Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માયરંત - સારત (કિ.) (આચરણ કરતો, સ્વીકારતો) માયg - મરિક્ષ (ઈ.) (આત્મરક્ષક) આત્મરક્ષકના શાસ્ત્રમાં બે અર્થ કરવામાં આવેલા છે. પ્રથમ તે આત્મરક્ષક છે કે જે રાગ-દ્વેષરૂપ અકૃત્યથી અથવા સંસારરૂપી કુવાથી જેણે પોતાના આત્માનું રક્ષણ કર્યું છે તે. તથા બીજો તે આત્મરક્ષક છે કે જે ખોટા માર્ગે જતાં જીવને સદુપદેશાદિ દ્વારા રોકે અને સાચા માર્ગે લાવવાની પ્રેરણા કરીને દુર્ગતિ જતાં તેમના આત્માની રક્ષા કરે છે. માયાવરવર - માત્મક્ષિત (.) (આત્માનું રક્ષણ કરેલું છે જેણે તે) * અક્ષત (ઉ.) (લાભની રક્ષા કરેલી છે જેણે તે). ગુજરાતીમાં એક કહેવત છે કે જે પાણીએ મગ સીઝતા હોય તે પાણીએ સીઝવવા. એટલે કે કાર્યની સિદ્ધિ માટે જે માર્ગ અપનાવવો પડે તે અપનાવવો. આજનો આપણો વહેપારીસમાજ આ વાતને ચરિતાર્થ કરે છે. પોતાનો લાભ મેળવવા માટે ક્યો રસ્તો અપનાવવો. કેવી રીતે કાર્ય પાર પાડવું તે બહુ જ સારી રીતે આવડે છે. તેઓ યેનકેન પ્રકારેણ પોતાના લાભની રક્ષા કરતાં હોય છે. પરંતુ આવા લાભોની રક્ષા માત્ર આ ભવમાં જ સાથ આપનારી અને એકાંતે સંસારની વૃદ્ધિ કરનારી છે. ખરા અર્થમાં લાભની રક્ષા કરવી હોય તો આ ભવમાં પ્રાપ્ત જિનધર્મનું જ્ઞાન, દેવ-ગુરુની ભક્તિ વગેરે જે લાભો પ્રાપ્ત થયા છે, તેની રક્ષા કરવી જોઇએ. માયરા - મારા (જ.) (અનુષ્ઠાન, આચરણ, વિધાન) ષોડશક ગ્રંથમાં હરિભદ્રસૂરિ મહારાજ લેખે છે કે “અનુષ્ઠાન વિધિ અને પ્રતિષેધ એમ બે પ્રકારનું છે. ધર્મની વૃદ્ધિ કરનાર અને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર જેટલી પણ ક્રિયા છે તેનું આચરણ કરવું તે વિધિ અનુષ્ઠાન છે અને જે આચરણ ભવોની પરંપરા વધારનાર હોય. જે આચરણ લોકનિંદિત હોય અને જે આચરણ સર્વજ્ઞવચનથી વિરુદ્ધ હોય તેનો ત્યાગ કરવો તે પ્રતિષેધરૂપ અનુષ્ઠાન છે.' * માળ (.) (વસ્તુનો સ્વીકાર) ભગવતી સૂત્રના બારમાં શતકના પાંચમાં ઉદેશામાં આદરણની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે, " માલિકોપચાપ સસ્તન પ્યુપામેઅર્થાતુ કોઇપણ વસ્તુને માયાપૂર્વક સ્વીકારવી તે આદરણ છે.” શાસ્ત્રમાં યુગપ્રધાન આચાર્ય મંગુની કથા આવે છે. તેઓ રસનેન્દ્રિયના વિષયમાં ફસાઇ ગયા. શિષ્યો જે પણ સારી સારી ગોચરી લાવે તે તેમને ભાવતી તો હોય. પરંતુ પોતે જાણે તેના પ્રત્યે નિસ્પૃહ છે અને મોટા ત્યાગી છે એવા વર્તન પૂર્વક તેને આરોગતા હતાં. શિષ્યોને દેખાડા ખાતર સારા આહારનો નિષેધ કરે પરંતુ કોઇ શિષ્ય થોડોક આગ્રહ કરે કે તરત જ માયાથી બોલે કે આ તો તારો આગ્રહ છે માટે લઉં છું. આમ માયાથી અધર્મસેવનના પ્રતાપે તેઓ કાળ કરીને નગરની બહાર ખાળના ભૂત થયા. આયર - વિરબ્રિજ (પુ.). (ઉત્સર્ગ-અપવાદપૂર્વક કર્તવ્યનું પાલન) નિશીથસૂત્રની ચૂર્ણિમાં કહેલું છે કે, “સૂત્ર અને અર્થના ઉત્સર્ગ-અપવાદરૂપ પૂર્વાપર સંબંધોનો વિચાર પૂર્વક કથન કરવું. તેમજ તદનુસાર તેનું આચરણ કરવું તે આચરણ કલ્પ જાણવો.” અર્થાત્ વક્તા ધર્મકથાદિના સમયે પ્રથમ ઉત્સર્ગ માર્ગનું કથન કરે અને તેના વિકલ્પરૂપે અપવાદમાર્ગનું કથન કરે તો તે આચરણ કલ્પ કહેવાય. અન્યથા તે અવિધિ અને ઉત્સુત્ર પ્રરૂપણા બને છે. 333