Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આચારાંગસૂત્રમાં કહેલું છે કે જે સાધુસ્વઆચારોમાં શિથીલ થઇ જાય છે અને વિષયોની અભિલાષાને વશ થઈને, સાવદ્યપ્રવૃત્તિને આચરે છે તે વાસ્તવમાં સાધુ જ નથી. ભવૈયાની જેમ માત્ર વેશને ધારણ કરનાર લોકમનોરંજક છે.” आरंभजीवि- आरम्भजीविन् (त्रि.) (સાવદ્ય ક્રિયાથી આજીવિકા ચલાવનાર, ગૃહસ્થ) કહેવાય છે કે ગૃહસ્થાવાસમાં રહેલ શ્રાવક સર્વથા આરંભ-સમારંભ વિના પોતાની આજીવિકા ચલાવી શકતો નથી. તેણે પોતાના શરીર અને કુટુંબના નિર્વહન માટે સાવદ્ય ક્રિયાનો આશ્રય લેવો જ પડતો હોય છે. છતાં પણ મોક્ષાભિલાષી અને પાપભીરૂ શ્રાવક એવા અનુષ્ઠાનોને પસંદ કરે કે જેમાં હિંસા અલ્પમાત્રામાં રહેલી હોય. શ્રાવક શાસ્ત્રોમાં કહેલ પંદર કર્માદાનવાળા વ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક અલ્પહિંસાવાળા વ્યાપારથી આજીવિકા ચલાવનારો હોવો જોઇએ. આચારાંગ સૂત્રમાં આવા શ્રાવકને કાદવમાં રહેલ નિર્લેપ કમળની ઉપમા આપેલી છે. आरंभट्ठाण - आरम्भस्थान (न.) (સાવઘક્રિયાનું સ્થાન, આરંભ-સમારંભનું સ્થાન) આરંભસ્થાનની વ્યાખ્યા કરતાં સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે “જ્યાં હિંસાબહુલ ક્રિયાથી અવિરતિ હોય, અને જેમાં વિરતિના પરિણામનો અભાવ હોય તે પ્રત્યેક સ્થાન આરંભસ્થાન જાણવા.” જેમ કે અનાર્ય દેશ, ખેતીવાડી, પશુપાલન વગેરે વ્યાપાર. આ દરેક સ્થાન આરંભસ્થાન જાણવા. ગામ(1) - મારમાર્થન() (સાવઘક્રિયામાં પ્રવૃત્ત) આચારાંગ સૂત્રમાં પૂછવામાં આવ્યું છે કે આરંભાર્થી કોને કહેવાય. તેનો પ્રત્યુત્તર આપતા જણાવ્યું છે કે “વિષયોની વાંછાથી કે પછી આચારોમાં શિથીલ થઇને જીવવધના કારણભૂત સાવઘક્રિયા કરનારા શાક્યાદિ અન્ય સાધુઓ તેમજ કુશીલ વગેરે સાધુઓ આરંભાર્થી જાણવા.” आरंभणिस्सिय - आरम्भनिश्रित (त्रि.) (સાવઘાનુષ્ઠાનને આશ્રયીને રહેલ, પાપારંભ કરનાર) आरंभदोस - आरम्भदोष (पुं.) (પાપક્રિયાનું ફળ) માહિમા - મતિ(a.) (આઠમી પ્રતિમા) જેવી રીતે સર્વવિરતિધર સાધુની બાર પ્રતિમા કહેલી છે. તેવી જ રીતે ગૃહસ્થાવસ્થામાં રહેલા શ્રાવકને ધારણ કરવાની અગિયાર પ્રતિમા કહેલી છે. આ અગિયાર પ્રતિમા અંતર્ગત આઠમી પ્રતિમાનું નામ આરંભ પ્રતિમા છે. આ પ્રતિમા આઠ મહિના પ્રમાણની હોય છે. અને આરંભપ્રતિમાને ધારણ કરનાર શ્રાવકે આઠ માસ સુધી કોઇપણ પ્રકારના આરંભ-સમારંભનો ત્યાગ કરવાનો હોય છે. એટલે કે સાધુની જેમ કોઇપણ સાવદ્ય ક્રિયામાંથી નિવૃત્તિ લેવાની હોય છે. आरंभपरिग्गहच्चाय- आरम्भपरिग्रहत्याग (पुं.) (આરંભ અને પરિગ્રહનો ત્યાગ). પૃથ્વીકાય વગેરે ષટૂકાય જીવોની હિંસા કરવી તે આરંભ છે. તથા મૂછને વશ થઇને બાહ્ય વસ્ત્ર, પાત્રાદિનો સંગ્રહ કરવો તે અથવા મિથ્યાત્વાદિ ભાવોને ધારી રાખવા તે આંતરિક પરિગ્રહ છે. જે સાધુ કે શ્રાવક સંસારના કારણભૂત એવા આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરે છે તે સર્વબંધનોથી રહિત એવા મોક્ષફળને પ્રાપ્ત કરે છે. आरंभपरिण्णाय - आरम्भपरिज्ञात (पुं.) (શ્રાવકની આઠમી પ્રતિમા) 345 -