Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માયરાવા - ઝા (4) રાતા (સ્ત્ર.) (માયાપૂર્વકનું આચરણ, માયાસહિત વસ્તુનો સ્વીકાર) आयरिय - आचारिक (पुं.) (શાસ્ત્રસમ્મત અનુષ્ઠાન, આચરણ ) ઉત્તરાધ્યયન સૂત્રના છઠ્ઠા અધ્યયનની ટીકામાં કહ્યું છે કે કેટલાક કપિલ વગેરે મતના લોકો એવું માને છે કે હિંસાદિક પાપોનું પચ્ચખાણ કર્યા વિના, માત્ર પોતાના મતમાં જણાવેલા અનુષ્ઠાન કરવાના હોય તો જીવ સર્વદુખોથી મુક્ત થઇ શકે છે. જ્યારે જૈનદર્શન કહે છે કે માત્ર એકલા જ્ઞાનથી મોક્ષ સંભવી શકતો નથી. જ્ઞાનની સાથે ક્રિયા ભળવી પણ જરૂરી છે. જ્ઞાન અને ક્રિયાના સમન્વયે જ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે.” * મારિત (.) (આચરેલું, સેવેલું) વ્યવહાર સૂત્રમાં કહ્યું છે કે, “ક્ષમા, માર્દવતા વગેરે ગુણોના પ્રતાપે ઉપાર્જિત એવો ધર્મ તે વ્યવહાર છે. અને તેવા વ્યવહારનું આચરણ સ્વયં તીર્થકરો, ગણધર અને આચાર્યાદિ મુનિભગવંતોએ પણ કરેલું છે. જે જીવ આવા વ્યવહાર ધર્મનું સ્વયં આસેવન કરે છે. તે જીવનમાં ક્યારેય પણ બીજા માટે હાસ્યાસ્પદ કે નિંદાને પાત્ર થતો નથી. અને જે જીવ તેનાથી વિપરીત એટલે કે વ્યવહાર ધર્મનું પાલન નથી કરતો, તે લોકમાં નિંદા અને તિરસ્કારનું ભોજન બને છે.” * માત્તર્ણ () (આચરવા યોગ્ય અનુષ્ઠાન) * ઝારા (ઈ.) (આચાર્ય, મુખ્ય ગણનાયક) આચાર્ય એટલે પંચપરમેષ્ઠિ અંતર્ગત તૃતીય સ્થાને બિરાજમાન પરમેષ્ઠિ ભગવંત. જિનશાસનમાં આચાર્યને તીર્થકર ભગવાનની સમાન કહેલા છે. જે છત્રીસ ગુણોના ધારક હોય તે આચાર્ય. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વિચારરૂપ પંચાચારનું સ્વયં પાલન કરે અને બીજા પાસે પાલન કરાવે તે આચાર્ય. જે સૂત્ર અને અર્થ એમ બન્નેના જ્ઞાતા ને ઉપદેશક હોય તે આચાર્ય. અને છેલ્લે જિનશાસનની પ્રભાવના અને ઉન્નતિમાં જેમનો સિંહફાળો હોય તે આચાર્ય કહેવાય છે. (2) રિ - સર્વ (પુ.). (આર્ય, આર્યદેશમાં ઉત્પન્ન થયેલ જીવ). આચારાંગ સૂત્રના ચોથા અધ્યયનના પાંચમાં ઉદ્દેશામાં આર્યની વ્યાખ્યા આ પ્રમાણે કરેલ છે. માતા: વિધMat: અર્થાત્ શિષ્ટપુરુષો દ્વારા નિષિદ્ધ અને અધર્મની કક્ષામાં આવતાં જેટલાં પણ ત્યાજય કાર્યો હોય તેનાથી પર રહેલ હોય. તેનો સર્વથા ત્યાગ કરેલ હોય તેને આર્ય કહેલા છે. તેનાથી વિપરીત એટલે કે નિષિદ્ધ કાર્યોનું આચરણ કરનારા જીવો અનાર્ય છે. आयरियउवज्झाय - आचार्योपाध्याय (पुं.) (આચાર્યસહિત ઉપાધ્યાય, આચાર્ય અને ઉપાધ્યાય) (4) વિમવેર - આર્થિક્ષેત્ર (1) (આર્યભૂમિ) શાસ્ત્રોમાં આદિશ અને અનાર્યદેશ એમ બે ભેદ પાડવામાં આવેલા છે. તેમાં રાજગૃહી, મગધ, રાજસ્થાન, ગુજરાત વગેરે સાડાપચ્ચીસ દેશ તે આર્યભૂમિ છે. અને તેમાં ઉત્પન્ન થયેલા જીવ તે આર્ય કહેવાય છે. આ આર્યભૂમિ સિવાયનો બાકીનો તમામ પ્રદેશ તે અનાર્યભૂમિ કહેલી છે. આ ભૂમિમાં ઉત્પન્ન થયેલા જીવો આજે તમે આનંદ માનો કારણ કે આ ક્ષેત્રમાં જન્મ લેવા માત્રથી તમે આર્ય થઇ ગયેલા છો. શાસ્ત્રોમાં કહેલું છે કે અનંતાનંત પુણ્યનો ઉદય હોય તેને જ આ ભૂમિમાં જન્મ મળે છે. તમે અનંતા પુણ્યના ધણી છે જેના પ્રતાપે તમે આર્યાવર્તમાં જન્મ પામ્યા. હવે આવા આર્યક્ષેત્રમાં જન્મ લઈને અનાર્ય જેવું વર્તન 334