Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ - - - आयंबिलपच्चक्खाण - आचा (या) माम्लप्रत्याख्यान (न.) (પચ્ચક્માણ વિશેષ, આયંબિલનું તપ) કલ્પસૂત્રમાં કુલ છ પ્રકારની અઢાઇ કહેલી છે. તેમાં બે અઠ્ઠાઇ નવ દિવસની હોય છે. ચૈત્ર અને આસો માસ દરમિયાન કરવામાં આવતી નવપદની ઓળી તે શાશ્વતી અઠ્ઠાઈ છે. આ નવપદની અટ્ટાઈમાં આયંબિલનું તપ કરવાનું વિધાન છે. આ નવપદની આરાધના આધિ-વ્યાધિ અને ઉપાધિ નાશક કહેલ છે. રાજા શ્રીપાલ અને મયણાએ પણ શ્રદ્ધાપૂર્વક નવ દિવસની આરાધના આયંબિલ તપ સહિત કરીને પોતાના જીવનમાં આવેલ દુખોનો સમૂળગો નાશ કર્યો હતો. आयंबिलपाउग्ग - आचामाम्लप्रायोग्य (त्रि.) (આયંબિલમાં વાપરવા યોગ્ય આહાર). आयंबिलवड्डमाण - आचा या) माम्लवर्द्धमान (न.) (તપવિશેષ) આ તપ ચૌદ વરસ ત્રણ માસ અને વીસ દિવસનું હોય છે. આ તપની અંદર આરાધકે એક આયંબિલ ઉપવાસ, બે આયંબિલ ઉપવાસ, ત્રણ આયંબિલ ઉપવાસ. એમ કરતાં કરતાં ક્રમશઃ આયંબિલની વૃદ્ધિ કરતાં છેલ્લે સો આયંબિલ અને પછી ઉપવાસ કરવાનો હોય છે. આ તપમાં આયંબિલની ક્રમશઃ વૃદ્ધિ થતી હોવાથી તેને આયંબિલવર્ધમાન કહેવાય છે. આજના સમયમાં તેને વર્ધમાન તપની ઓળીના નામે ઓળખવામાં આવે છે. આજના સમયમાં એવા કેટલાય આરાધકો છે કે જેઓ પોતાના જીવનમાં સો ઓળી એકવાર, બેવાર અથવા એકસો આઠ ઓળી સુધી આરાધના કરીને જીવનને ધન્ય બનાવ્યું છે. માથવિનિય - આવા (વા) માહ્નિક્ક() (આયંબિલ તપયુક્ત, આયંબિલનું તપ કરનાર સાધુનો એક ભેદ) માથા - ગાન (જ.) (બકરીઓનો સમૂહ) કથા સંગ્રહમાં એક કાલ્પનિક કથા આવે છે. એક ગોવાળ જંગલમાં બકરીઓ ચરાવતો હતો. તે સમયે તેને જંગલમાં માં વિનાનું સિંહબાળ મળ્યું. તેણે દયાથી તે બચ્ચાને પોતાની જોડે રાખી લીધું અને બકરીઓની સાથે તેનો પણ ઉછેર કરવા લાગ્યો. બકરીઓના સમૂહમાં રહેવાથી તે સિંહ પણ પોતાને બકરી સમજવા લાગ્યું અને તે પ્રમાણે વર્તવા લાગ્યું. ધીરે ધીરે તે યુવાન થઇ ગયો. એક વખત જંગલમાં ચારો ચરવા ગયા ત્યારે ત્યાં શિકાર કરવા માટે એક સિંહ આવી ગયો. સિંહને જોઇ બકરીઓ ભાગવા લાગી. તેની સાથે પેલો સિંહ પણ ભાગવા લાગ્યો. આ જોઇને બીજા સિંહને આશ્ચર્ય થયું. અને કહ્યું ભાઈ તું પણ સિંહ જ છે, તારે ગભરાવવાની જરૂર નથી. પરંતુ તે માનતો નથી. છેવટે તે સિંહ તેને એક તળાવ પાસે લઇ જઈને તેને સાચી ઓળખ કરાવે છે. ત્યારે તે સમજે છે કે હું તો ખરેખર જંગલનો રાજા સિંહ છું. આ કથાનકથી પરમાત્મા કહે છે કે આ રાગ-દ્વેષવાળી દુનિયામાં તું તારા અનંત જ્ઞાન-દર્શનાદિયુક્ત આત્માના સ્વરૂપને વિસરી ગયો છે. માટે બકરીના સમૂહને છોડીને સિંહ થા અને તારા સાચા આત્મિક સ્વરૂપને ઓળખીને રાજા જેવું આચરણ કરે. आयचरित - आयचरित्र (त्रि.) (દઢચરિત્રવાળો, શુદ્ધસંયમી) આચારાંગ સૂત્રમાં પરમાત્મા સાધુને ઉદ્દેશીને કહે છે કે, “હિત્ય સિંવિહારવાર અર્થાતુ હે સાધુ! તું જ્યારે સંયમ લેવા નીકળ્યો ત્યારે તારું વર્તન સિંહ જેવું હતું. તે દુનિયાની પરવાહ કર્યા વિના આત્મકલ્યાણનો માર્ગ પસંદ કર્યો હતો. હવે જ્યારે તે માર્ગમાં કો આવે છે તો તેને જોઇને તું બેચેન અને બિચારો બની જાય છે. તું તેનાથી દૂર ભાગવાના પ્રયત્નો કરે છે. સંયમમાં આવતા દુખોને જોઇને તું ગભરાઇ જાય છે. અને શિયાળ જેવું આચરણ કરવા લાગે છે. આવું શા માટે ? જો સિંહની જેમ સંયમ લીધું છે તો તેનું પાલન પણ સિંહની જેમ જ કર. ચારિત્રમાં જરાપણ પ્રમાદ ના સેવીશ. શિથિલાચરને જરાપણ સ્થાન ન આપીશ. દઢસંયમી બનીને ખરા અર્થમાં તું સિંહ છે એવું પૂરવાર કરી બતાવ.” 328