Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ आयरियादेस - आचार्यादेश (पु.) (આચાર્યનું કથન, આચાર્ય ભગવંતનો આદેશ) જિનશાસનરૂપી નાવના સંચાલક એવા આચાર્ય ભગવંત પંચ પરમેષ્ઠીમાં તૃતીયસ્થાને બિરાજમાન છે. શાસ્ત્રોમાં તેઓનું કથન કે આદેશ તે તીર્થંકરના કથન બરોબર કહેવામાં આવેલું છે. આથી જે જીવ તેઓની આજ્ઞાનો આદર કરે છે. તે તીર્થકર ભગવંતનો આદર કરવા બરોબર છે. અને તેઓના કથનને કે તેમના આદેશનો જેઓ અનાદર કે તિરસ્કાર કરે છે, તે સાક્ષાત તીર્થંકર ભગવંતની અવહેલના કરે છે. आयसभायण - आयसभाजन (न.) (લોખંડનું ભાજન, લોહપાત્ર) વૈદક શાસ્ત્રમાં લોખંડમાંથી નિર્મિત પાત્રને અત્યંત નિમ્ન કક્ષાનું અને રોગને કરનારું કહેલું છે. જયારે સુવર્ણનું ભાજન તે અત્યંત ઉત્તમ અને રોગનાશક કહેલું છે. આથી સ્વાથ્યની તંદુરસ્તીને ઇચ્છતા જીવો ક્યારેય પણ લોખંડના ભાજનનો ઉપયોગ કરતાં નથી. શક્તિ હોય તો સુવર્ણ કે ૨જતના ભાજનમાં ભોજન કરે છે. અન્યથા તાંબા કે કાંસ્ય પાત્રમાં જ ભોજન કરવું જોઇએ. પરંતુ સ્ટીલ, એલ્યુમિનિયમ કે લોખંડના ભાજનનો તો ત્યાગ કરવો જ ઘટે. મારૂ - માનતિ (a.). (1, ઉત્પત્તિ, જન્મ 2, જાતિ, પ્રકાર 3. આચરણ, આચાર) વ્યવહારથી કહેવાય છે કે જન્મ અને મરણ કોઈના હાથમાં નથી હોતું. પરંતુ લોકોત્તર જિનશાસનમાં રહેલા જીવો નિર્ધારણ પૂર્વક કહી શકે છે કે મારું આગામી જન્મ કે મૃત્યુ કેવું હશે. તેનો ગર્ભિત અર્થ જણાવતા ગીતાર્થ ભગવંતો કહે છે કે જીવન દરમ્યાન તમે કરેલા સુકૃત્યો કે દુષ્કૃત્યો તમારા આગામી ભવ અને આવનારા મૃત્યુને સુનિશ્ચિત કરે છે. કાલસૌરિકનરક ગતિમાં જન્મ પામ્યો તેમાં તેના પૂર્વભવના દુષ્કર્મો હતાં. અને ત્યાં તેના અપમૃત્યુનું કારણ પણ તેના કૃત્યો જ હશે. તથા રોજના દૈવિક સુખોને ભોગવનાર શાલિભદ્રના જન્મ અને મૃત્યુમાં પણ તેઓએ પૂર્વભવમાં કરેલા આહાર દાનરૂપ સુકૃત્ય જ ઉપાદાન કારણ છે. * સાયતિ (સ્ત્રી) (1. આગમન 2. ગર્ભમાંથી નીકળવું 3. ભવિષ્યકાળ) સંસારમાં કહેવાય છે કે આમ તો બધાનો જન્મ એકવાર જ થાય છે, પરંતુ સ્ત્રીનો જન્મ બે વાર થાય છે. પહેલા તો માતા-પિતા દ્વારા આ દુનિયામાં સૌપ્રથમ વખત આવે છે ત્યારે અને બીજો જન્મ ત્યારે થાય છે જયારે તે એક સંતાનને જન્મ આપે છે. બન્નેમાં તફાવત એટલો જ છે કે પ્રથમ જન્મમાં તે માતા-પિતાના છાલને લૂંટે છે. જયારે બીજા જન્મમાં તે માતૃત્વ ધારણ કરીનેમ્પોતાની મમતાના દરિયાને પોતાના સંતાન ઉપર લૂંટાવે છે. અને ખાસ વસ્તુ તો એ છે કે માતા-પિતાનું વ્હાલ લૂંટવામાં તેનો એટલો આનંદ નથી મળતો, જેટલો આનંદ સંતાન પર મમત્વ લૂટાંવામાં મળે છે. આથી જ તો ગુજરાતી કહેવતમાં કહેવાયું છે કે “મા તે મા બીજા વગડાના વા' માયા - પ્રાયતિરસ્થાન () (1. જન્મ સ્થાન 2. સંસાર, ભવ) જીવવિચારાદિ ગ્રંથમાં જન્મ બે પ્રકારે કહેલા છે. એક સંમૂછિમ જેમાં જીવ માતા-પિતાના સંયોગ વિના અચાનક જ ઉત્પન્ન થઇ જાય છે. જેમ કે વર્ષાકાળે દેડકા, ફદા વગેરે જીવજંતુઓ. તથા બીજો ગર્ભજ જેમાં માતા-પિતાના સંયોગ દ્વારા જીવની ઉત્પત્તિ થાય તેવા જીવો. જેમ કે મનુષ્ય, પશુ વગેરે. આ બે પ્રકારના જન્મને સ્થાનાંગ સૂત્રમાં આયાતિસ્થાન કહેલ છે. * મથતિસ્થાન (7). (ભવિષ્યકાલીન સ્થાન) आयाइट्ठाणज्झयण - आजातिस्थानाध्ययन (न.) (આચારાંગ સૂત્રનું નવમું અધ્યયન) 337