Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ વિશેષવાદી છે. આ મત માત્ર વ્યવહારનયને અનુસરે છે. આવા નૈગમનયના પેટાભેદોમાંનો એક ભેદ અસંગ્રહિકનો છે. સંગ્રહિત () (આશ્રયરહિત, જેને કોઇ ન સંગ્રહે તે). મહાભારતના સંજયની જેમ જ આપણને દિવ્યદષ્ટિ મળી જાય અને નરકમાં દુખો અનુભવતાં જીવોના દર્શન થઇ જાય, તો ગેરંટી સાથે કહું છું કે તમારી પાપમાર્ગે જવાની વાત તો દૂર રહો તેનો વિચાર સુદ્ધાંય નહિ કરો. પૂર્વકૃત કર્મોના પ્રતાપે નારકીઓનો એક સમય પણ એવો નહિ હોય કે જેમાં તેઓ વેદનાને ન અનુભવતાં હોય. તેઓ દુખોથી બચવા માટે અહીંથી તહીં અને તહીંથી અહીં આશ્રય માટે દોડતાં હોય છે. પણ ત્યાં તેમનો કોઇ આશ્રય નથી હોતો. અનાશ્રિત એવા તેઓ નિઃસહાયપણે અસંખ્યકાળ સુધી નિરંતર યાતનાઓ ભોગવતાં રહે છે. અલંકાઇ - મસા (2) (નિપેક્ષપણે સ્વરસવાહિ પ્રવૃત્તિ, રાગ અને દ્વેષરહિતપણે સત્યવૃત્તિ) અષ્ટક પ્રકરણમાં કહેલું છે કે “જેમ કુંભાર દંડ વડે એકવાર ચક્રને વેગપૂર્વક ભમાવે છે. ત્યારબાદ તે સ્વતઃ જ ફરે છે. તેમ પૂર્વકૃત સધ્યાનના પ્રતાપે ઉત્પન્ન થયેલ સંસ્કારથી, સ્વરસવાળી ઇચ્છાનિર્પેક્ષ પ્રવૃત્તિથી મોક્ષનાકારણભૂત એવા અસંગનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત પૂર્વે ધ્યાનના અભ્યાસ બાદ આત્મામાં પડેલા સંસ્કારના કરાણે તેના સમાન પરિણામવાળી પ્રવૃત્તિ તે અસંગાનુષ્ઠાન કહેવાય છે. મસંયયન - મનન (.) (પ્રથમ ત્રણ સંઘયણરહિત) શાસ્ત્રમાં છ પ્રકારના સંઘયણ કહેલ છે. સંઘયણ એટલે શરીરમાં રહેલ હાડકાનો બાંધો. જે જીવને જે પ્રકારનું સંઘયણ હોય તેનું શારીરિકબળ પણ તદનુસાર મજબૂત કે તકલાદી હોય છે. પ્રથમ ત્રણ સંઘયણરહિત આત્માઓને અસંહનન અર્થાત નબળા સંઘયણવાળા કહેલા છે. સંng - ૩/સંયતિ (ઉ.) (દ્વિવાદિ ભેદરહિત) असंचइय - असाञ्चयिक (पुं.) (બહુકાળ સુધી જેનું રક્ષણ અશક્ય હોય તેવા દૂધ દહીં આદિ) પિંડનિર્યુક્તિ ગ્રંથમાં આહારસંબંધિ ચર્ચા કરવામાં આવેલ છે. તેમાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચારેય પ્રકારના આહારની સમયમર્યાદા પણ જણાવેલ છે. નિશ્ચિત કાળની મર્યાદાને ઉલ્લંઘી ગયેલ આહાર ધર્મ અને સ્વાથ્યની દૃષ્ટિએ ત્યાજ્ય બને છે. દૂધ, દહીં પકાવેલ અન્ન વગેરેનું લાંબા કાળ સુધી રક્ષણ કરવું અશક્ય હોવાથી તેની કાળઅવધિમાં જ આરોગી લેવું જોઇએ. અન્યથા કાલાતિક્રાંત આહારમાં જીવોત્પત્તિ થવાથી હિંસાનો દોષ લાગે છે. આજના સમયમાં ડોક્ટરો પણ સમયાનુસાર ભોજન કરવાની સલાહ આપતાં હોય છે. (1. જેનો સંગ્રહ નથી થયો તે 2. પ્રાયશ્ચિત્તવિશેષ) છેદસૂત્રમાં થયેલ દોષોના નિરાકરણ માટે દંડરૂપે પ્રાયશ્ચિત્તોનું કથન કરવામાં આવેલ છે. સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએ જે પ્રકારના દોષનું સેવન કર્યું હોય, જે તીવ્ર, મધ્યમ કે ઉત્કૃષ્ટ પરિણામસહિત સેવન કર્યું હોય, તેમજ દ્રવ્યક્ષેત્રકાળાદિને ધ્યાનમાં રાખીને ગીતાર્થ ગુરુ ભગવંત માસિક, દ્વિમાસિક, ત્રમાસિક યાવત્ છમાસિકતાનું પ્રાયશ્ચિત્ત આપતાં હોય છે. પ્રાયશ્ચિત્ત લેનાર આત્માએ તદનુસાર પાપક્ષયના હેતુએ તપનું આચરણ કરવાનું રહે છે. મન - સંવત (સ્ત્ર) (અવિરત સ્ત્રી, અસંયમી શ્રમણી) 135 -