Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ = = ---- - શુદ્ધસંયમના આરાધક મુનિવર પ્રશંસા, કીર્તિ, સમૃદ્ધિ કે સુખની અપેક્ષારહિત હોય છે. તેઓ શાતાની ઇચ્છાથી કોઇપણ કાર્ય કરતાં નથી. પરંતુ સંયમમાં શિથિલ થયેલ જે સાધુ કીર્તિ અને સુખની ઘેલછાથી મંત્ર-તંત્ર-ચૂર્ણાદિ પ્રયોગો કરે છે તેને આભિયોગિક ભાવના કહેલી છે. આવી આભિયોગિક ભાવનાના પ્રતાપે જીવ પરભવમાં દાસપણું કે આભિયોગિક દેવયોનિને પ્રાપ્ત કરે છે. મમifધ - મfમહિલ્સ() (અભિગ્રહ પૂર્વક કાઉસગ્ગાદિ કરનાર, જિનકલ્પી) અભિગ્રહ તે સાધુ અને શ્રાવકનો પર્યાયવાચી શબ્દ છે. જિનેશ્વર ભગવંતની આજ્ઞાને વહન કરનાર કોઇપણ સાધુ કે શ્રાવક ક્યારેય અભિગ્રહ વિનાનો ન હોય. શાસ્ત્રોમાં ઠેર ઠેર અભિગ્રહ ધારણ કરનાર સાધુ અને ગૃહસ્થના દષ્ટાંતો મળે છે. જેમ સ્વયં શ્રમણ ભગવંત મહાવીરે અભિગ્રહ લીધો હતો કે દાસી-પગમાં બેડી- આંખમાં આસું અને અડદના બાકુળા કોઇ સ્ત્રી વહોરાવે તો જ પારણું કરવું. જે પાંચ મહિના અને પચ્ચીસ દિવસે પૂરું થયું. તેવી જ રીતે સુદર્શન શેઠને પણ અભિગ્રહ હતો કે જ્યાં સુધી સવાર ન પડે ત્યાં સુધી આખી રાત કાઉસગ્ગ મુદ્રામાં જ રહેવું. શ્રાવકે પ્રતિદિન સ્વીકારવા યોગ્ય ચૌદનિયમો પણ એક પ્રકારના અભિગ્રહ જ છે. आभिग्गहियकाल - आभिग्रहिककाल (पुं.) (અભિગ ચાલતો હોય તેવો કાળ) અભિગ્રહ એટલે કોઇપણ વસ્તુ વગેરેનો નિયમ કરવો તે. જેમ કે મારે પરમાત્માના દર્શન કર્યા વિના જમવું નહીં. પૂજા કર્યા વિના પાણી પણ પીવું નહીં. આજના દિવસમાં કોઇપણ એક વિગઈ ન ખાવી વગેરે અભિગ્રહ છે. આ અભિગ્રહ ધારણ કર્યા બાદ તે અભિગ્રહ જેટલો સમય ચાલ્યો હોય તેને અભિપ્રહ કાળ કહેવાય છે. જેવી રીતે પરમાત્માને ચંદનબાળાએ જે અભિગ્રહ અડદ બાકુળા વહોરાવીને પૂર્ણ કરાવ્યો તે કુલ પાંચ માસ અને પચ્ચીસ દિવસ ચાલ્યો હતો. आभिग्गहियमिच्छत्त - आभिग्रहिकमिथ्यात्व (न.) (મિથ્યાત્વનો એક ભેદ) સ્વશાસ્ત્રમાં જેની મતિ નિયંત્રિત થયેલી હોય. તેમજ પરદર્શનનું ચિંતન કર્યા વિના માત્ર તેના દોષોનું ઉત્કીર્તન કરવું તે આભિગ્રહિક મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જૈન કે અજૈન બન્નેને સંભવી શકે છે. માત્ર પોતાનો જ ધર્મ, ગચ્છ, સમુદાય કે ગ્રુપ વગેરે સાચા અને બીજા બધા ખોટા, દંભી, મિથ્યાત્વી એવી બુદ્ધિ આભિગ્રહિકમિથ્યાત્વનું બીજ કહેલું છે. આથી જ તો હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે મહાવીર પ્રત્યે મારો પક્ષપાત નથી. તેમજ કપિલાદિ વૈદિકો પ્રત્યે મને દ્વેષ પણ નથી. માત્ર જેનું વચન યુક્તિયુક્ત લાગ્યું તેનો જ મેં સ્વીકાર કરેલો છે. માટે જ મહાવીરનું વચન મને સારું લાગ્યું અને તેથી જ તેમનો માર્ગ મેં સ્વીકાર્યો છે. आभिणिबोहियणाण -- आभिनिबोधिकज्ञान (न.) (જ્ઞાનનો એક ભેદ, મતિજ્ઞાન, ઇંદ્રિય અને મનથી સંભવતું જ્ઞાન) સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઇંદ્રિય અને છઠું મન આ છએ પ્રકારે જે પણ જ્ઞાન થાય તેને આભિનિબોધિકજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાનનું બીજું નામ મતિજ્ઞાન પણ છે. પાંચ જ્ઞાનમાં સર્વ પ્રથમ ભેદ મતિજ્ઞાનનો છે. મતિજ્ઞાનના ઇહા, અપાય અને ધારણા એવા ત્રણ અવાંતર ભેદો છે. પાંચ જ્ઞાનમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે ઇંદ્રિય પ્રત્યક્ષ કહેલા છે. જયારે બાકીના ત્રણ આત્મપ્રત્યક્ષ હોય છે. મfજોહિયનાનિદ્ધિ - અનિધિસ્રાનનથિ (.) (મતિજ્ઞાનની યોગ્યતા, આભિનિબોધિકશાનની લબ્ધિ) ચૌદ રાજલોક વ્યાપી સર્વ જીવોને અભ્યાધિક માત્રામાં જ્ઞાન રહેલું છે. સંસારસમુદ્રને પાર ઉતરેલા સિદ્ધ ભગવંતોને સંપૂર્ણપણે જ્ઞાનનો ઉઘાડ હોય છે. જ્યારે અવ્યવહાર રાશિમાં રહેલ નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ જ્ઞાન હોય છે. આ જ્ઞાનની લબ્ધિ કહો કે યોગ્યતા કહો પણ તે સર્વ જીવોને પોત પોતાના કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમને આધારે હોય છે. आभिणिबोहियनाणसागरोवओग - आभिनिबोधिकज्ञानसाकारोपयोग (पं.) (પદાર્થનો નિશ્ચિત બોધ, જ્ઞાનવિશેષ).