Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ પિંડનિર્યુક્તિમાં સાધુને ગોચરી સંબંધિત લાગતાં 42 દોષોનું વર્ણન કરવામાં આવેલું છે. તેમાં સર્વપ્રથમ દોષ આધાકર્મ નામે છે. કોઇ સાધુ રસનેન્દ્રિયમાં આસક્ત થઇને પોતાના માટે ગૃહસ્થ પાસે નિર્ધારિત આહાર બનાવે તો તેવો આહાર આધાકર્મવાળો કહેવાય છે. કારણ કે તે આહાર બનાવતા પૂર્વે જ નક્કી થઇ જાય છે કે આ આહાર સાધુ માટે છે. અને તેવા આહાર બનાવવામાં ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારની હિંસા સંભવે છે. જે સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળા સાધુને નિયમાત્યાજ્ય છે. છતાં પણ જે સાધુ તે બધાની ઉપેક્ષા કરીને સ્વ અર્થે આહાર બનાવડાવે તો તે સાધુને આધાકર્મી આહારનો દોષ લાગે છે. માત્ર સાધુને જ નહીં પરંતુ તેવા આહાર બનાવનાર શ્રાવક પણ તેટલા જ અંશે ભાગીદાર હોવાથી તે દોષી બને છે. જે દોષ બન્નેને દુર્ગતિમાં ડૂબાડનાર Tધા () ઋષિ - માથા ઋર્ષિક (ઉ.) (સાધુના નિમિત્તે બનાવેલ આહારાદિ) માથા (હા) [ -- ગાથા () (1. રાંધવું 2. ગર્ભાધાન 3. સ્થાપવું 4. કથન કરવું) વૈદિક તેમજ જૈનશાસ્ત્રોમાં જીવના ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી કરવામાં આવતી વિધિરૂપ સોળ સંસ્કાર વર્ણવવામાં આવ્યા છે. માતાના ગર્ભમાં ઉત્તમ જીવ અવતરે તે માટે ગર્ભાધાન સંસ્કાર કરવામાં આવે. બાળકનું નામ પાડવા માટે પણ નામસંસ્કરણ કરવામાં આવે. બાળક મોટો થાય એટલે અધ્યાપનસંસ્કાર કરાય. વિવાહને યોગ્ય થાય ત્યારે વિવાહ સંસ્કાર આમ જ્યારે છેલ્લે જ્યારે મૃત્યુ પામે ત્યારે જે સૌથી છેલ્લું વિધાન કરવામાં આવે તેને અગ્નિસંસ્કાર કહેવામાં આવે છે. તે પ્રત્યેક ક્રિયામાં કોઈ અંધવિશ્વાસ કે વેવલાપણું નહોતું પરંતુ જે-તે જીવમાં સારા ગુણોનું આધાન થાય અને સ્વમર્યાદામાં રહીને આ જગતની હિતપ્રવૃત્તિઓમાં સહભાગી બને એજ મુખ્ય હેતુ હતો. ગૌતમબુદ્ધ, ભગવાન મહાવીર, શ્રીકૃષ્ણ વગેરે સ્વયં મહાપુરુષ હોવા છતાં આ સોળેય સંસ્કારોને સ્વીકાર્યા છે. માધr (a) 2 - માધવ ( વ્ય.) (કરીને, સ્થાપીને, આધાન કરીને) ગાથા (હા) 4- સીથાર (કું.) (આધાર, આશ્રય, અધિકરણ) વસ્તુનો આધાર તેને રહેવાનું સ્થાન તે અધિકરણ કહેવામાં આવે છે. પાણિની વ્યાકરણમાં આ અધિકરણ ઔપશ્લેષિક, વૈષયિક અને અભિવ્યાપક એમ ત્રણ પ્રકારે કહેલા છે. કોઇ એક વસ્તુને આશ્રયીને રહેલ વસ્તુ વગેરે તે ઔપશ્લેષિક છે જેમ કે આસન પર બેઠો છે તે. કોઈ વસ્તુની ઇચ્છા તે વૈષયિક જેમ કે મોક્ષમાં ઇચ્છા છે. તથા કોઇ ગુણ વગેરે તેના આધારમાં સર્વવ્યાપીપણે રહેલ હોય તે અભિવ્યાપક છે. જેમ કે તલમાં તેલ સર્વવ્યાપી હોય છે. 3 (દ) - મfથ (પુ.) (માનસિક પીડા, મનોવ્યથા) જાહેર જીવનમાં આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આધિ-વ્યાધિ અને ઉપાધિ મનુષ્યનું જીવવું દુષ્કર કરી નાંખે છે. તેમાં શરીરમાં આવેલ રોગ તે વ્યાધિ છે. જેને અન્યભાષામાં શારીરિક પીડા પણ કહેવાય છે. ઉપાધિ તે અચાનક બહારથી આવી પડેલું દુખતે ઉપાધિ છે. જેમ કે બહાર જવાનું હોય અને અચાનક મહેમાન આવી ચઢે તો તે ઉપાધિ છે. તથા કોઇ વસ્તુ કે પરિસ્થિતિને લઈને જે મનમાં પીડા ઉપજે છે. માનસિક રીતે તમે પરેશાન થઇ જાવ છો તે આધિ છે. જેમ કે પિતાને દિકરીના લગ્નની ચિંતા, પુરુષને કમાવવાની ચિંતા વગેરે વગેરે. fધ (હિ) 8 - માધવઠ્ય (2) (અધિકપણું, અતિશય) બહેનોને ખબર જ હશે કે જો રસોઇમાં થોડું મીઠું વધારે પડી જાય તો રસોઇનો આખો સ્વાદ બગડી જાય છે. ચામાં સાકર થોડી વધારે પડી જાય તો જીભનો સ્વાદ તૂટી જાય છે. અને જો મરચું થોડુંક વધારે પડી જાય તો કોઈ તેને ખાઈ પણ શકતું નથી. માટે 303 -