Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માતા (ય) 4 - માતાપ (!) (અસુરકુમાર વિશેષ) માતા (1) વટ્ટ () - માત્માવાવિન (ઈ.) (આત્માવાદી, યથાવસ્થિત આત્માવાદી, આત્માનું કથન કરનાર મત) અનેકાંત દર્શનનો અર્થ થાય છે વસ્તુનું યથાવસ્થિત કથન કરવું. જે પદાર્થ જેવો હતો, છે અને રહેશે તે ત્રણેય અવસ્થાને વિચારીને વસ્તુસ્થિતિનું કથન કરવું તે અનેકાંતવાદ છે. એકલો આત્મા જ છે એવું કથન કરવું તે એકાંતવાદ હોવાથી અયથાવસ્થિત છે. તો પછી આત્મા જેવી કોઇ વસ્તુ જ નથી તે તો નિતરામ અસત્ય કથન છે. આ બન્ને ઉક્તિઓ આત્માનો સાચો બોધ કરાવતી નથી. પરંતુ આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયનું ચિંતન કર્યા બાદ એવું કથન કરવામાં આવે કે દ્રવ્યથી આત્મા નિત્ય છે પરંતુ પર્યાયે અનિત્ય છે. તો તે યથાવસ્થિત આત્મવાદી વાક્ય થયું. અને જેઓ આ પ્રમાણે વર્તે છે તેઓ અનેકાંતવાદી છે. મતિ () મે - આત્મિ (). (આત્માનો નાશ કરનાર સ્થાનવિશેષ) બૃહત્કલ્પ ભાષ્યમાં કહેવું છે કે “આધાકર્મી આહાર આત્માના જ્ઞાનદર્શન અને ચારિત્રરૂપ ભાવપ્રાણનો નાશ કરનાર હોવાથી તે આત્મશ્ન છે.” જે સાધુ રસલોલુપતાને વશ થઇને ગૃહસ્થ પાસે પોતાના માટે આહારનું નિર્માણ કરાવે છે. અને તેને ગ્રહણ કરીને આરોગે છે તે પોતાના ભાવ પ્રાણોનો નાશ કરે છે. તેમજ પોતાના ચારિત્રાદિક ગુણોને નાશ કરવામાં સાધુ જેટલો જવાબદાર છે. તેટલો જ જવાબદાર તે આહાર બનાવનાર ગૃહસ્થ પણ છે. અને આવો આધાકર્મવાળો આહાર સાધુ અને ગૃહસ્થ બન્નેને દુર્ગતિમાં લઇ જનાર હોવાથી તેને આત્મશ્ન કે અધઃકર્મ કહેલ છે. आता (या) हिगरणवत्तिय - आत्माधिकरणप्रत्यय (त्रि.) (ક્રિયા કરવામાં કારણભૂત, આત્મક્રિયામાં નિમિત્તરૂપ) જૈનપારિભાષિક શબ્દમાં અધિકરણ શબ્દનો અર્થ કર્મબંધ કરાવનાર આરંભ-સમારંભ થાય છે. જે કાર્યથી જીવની અલ્પ કે અધિકમાત્રામાં હિંસા થતી હોય તે પ્રત્યેક ક્રિયા અધિકરણીકી ક્રિયા છે. જે જીવ પોતાની રૂચિપૂર્વકસ્વેચ્છાએ આવા પાપારંભક્રિયામાં પ્રવર્તે છે. તેને આત્માધિકરણિકી ક્રિયા લાગે છે. અને આ જ ક્રિયા તેને દુર્ગતિમાં લઇ જવામાં કારણભૂત બને છે. માતા () fહાળિ () માત્માધિઋનિ (ઈ.) (કૃષિ આદિ પાપારંભ ક્રિયાવાળો આત્મા) માતા (1) હિર - માહિત (ર) (આત્માનું હિત કરનાર, આત્મકલ્યાણકારી) આચારાંગ સૂત્રના શ્રુતસ્કંધ પ્રથમ, અધ્યયન છે અને ઉદ્દેશ ચારની ટીકામાં કહેલું છે કે “નિશ્ચય માર્ગ મોક્ષ માટે સર્વશ્રેષ્ઠ છે. પરંતુ જે નિશ્ચય માર્ગ વ્યવહારલક્ષી ન હોય તે કદાપિ મોક્ષ અપાવી શકતો નથી.” આથી મોક્ષના સાધક શ્રમણે પણ વ્યવહાર માર્ગનું પાલન કરવાનું હોય છે. લોકોત્તર ધર્મની આરાધનામાં એ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો કે જે પણ લોકવિરુદ્ધ કાર્ય હોય તેનો સર્વથા ત્યાગ કરવો. એટલું જ નહીં જે કોઇ પણ લોકવિરુદ્ધને આચરે છે તેવા જીવોનો સંગ પણ ત્યાગવો. કારણ કે જે જીવ પોતાના આત્માનું હિત નથી કરી શકતો. તે બીજા જીવોનું કલ્યાણ કેવી રીતે કરી શકશે? પ્રાતિ (ત) પ - નિન (.) (ચર્મવસ્ત્ર, ઉંદર વગેરેના ચામડામાંથી બનેલ) મrd (3ut) ચ - ૩ાત્મજાત (ર.) (આત્મસાત્ કરેલ). તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે તમને લોભના વિચાર કેમ પ્રગટે છે અને દાનના વિચાર કેમ જલ્દી નથી આવતાં. કોઇની ઉપર ગુસ્સો જલ્દી આવે છે, પણ કોઇની ઉપર દયા-કરૂણા કેમ નથી થતી. બીજા જોડેથી માન લેવાની ઇચ્છા થાય છે, પણ કોઈને 0295 0