરેપુરું ધ્યાન રાખતો હોય છે. તેવી રીતે સાધુએ પણ પોતાના ઉદ્દેશ્યથી કે સત્યમાર્ગથી ભ્રષ્ટ ન થાય તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું ઘટે. જીવોના આરંભાદિ ઉત્પન્ન થયેલ દુખ કે તે દુખના કારણભૂત કર્મોના સ્વરૂપને જાણીને સાધુ તે બધાથી પરહેજપાળે છે. અર્થાત્ તે બધાથી દૂર રહે છે. आरंभपेसउहिट्ठवजय - आरम्भप्रेषोद्दिष्टवर्जक (पु.) (આઠમી પ્રતિમાનો ધારક શ્રાવક) જીવોના વધસ્વરૂપ આરંભ, પોતાનાથી અન્ય પાસે પ્રેષણ અર્થાતુ કૃષિ આદિ કરાવવું તથા કોઇ નિશ્ચિત શ્રાવકાદિને આશ્રયીને સચિત્તને અચિત્ત કરાવવા રૂપ પાકાદિનો ત્યાગ જમા કરવામાં છે તે આઠમી પ્રતિમા અને તેના ધારક શ્રાવકમાં અભેદ હોવાથી આરંભpષાદિષ્ટવર્જક કહેલ છે. મારંભ - મારઝૂરત (ર.) (સાવદ્ય અનુષ્ઠાનમાં તત્પર). મારંમવંત - મારવત (રિ.) (જીવહિંસાદિમાં પ્રવૃત્ત). आरंभवज्जय - आरम्भवर्जक (त्रि.) (જીવહિંસાદિનો ત્યાગ કરનાર, આઠમી પ્રતિમાને ધારણ કરનાર) आरंभविणय - आरम्भविनय (पुं.) (આરંભાદિનો અભાવ) મામfamવિ (1) - મારવિયન (ઈ.) (આરંભાદિના અભાવવાળો, સાવદ્યાનુષ્ઠાનના ત્યાગવાળો) आरंभसंभिय- आरम्भसंभृत (त्रि.) (આરંભથી ભરેલું, આરંભથી પુષ્ટ) જેવી રીતે પાપકર્મો ભયાનક છે તેમ તેના સ્થાનો પણ અતિભયાનક છે. આથી જ જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે કે જેમ પાપો ત્યાજય છે તેમ પાપસ્થાનકો પણ એટલા જ ત્યાજય છે. જો હોટલમાં ન ખાવનો નિયમ છે તો પછી બીજા સાથે તે સ્થાને જવાનું પણ ટાળવું જોઈએ. સ્વયં આરંભનો ત્યાગ કરેલો છે, તો પછી જયાં આરંભ સમારંભ થતા હોય તે સ્થાન અને આરંભાદિને આચરનાર વ્યક્તિના સંપર્કનો પણ ત્યાગ કરવો જ જોઈએ. અન્યથા પાપોને જીવનમાં પ્રવેશતા વાર લાગતી નથી. आरंभसच्च- आरम्भसत्य (त्रि.) (આરંભળવષયક સત્ય. આરંભસંબંધી સત્ય)