Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ માપટ્ટ () - યિન (ઈ.) (રોગી) આયુર્વેદ શાસ્ત્રમાં કહેવું છે કે “શરીરમાં વાત-પિત્ત અને કફનું બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આ ત્રણેય સમાનપણે માત્રામાં રહેલા હોય ત્યાં સુધી શરીર નિરોગી રહે છે. પરંતુ આ ત્રણેયમાંથી કોઇપણ એક પ્રકાર જો અધાધિક માત્રામાં પરિણમે તો શરીરમાં રોગ ઉત્પન્ન થતાં વાર લાગતી નથી. અને જગતમાં કેન્સર, હાર્ટએટેક, સંધિવા, ટીબી જેવા જેટલા પણ રોગો છો તેના જનક આ ત્રણ જ છે. મામંતા - માત્રા (). (1. સંબોધન 2. આમંત્રણ, નોતરું 2. વ્યાપારવિશેષ) ઓઘનિર્યુક્તિ શાસ્ત્રમાં કહેલું છે કે ગોચરી વહોરવા માટે નીકળેલ સાધુએ કર્મક્ષય અને પુણ્યપ્રાપ્તિને અર્થે ગુરુદેવને, વડિલ કે લઘુ ગુભાઇને આહાર લાવવા માટે આમંત્રણ આપવું જોઇએ. અર્થાત ગોચરી જતાં પૂર્વે આહાર સાધુ ગુરુ કે ગુરુભાઈઓને નમ્રતા પૂર્વક પૂછે કે હે ગુરુવર ! શું હું આપના માટે આહાર લઈને આવું? આ પ્રકારની પૃચ્છાને આમંત્રણ કહેલું છે. મામંતit - Harit (at) (1. અસત્યામૃષા ભાષાનો એક ભેદ, વ્યવહારભાષાનો એક પ્રકાર 2. સંબોધનરૂપે વપરાતી અષ્ટમી વિભક્તિ) આચારાંગજી સુત્રમાં આમંત્રણી ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. હે દેવદત્ત ! આ પ્રમાણે સંબોધનરૂપે વપરાતી ભાષા તે આમંત્રણી છે. આ ભાષા સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. પરંતુ વ્યવહારમાત્રનો હેતુરૂપ હોવાથી તે અસત્યામૃષા ભાષા જાણવી. માનંતિ - ગાયત્ર્ય (અવ્ય.) (સંબોધીને, આમંત્રીને) आमंतिय - आमन्त्रित (त्रि.) (આમંત્રણ આપેલ, પૂછેલ) પિંડનિયુક્તિમાં કહેલું છે કે “ગોચરી જતા પૂર્વે સાધુ સહચરી સાધુને ગોચરી લાવવા માટે આમંત્રણ આપે.” હવે જેને આમંત્રણ આપેલ છે તે સાધુ જો સ્વયં ગોચરી લાવવા અસમર્થ હોય કે પછી અન્ય કોઇ કારણસર ગોચરી લેવા જઇ શકતા ન હોય તો, તે સાધુનું આમંત્રણ સ્વીકારે. પરંતુ જો તેઓને તપ હોય અથવા આહાર વાપરવાની રૂચિ ન હોય તો નમ્રતાપૂર્વક સાધુના આમંત્રણનો અસ્વીકાર કરે. * માત્ર ( વ્ય). (સંબોધીને, આમંત્રીને) आमंतेमाण - आमन्त्रयत् (त्रि.) (આમંત્રણ આપતો, પૂછતો, સંબોધન કરતો) માનંદ્ર -- ગામ (કું.) (1, ગંભીર અવાજ 2. ગંભીર અવાજવાળું એક વાજિંત્ર) લોગસ સૂત્રની અંદર પરમાત્માના ગુણોનું કીર્તન કરતાં એક ઉપમા આપવામાં આવી છે સાગરવરગંભીરા. અર્થાતુ પરમાત્મા સાગર જેવા અત્યંત ગંભીર હોય છે. જેવી રીતે સાગર કિનારેથી અત્યંત ઘૂઘવાટ કરતાં અવાજવાળો હોય છે. પરંતુ તેનો મધ્યભાગ અત્યંત ગંભીર અને કોઈનાથીયે કળી ન શકાય તેવો હોય છે. તેવી જ રીતે પરમાત્માનો સ્વભાવ અત્યંત ધીર-ગંભીર હોય છે. અને તેઓના શબ્દમાં સાગરના ઘુઘવાટ જેવો રણકાર હોય છે. તેઓની વાણી સાંભળનારના કર્ણને આનંદ આપનાર હોય છે. 317