Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ગમન - મામ7 (ઈ.) (બહુબીજ વૃક્ષનો એક ભેદ) ગામના - મામલ% () (1. મારી, મરકી 2. કર્મવિપાક સૂત્રનું નવમું અધ્યયન) કહેવાય છે કે આ ધરાતલ પર પરમાત્મા જ્યારે સાક્ષાત વિહરે છે. તે સમયે ચોત્રીસ અતિશય પણ તેમની સાથેને સાથે જ રહેતા હોય છે. ચોત્રીસ અતિશય અંતર્ગત એક અતિશય એવો છે કે. પરમાત્મા જે ક્ષેત્રમાં વિચરતાં હોય તેની ચારેય બાજુ સવાસો યોજન સુધી કોઇપણ મારી-મરકી રહી શકતી નથી. એટલે કે કોઇ કારણવશ કે દૈવીપ્રકોપે કોઇ ગામ, નગર, શહેર કે દેશમાં રોગચાળો ફાટી નીકળ્યો હોય. અને તે સમયે ત્યાં પરમાત્માનું આગમન થાય, તેટલી વારમાં તે રોગ સમૂળગો નાશ પામે છે. અને લોકો સ્વસ્થ જીવનને પ્રાપ્ત કરે છે. * મન (8i.) (1. બહુબીજ વૃક્ષનો એક ભેદ 2. આમળાનું વૃક્ષ 3. ધાત્રીફળ) આમળાના ફળને આયુર્વેદમાં પ્રધાન સ્થાન આપવામાં આવેલું છે. કહેવામાં આવેલું છે કે જે વ્યક્તિએ બારેમાસ તંદુરસ્ત રહેવું હોય. તેણે દરરોજ સવારમાં ત્રિફલા ચૂર્ણનું સેવન કરવું જોઇએ. જેમાં ત્રણ ફળોનું મિશ્રણ કરીને ચૂર્ણ બનાવવામાં આવેલું હોય તેને ત્રિફળા ચૂર્ણ કહેવાય છે. આમળા, બેહડા અને હરડે આ ત્રણેય ફળોને મિશ્રિત કરીને ત્રિફળાનું નિર્માણ કરવામાં આવે છે. આ ચૂર્ણ શરીરમાં રહેલ વાત-પિત્ત કે કફ દ્વારા ઉદ્ભવતા રોગોનું શમન કરવામાં સક્ષમ કહેલા છે. આ ચૂર્ણ એક દિવસના બાળકથી લઇને સો વર્ષની ઉંમરના વૃદ્ધ નિઃસંકોચપણે લઇ શકે છે. आमलगमहुर - आमलकमधुर (त्रि.) (આમળાના જેવું મધુર) आमलगमहुरफलसमाण - आमलकमधुरफलसमान (पं.) (કાંઇક ઉપશમાદિ ગુણોરૂપ માધુર્યવાળો પુરુષ) જિનધર્મ સંભવિતતામાં માને છે. કોઇ વ્યક્તિ ભલે ગમે તેટલો દૂર હોય. પાપી હોય, ક્રોધી હોય કે પછી ગમે તેવા દુર્ગુણોથી ભરેલો જ કેમ ન હોય, તેવા દુર્ગુણી પુરુષમાં જો ગુણનો એકપણ અંશ રહેલો હોય તો તેને આવકારવાનું કહે છે. જેવી રીતે કાચું આમળું પ્રથમ ભક્ષણે તુરુ લાગે છે. પરંતુ તેની સાથે અલ્પ મધુરરસ મિશ્રિત હોવાના કારણે તે ખાવું ગમે છે. આજે ભલે ભારેકર્મીતાના કારણે તે ગુણ ઢંકાઇ ગયેલો હોય. પરંતુ સુદેવ-સુગર અને સુધર્મના સંબંધે ગમે ત્યારે પ્રકુષ્ટરૂપે પરિણમી શકે છે. આથી જ તો અહંકારના સર્વોત્કૃષ્ટ શિખરે બિરાજમાન ગૌતમસ્વામીમાં પ્રભુએ અનંતગુણો જોઇ લીધા હતાં. અને તેમનું પ્રેમભર્યું સ્વાગત કર્યું હતું. નારદઋષિએ લૂંટારા વાલિયામાં સાધુતાના ગુણો જોયો અને તેને પ્રતિબોધ પમાડ્યો. आमलगरस - आमलकरस (पुं.) (આમળાનો રસ). आमलगरसिय - आमलकरसित (त्रि.) (આમળાના રસથી મિશ્ર કરેલ). आमाऽभिभूय - आमाऽभिभूत (त्रि.) (અપક્વ રસથી મિશ્રિત, કાચા રસના મિશ્રણવાળું) છૂંદો કે અથાણું ખાતી વખતે મોંઢામાંથી આહ ને વાહ નીકળી જાય છે. તેનો ટેસ્ટ આખો દિવસ મોંઢામાં રમતો હોય છે. પરંતુ આવો સુંદર ટેસ્ટ લાવવા પાછળ બહેનોની અથાગ મહેનત કારણભૂત હોય છે. તેઓ કેરીને બરોબર છીણે છે. તે છીણમાં ભેળવવામાં આવતી ચાસણીને બરોબર તડકે તપાવે છે. એટલું જ નહીં તે ચાસણીને વારંવાર તપાસે છે કે ચાસણી ક્યાંક કાચી તો નથી રહી ગઇ. કેમ કે કાચા ચાસણીના રસથી મિશ્રિત અથાણામાં ટેસ્ટ આવતો નથી. તથા વિવિધ મસાલા ભેગા કરીને ૩ર૧ -