Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આપણે જિનાલયમાં અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ, રોજ 108 બાંધી નવકારવાળી ગણીએ છીએ, દરરોજ સામાયિક કરીએ છીએ અને પ્રતિદિનજિનવાણીનું શ્રવણ કરીએ છીએ. અને આ બધી ક્રિયાઓ કરીને આપણે સમજીએ છીએ કે અમે ધર્મી છીએ. એકવાર તમારા અંતરાત્માને પૂછજો કે શું આ બધી ક્રિયા કરતી વખતે ખરેખર તમારું મન કે આત્મા તેમાં તન્મય હોય છે. તમને અર્જુનની જેમ અનુષ્ઠાનોમાં તત્પરતા રહે છે. જવાબ જો ના છે તો સમજી રાખજો કે તમને ધર્મી હોવાનો માત્ર ભ્રમ છે. તમે હજી સુધી સાચા અર્થમાં ધર્મી થઈ શક્યા નથી. Ruહત્તા - માધ્ધ (વ્ય.) (આરાધના કરીને, સેવન કરીને) आराहिय - आराधित (त्रि.) (આરાધના કરેલ, આરાધલ, સેવેલ) आराहियसंजम - आराधितसंयम (त्रि.) (આરાધેલ ચારિત્ર, સંયમનું પાલન કરેલ) જેવી રીતે કાચુ અન્ન તમને સ્વાદ નથી આપતું પરંતુ તમારી ભૂખ તો ચોક્કસ ભાગે જ છે. તેની પાછળ તે અત્રમાં રહેલ ભૂખશમનનો રહેલ ગુણ કારણ છે. તેમ સમ્યગ ભાવરહિત દ્રવ્યથી પણ આરાધેલ સંયમ જીવને યશ, કીર્તિ, સંપત્તિ, સદ્ગતિ વગેરે સુખોની પ્રાપ્તિ તો કરાવી જ શકે છે. તેમાં તે જીવનો પ્રભાવ નહીં પરંતુ આરાધેલ સંયમનો સ્વભાવ કારણભૂત છે. તેનું શાસ્ત્રીય ઉદાહરણ 9 રૈવેયકમાં જનારો અભવ્યનો જીવ છે. તેને માત્ર દ્રવ્ય ચારિત્રપાલનના બદલામાં ઉત્કૃષ્ટ એવા દૈવીસુખની પ્રાપ્તિ થતી હોય છે. માર (5) - ગતિ (f) (1. સેવેલ, આરાધેલ 2. બોલાવેલ) મરિસ - મા (2) (વિવાહનો એક ભેદ, આર્ષવિવાહ) કોર્ટ મેરેજ, આંતરજ્ઞાતીય લગ્ન કરનાર લોકોને વૈદિક શાસ્ત્રમાં કહેલ શાસ્ત્રીય વિવાહના કક્કાનું પણ જ્ઞાન નથી. આપણા ત્યાં કુલ ચાર પ્રકારના વિવાહ બતાવવામાં આવેલા છે. તેમાં એક વિવાહ આર્ષવિવાહ પણ છે. આ વિવાહમાં પિતા જમાઈને પોતાની પુત્રીની સાથે ગૌયુગલ એટલેકે ગાય અને બળદનું જોડકું પણ ભેટમાં આપતાં હતાં. તેના દ્વારા તેઓ એક સંદેશ આપે છે કે જેમ દુધ કે ખેતીમાં ધાન્યની પ્રાપ્તિ માટે તમે આ ગાય-બળદનું પાલન પોષણ કરશો. તેવી જ રીતે ઘરની સમૃદ્ધિની વૃદ્ધિ માટે અને આવનારી પેઢીમાં ઉત્તમ સંસ્કારનું સિંચન થાય તે અર્થે પણ આ ગૃહલક્ષ્મીનું યોગ્ય પાલન-પોષણ કરજો. બોલો આવી ઉમદા ભાવના આજના ક્યાંય પશ્ચિમી લગ્નોમાં જોવા મળે છે ખરી? માર(ર) - આરોm () (સ્વાથ્ય, રોગનો અભાવ) રૂષ્ણતા એટલે રોગી પણું અને રોગનો સર્વથા અભાવ તે આરોગ્ય છે. ઉત્તરાધ્યયન આગમના સત્યાવીસમાં અધ્યયનમાં કહેલું છે કે જેમાં આરોગ્ય હોતે છતે શરીરમાં રોગના એકપણ લક્ષણ જોવા નથી મળતા. તેમ ધર્મરૂપી આરોગ્ય વિદ્યમાન હોતે જીતે જીવમાં પાપરૂપી વિકારો અલ્પાંશે પણ ઉદ્ભવતાં નથી. आरुग्गदिय - आरोग्यद्विज (पुं.) (ઉજજયિનીમાં રહેનાર બ્રાહ્મણવિશેષ) મારુ (7) સાપત્ર - મારયત્ન (ઉ.) (આરોગ્યરૂપી ફળ) 353