Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ જે દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવના પ્રકારોને સમજી નથી શકતો. જે ઉત્સર્ગ અપવાદના ભેદ પાડી નથી શકતો. જે હજુ બાળવયસ્ક અથવા તે પ્રકારની બુદ્ધિથી અપરિણત છે. તેવા જીવોને શાસ્ત્રમાં અગીતાર્થ કહ્યા છે. આવા અગીતાર્થ સાધુએ ગીતાર્થગુરુની નિશ્રાએ જ વિહાર કરવો એવો શાસ્ત્રાદેશ છે. ઝવત્તવ્ય - વજે (2) (કથનને અયોગ્ય, અનુચ્ચારણીય) અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે આનુપૂર્વી કે અનાનુપૂર્વી એમ બન્ને પ્રકારે જેનું કથન કરવું અશક્ય હોય તેવા દ્રવ્યને અવક્તવ્ય કહેવાય છે.' જેમ દ્વિપ્રદેશિક સ્કંધ અવક્તવ્ય છે. अवत्तव्वगसंचिय - अवक्तव्यकसञ्चित (त्रि.) (જેને કતિ કે અકતિ શબ્દથી કહી ન શકાય તેવાથી સંચિત) નરકાદિ યોનિમાં એક સમયે એક જ જીવ ઉત્પન્ન થાય છે. તેમ એક સંખ્યાથી ગણી શકાય તેવા દ્રવ્યને સ્થાનાંગસૂત્રમાં અવક્તવ્યકસંચિત કહેલ છે. अवत्तव्यबंध - अवक्तव्यबन्ध (पुं.) (પ્રકૃતિબંધનો એક ભેદ) જે કર્મપ્રકૃતિનો પ્રથમ અબંધ થાય અને પછી પુનઃ તે જ કર્મપ્રકૃતિનો બંધ થાય. તે આદ્યસમયે અવક્તવ્યબંધ કહેવાય છે. અયોગિકેવલી અને સિદ્ધભગવંતોને પુનઃ કર્મબંધનો અભાવ હોવાથી આ ભેદ ઉત્તરપ્રકૃતિનો જ સંભવે છે. મૂલપ્રકૃતિનો નહિ. આવવ્યા - ઝવવ્યા (a.) (કથનને અયોગ્ય ભાષા) જે ભાષા અન્યજીવોને કિલામણા કે વધાદિમાં કારણભૂત બનતી હોય તે અવક્તવ્યો જાણવી, મુમુક્ષુ આત્માઓ આવી સાવદ્યભાષાના સદૈવ ત્યાગી હોય છે. अवत्तसत्थकोडि - अवाप्तस्वास्थ्यकोटि (पुं.) (સિદ્ધ, મુક્તાત્મા) શાતા અને અશાતા એમ બન્ને પ્રકારના વેદનીય કર્મનો સર્વથા ક્ષય કરેલ હોવાથી સિદ્ધપરમાત્માઓ અવાપ્તસ્વાચ્યકોટિ છે. તેઓને કદાપિ શારીરિક કે માનસિક કોઇ બાધા પીડી શકતી નથી. અવતાસા - વત્રાસન (2) (1. કામનો એક પ્રકાર 2. ડરાવવું) નરકની અંદર પરમાધામી દેવાનું કાર્ય નારકના જીવોને માત્રને માત્ર ત્રાસ આપવાનું છે. તેઓ વિવિધ પ્રકારના રૂપો વિક્ર્વીને, શસ્ત્રો દ્વારા જીવોનું ઉત્પીડન કરતાં હોય છે. નરકના જીવોને સતત ભયમાં રાખતાં હોય છે. પરમાધામીનો ભવ ભલે દેવનો હોય. કિંતુ તે ભવમાં માત્રને માત્ર અશુભકર્મનો બંધ જ હોય છે. આથી આ ભવમાં એવા કર્મો ન બાંધીએ જેથી પરમાધામી દેવની યોનિમાં જવું પડે. વજંતર -- મવાર (જ.) (દશાવિશેષ, એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જવું તે) જિનમતમાં પર્યાય નામક એક પદાર્થ માનેલો છે. પર્યાયનો અર્થ થાય છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જવું તે. વૃક્ષ પ્રથમ બીજરૂપે હતું, ત્યારપછી તે છોડરૂપે થયું. ત્યારબાદ વટવૃક્ષરૂપે થયું. આમ બીજમાંથી છોડ અને છોડમાંથી વૃક્ષ તે પર્યાય થયો. તેમ આત્મા કોઇક ભવમાં મનુષ્યરૂપે, કોઇક ભવમાં તિર્યંચરૂપે, કોઇક ભવમાં દેવ કે નારીરૂપે અવસ્થાને પામે છે. આ અવસ્થાન્તરના ચક્રને પર્યાય કહેવાય છે. જિનધર્મ સંમત છએ દ્રવ્યો પર્યાયાવાળા માનેલા છે. પ્રત્યેક દ્રવ્યો એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિણત થતાં હોય છે. - 81 -