Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ઈ - Hથ (.) (1, લાભ, ધનાદિની પ્રાપ્ત 2. કર્મનો આશ્રવ થવો 3. અંગ સૂત્રના અધ્યયન કે ઉદ્દેશાદિ 4, કોળાની એક જાતિ, વનસ્પતિ વિશેષ) ધર્મબિંદુ પ્રકરણમાં યાકિનીમહત્તારાસૂનુ હરિભદ્રસૂરિ મહારાજ લખે છે કે “સમજુ ગૃહસ્થ આયને ઉચિત વ્યય કરનારો હોય છે.' એટલે કે ઘરમાં કમાતા પુરુષની જેટલી આવક હોય તે પ્રમાણે જ સામે જાવક હોવી જોઇએ. જો આવક પ્રમાણેની જાવક હશે તો જીવનમાં કોઇ જ તકલીફ કે મુસીબતો નહીં આવે. પરંતુ આજની વ્યાખ્યા કાંઇક જુદી જ છે. આજે તો લોકો એવું માને છે કે જાવક પ્રમાણે આવકને ઉભી કરો. એટલે ઘરમાં ટી.વી.થી ચાલતું હોવા છતાં પણ એલ.સી.ડી. લાવવાની મથામણ કરો અને તે લાવવા માટે રાત-દિવસ એક કરવા પડે તો કરો. તે જરૂરીયાત સંતોષવા માટે કોઇની જોડે દગાખોરી કરવી પડે તો કરો. કોઇના હૃદયને ઠેસ પહોંચાડવી પડે તો પહોંચાડો. પરંતુ જાવક કરવા માટે આવક કરો જ કરો. અને કદાચ આ જ સમીકરણને કારણે આજે લોકો માઇગ્રેન્સ, સ્ટ્રેસ અને પાવતુ આત્મહત્યા સુધીની તકલીફોથી પીડાય છે. * માન (કિ.). (1. ઘી 2. બકરીનું માંસ 3. બકરીના વાળમાંથી બનેલ વસ્ત્રાદિ) સંસ્કૃત સુભાષિતમાં કહેલું છે કે મૃત: અર્થાતુ ઘી તે આયુષ્ય છે. ઘી તે શરીરમાં બળ વગેરેની વૃદ્ધિ કરનારું હોવાથી પુરુષ અધિક સમય સુધી જીવિત રહી શકે છે. આથી ઘી બળ, બુદ્ધિ અને આયુષ્યના કારણભૂત હોવાથી શાસ્ત્રકારે ઘીને જ આયુષ્ય કહી દીધું. જેમાં અમદાવાદમાં રહેનાર અમદાવાદી કહેવાય છે. સુરતમાં રહેનાર સુરતી કહેવાય છે. તેવી જ રીતે ઘી આયુષ્યવધનમાં કારણભૂત હોવાથી ઘી તે જ આયુષ્ય છે એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી. પરંતુ આ વાત આજના પીન્ઝા, બર્ગર, સેન્ડવીચ અને કોલ્ડ્રીંક્સ પિનારી જનરેશનને નહીં સમજાય. મા () - માયતિ (ત) ( .) (1. ભવિષ્યકાળ 2. સંતતિ 3. સ્નેહ 4. પ્રભાવ, સામર્થ્ય સ્ત્રીઓ હંમેશાં ભૂતકાળમાં જ વધુ જીવે છે. જયારે પુરુષ અધિકાંશ ભવિષ્યમાં જ જીવનારા હોય છે. સ્ત્રીઓ કાયમ ભૂતકાળને યાદ કરી કરીને સુખ-દુખની અનુભૂતિ કરતી હોય છે. જયારે ભવિષ્યને સારો બનાવવા માટે પુરુષ રાત-દિવસ, તડકો-છાંયડો કે કોઇપણ તકલીફને જોયા વિના પુરુષ દોડતો જ હોય છે. આ બન્ને જણા ભૂત અને ભવિષ્યની ચિંતામાં વર્તમાનના આનંદને વિસરી જાય છે. એક માત્ર સાધુ ભગવંતો જ એવા છે જે કાયમ વર્તમાન કાળમાં જ જીવે છે. તેઓને તમે જ્યારે પણ પૂછશો તો એક જ જવાબ મળશે વર્તમાન જોગ જેવો વર્તમાન હશે તે પ્રમાણે કરીશું. વિજ્ઞાન - પતિનર્જ(ઉ.) (ભવિષ્યમાં ઇચ્છિત ફળને આપનાર તપશ્ચર્યાદિ) આ વાત દરેકને ખબર છે કે વર્તમાનકાળના તે જ વિચાર અને વર્તન સાર્થક છે. જે તમારા આવનારા સમયને સુંદર અને સુખમય બનાવે. જેના કારણે તમે આવનારા સમયમાં અસુવિધા અનુભવો તે બધું જ ફોગટ છે. સર્વદેવ ભગવાન મહાવીરે જે પણ તપસ્યા, ક્રિયા, અભ્યાસ, સાધના બતાવી છે. તે બધી જ સુંદર ભવિષ્યનું નિર્માણ કરનાર હોવાથી તે આપતિજનક કહેવાય છે. જો એવું ન હોત તો શાલિભદ્રએ પૂર્વના ભવમાં એક દાનધર્મના પ્રતાપે બીજા ભવમાં દૈવીસુખોની પ્રાપ્તિ કરી જ ન હોત. શાસ્ત્રોમાં તમને ઢગલો ઉદાહરણો મળશે કે જિનધર્મના પાલનથી કેટલાય જીવોએ પોતાના ભવિષ્યને સુખમય બનાવ્યો. માયા - માવાવ ( વ્ય) (લઈને, ગ્રહણ કરીને) સાથ7 - માવતરુન (જ.) (પરભવમાં ફળ આપનાર, મોક્ષફળ) ફાસ્ટફૂડના જમાનામાં લોકોને દરેક કાર્યનું તાત્કાલિક ફળ જોઇએ છે. કોઇને ફળ માટે ધીરજ ધરવી ગમતી નથી. ઇજેક્શન લીધું એટલે રોગ મટી જ જવો જોઇએ. અરે ભાઈદરેક બાબતમાં તત્કાલ ફળ મળે એવું જરૂરી નથી. રોટલી ખાવા માટે પહેલા 326