Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઓધ નિર્યુક્તિમાં કહેવું છે કે ભિક્ષા વહોરવા જનાર સાધુએ સ્વાદલપટ બન્યા વિના ગોચરી ગ્રહણ કરવી જોઈએ.” આ કહેવા પાછળ કારણ એ છે કે કોઇ શ્રમણ ભિક્ષા લેવા કોઇ ઘરમાં ગયા હોય. અને તે વખતે ગૃહસ્થ રોટલીના થપ્પામાંથી ઉપરની રોટલી વહોરાવતો હોય. ત્યારે ગરમ રસોઇ મેળવવાની લાલચથી સાધુ એમ કહે કે આ ઉપરની છોડીને નીચેની ભિક્ષા મને આપો. આવો વિપર્યાસ કરીને આહાર ગ્રહણ કરે તો તેને બે પ્રકારે દોષ લાગે છે. પહેલો આસક્તિપૂર્વક આહાર ગ્રહણ કરવાથી ભિક્ષા પણ દૂષિત થાય છે. તથા આવા વિપર્યાસ કરવાના કારણે કોઈ ગૃહસ્થના મનમાં એમ થાય કે સાધુ મહારાજ પણ રાગ-દ્વેષ રાખે છે. માટે આમનામાં અને અમારામાં કોઇ ફરક નથી. એવું વિચારવાથી તેના દુષ્ટવિચારમાં સાધુ નિમિત્ત બને છે. તેમજ શાસનહીલનાનો પણ ભાગી તે શ્રમણ બને છે, મુઠ્ઠિય - સામુમિક્ટ(કિ.) (1. પરલોક, પરલોક સંબંધિ 2. દ્વિતીય અતિચારનો ભેદ) શ્રાવકના કુલ એકસો ને ચોવીસ અતિચાર કહેવામાં આવેલા છે. તેમાં એક અતિચાર એવો છે કે તમે જે ધર્મારાધના કરો છો તેને લઇને નિયાણું કરવું તે અતિચાર છે. કરેલ ધર્મારાધનાના બદલામાં આ લોક સંબંધી રાજઋદ્ધિ માંગવી કે પરલોક સંબંધી દેવદેવેન્દ્રના સુખોની વાંછા કરવી તે એક પ્રકારનો અતિચાર છે. જેમ ચા માટે ગેસ ઉપર તમે છેક સુધી દૂધ ઉકાળો અને છેલ્લે એક ટીંપુ લીંબુનું પડી જાય તો દૂધને બગાડી નાંખે છે. તેમ તમે ખૂબ સારા ભાવથી આરાધના કરી હોય, અને નિયાણારૂપ લીંબુનું એક ટીંપુ તમારી તમામ સાધનાને બાળી નાંખે છે. કારણ કે ધર્મની તાકાત એટલી બધી પાવરફૂલ છે કે તમે ચિંતવ્ય પણ નહીં હોય તેવું ફળ આપે છે. માટે જ તો ધર્મને અચિંત્યચિંતામણી કહેલો છે. સામુહંત - માકુ7 (2) (કાંઈક સ્પર્શ કરતો, એકવાર સ્પર્શ કરતો) જિનશાસનમાં અહિંસા પછી બીજા નંબર પર કોઇ ધર્મ આવતો હોય તો તે વિનયધર્મ છે. વર્તમાનકાળમાં વિદ્યમાન પીસ્તાલીસ આગમમાંથી તમે કોઇપણ આગમ ખોલીને વાંચી લો. તેમાં સુધર્માસ્વામી જંબૂસ્વામીને ધર્મદેશના દેતાં પૂર્વે એક ઉદ્દબોધન કરે છે. હે આયુષ્માનું ! મેં સ્વયં પરમાત્મા પાસે રહેતા. તેમના ચરણોને કરયુગલો વડે સ્પર્શ કરવાપૂર્વક સેવા કરતાં કરતાં આ પ્રમાણે ધર્મને સાંભળ્યો છે. એટલે શાસનના અધિપતિ સ્થાને બિરાજવા છતાં પણ બધો જ શ્રેય સ્વયં ન લેતાં જિનેશ્વર પરમાત્માને બધા જ તત્ત્વોનું ઉદ્દગમસ્થાન તરીકે બતાવે છે. વિનયધર્મની આના સિવાયની બીજી કઈ મોટી સાબિતી હોઇ શકે છે. મુસમા - મામુ (ત્રિ.) (કાંઈક સ્પર્શ કરતો, એકવાર સ્પર્શ કરતો) મામૂન - સામૂન (1) (મૂળ હેતુ, મુખ્ય કારણ, અભિવ્યાપ્તિપણે કારણ) કોઈપણ કાર્યમાં બે કારણ બનતાં હોય છે. એક નિમિત્ત કારણ અને બીજું ઉપાદાન કારણ. બીજમાંથી વૃક્ષ થવામાં સૂર્ય, ખાતર, પાણી વગેરે કારણ બને છે પરંતુ તે નિમિત્ત કારણ કહેવાય છે. જ્યારે વૃક્ષ જેમાંથી નીકળ્યું તે બીજ ઉપાદાન કે આમૂલ કારણ કહેવાય છે. બીજ તે વૃક્ષમાં સંપૂર્ણપણે વ્યાપ્ત હોય છે. તેવી જ રીતે જગતમાં જીવને જે પણ સુખ-દુખ વગેરે પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થાન વગેરે તો નિમિત્તમાત્ર કારણ છે. જયારે તે જીવે પૂર્વે બાંધેલું પોતાનું કર્મ તે મુખ્ય કારણ છે. જેના પ્રતાપે તે પુરુષને જીવનમાં સુખાદિની પ્રાપ્તિ થાય છે. સામે () પર - માષ્ટિાદ () (કાચી ઈંટોનું બનેલ મકાન) જેવી રીતે કાચી ઈંટોથી બનેલું મકાન ચિરસ્થાયી બની શકતું નથી. તેવી જ રીતે અપેક્ષા અને સંદેહપૂર્વક કરવામાં આવેલો ધર્મ પણ નિષ્ફળ નીવડે છે. મકાન બનાવનાર કડીયા કે એન્જિનીયરને ખબર છે કે જો ઘરને મજબૂત અને આકર્ષક બનાવવું હશે તો તેમાં પાકી ઈંટોનો જ ઉપયોગ કરવો પડશે. કાચી ઈંટોથી બનેલ મકાન ગમે ત્યારે કોઇ નાની-મોટી હોનારત સર્જી શકે છે. તેમ ધર્મની સાધના કરનાર સાધકે પણ સમજી રાખવું પડે કે ધર્મ પ્રત્યે શંકા કરવી કે તેની જોડેથી બદલાની ભાવના રાખવી તે નિરંતર અયોગ્ય છે. સંદેહ અને અપેક્ષા રાખવાથી ધર્મારાધના નિયત ફળ આપી શકતી નથી. 323