Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માયાજાળુમોન - માવાનુયોગ (ઈ.) (સૂત્રના કથન પછી અર્થનું કથન કરવું તે) આધાર વિના આધેય અને આધેય વિના આધાર નિરર્થક છે. તેમ સૂત્ર વિના અર્થ અને અર્થ વિનાનું સૂત્ર નિરર્થક છે. આથી પ્રત્યેક શાસ્ત્રોના સૂત્રોનો તેના અર્થની સાથે વિનિમય કરવામાં આવેલો છે. જ્યારે જયારે ઉપદેશક સૂત્રોનું કથન કરે છે. ત્યારબાદ તે સૂત્રનો અર્થ પણ વિસ્તારથી શ્રોતાને જણાવે છે. આમ સૂત્રના કથન બાદ તે સૂત્રને સંલગ્ન અર્થનું કથન કરવું તેને અનુયોગ કહેવામાં આવે છે. જેમ આચારાંગ સૂત્રમાં આચાર સંબંધિ સૂત્ર કહ્યા બાદ તેના અર્થનું કથનને આચારાનુયોગ છે. અથવા બીજી રીતે સંક્ષિપ્ત સૂત્રોના અર્થનું વિસ્તારપૂર્વક કથન કરવું તે આચારાનુયોગ છે. आयारोवगय - आचारोपगत (त्रि.) (1. ૧૪મો યોગસંગ્રહ, 2. યોગવિશેષનું પાલન કરવું) તમે સાચા આચારવાનું છો કે ખરેખર વિનયી ગુણવાળા છો તેનું પ્રમાણ શું તો શાસ્ત્રમાં તેનો ઉત્તર આપતાં કહ્યું છે કે જે જીવ ખરેખર સંયમી છે. આચારપાલનમાં સદૈવ તત્પર છે. તે કદાપિ ક્યાંય માયાને સેવતો નથી. તે કપટભાવે આચારોનું પાલન નથી. પરંતુ ખરા ભાવથી સરળહૃદયે આચારોને સેવનારો હોય છે. તેવી જ રીતે જે ખરા અર્થમાં વિનયી છે તે કદાપિ અહંકારનો આશ્રય કરતો નથી. માયા - માયાસ (ઈ.) (ખેદ, ચિંતા) ચિંતા બે પ્રકારની હોય છે. શારીરિક અને માનસિક શક્તિથી અધિક કામ કરવાના કારણે શરીરને જે પરિશ્રમ પડે છે. તેના કારણે શરીરમાં જે થાક ઉત્પન્ન થાય તે શારીરીક ખેદ કે ચિંતા છે. જયારે જીવનમાં અણધારી આવી પડેલી આફતોને કારણે મનમાં જે ખેદ પ્રગટ થાય છે, તે માનસિક ચિંતા છે. સુભાષિતમાં કહેવું છે કે ચિંતા અને ચિતામાં આમ જોવા જાવ તો કોઇ ઝાઝો ફરક નથી. કેમ કે ચિતા મૃત વ્યક્તિને બાળે છે. જ્યારે ચિંતા જીવતા વ્યક્તિને પ્રતિક્ષણ બાળતી હોય છે. आयासलिवि - आयासलिपि (स्त्री.) (18 લિપિમાંની ૧૫મી લિપિ) માર - આર (પુ.) (1. આ ભવ 2. મનુષ્યલોક 3. ગૃહસ્થપણું 4. ૪થી નરકનો એક નરકાવાસ) વૈદિક શાસ્ત્રોમાં કુલ ચાર પ્રકારના આશ્રમો કહેલા છે. તે પૈકી એક આશ્રમ છે ગૃહસ્થાશ્રમ, ગૃહસ્થ એટલે સંસારનો ત્યજ્ઞ કર્યા વિના સંસારના વ્યવહારોનું સદંતર પાલન કરતો હોય તે. વડીલોનું સન્માન કરવું. બ્રહ્મચર્યનું યથાયોગ્ય પાલન કરવું. અનાર્યપ્રાયઃ કાર્યોનો ત્યાગ કરવો. આ બધા ગૃહસ્થાશ્રમના વ્યવહારો હતાં. જેના પાલન દ્વારા ગૃહસ્થનું જીવન અત્યંત પવિત્ર અને ઉત્તમ બનતું હતું. પરંતુ ખેદ છે કે આજના કાળમાં તે વ્યવહારોને બંધન, ઓર્થોડોક્ષ, સંકુચિત વિચારસરણી વગેરે ઉપનામો આપીને મોર્ડન કહેવાતા લોકો વખોડી રહ્યા છે. આજનો માનવતે ગૃહસ્થાશ્રમની સંકુચતિ વિચારસરણીથી ઉપર ઉઠી ગયો છે. પરંતુ તેનું આંતરિક ચારિત્ર તો સાવ ખાડે જ ગયેલું છે. માર - મારતY ( વ્ય.) (ઇહલોક, આ ભવ) મામ - માર* (g) (1. હિંસા, પાપવ્યાપાર 3, પ્રારંભ, શરૂઆત) શાસ્ત્રોમાં આરંભ અને અંત આદિને આશ્રયીને ચાર ભાંગા કરેલા છે. જે અનુક્રમે આદિ-અંત, અનાદિ- અનંત, આદિ-અનંત અને અનાદિ-અંત. તેમાં પ્રથમ ભાંગામાં વ્યવહાર રાશિમાં આવેલા જીવનો સંસાર પ્રારંભ થાય છે તેમ મોક્ષ પામતા અંત પણ થાય છે. બીજામાં આ સંસાર અનાદિ કાળથી હતો અને અનંત કાળ સુધી રહેવાનો છે. ત્રીજામાં જીવની મોક્ષમાં ઉત્પત્તિ થવી તે 343