Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ નથી, કોઈ મોટો જ્ઞાની નથી. પરંતુ આપની આજ્ઞા પ્રમાણે કાર્ય કરનારો એક દાસ છું, કિંકર છું, સેવક છું. બસ ! આપ મને દાસ તરીકે સ્વીકારી લો એટલે મારે બીજું કશું જ નથી જોઇતું.' વિચારી જુઓ ! કે જે કુમારપાળ રાજાના ગુરુ, કલિકાલસર્વજ્ઞનું બિરૂદ ધારણ કરનારા, અને આચાર્યપદે બિરાજમાન હેમચંદ્રાચાર્યજી પોતાને દાસ ગણાવે છે. તો પછી એકાદ બે તીર્થ કે સંઘના ટ્રસ્ટી કે કારભારી થઇને આપડે કયું ગુમાન લઈને ફરી રહ્યા છીએ? મારિયા - ગાજ્ઞતિ (સ્ત્રી) (આજ્ઞા, આદેશ) માઈrg - માણ્ય(ઉ.) (આજ્ઞા આપવાને યોગ્ય, જેને આજ્ઞા કરી શકાય તે) ગુરુ દરેક શિષ્યને આજ્ઞા નથી કરતાં. પરંતુ જે પ્રજ્ઞાપનીય ગુણને ધારણ કરતો હોય તેવા શિષ્યને જ ગુરુ આજ્ઞા આપતા હોય. તેને ઠપકો આપતા હોય છે. કારણ કે પ્રજ્ઞાપનીય શિષ્યને કરેલ આજ્ઞા કે ઠપકો ક્યારેય નિષ્ફળ નથી જતાં. જો તેવા ગુણને ધારણ ન કરતાં શિષ્યને ગુરુ આજ્ઞા કરે, અને શિષ્ય તેમની આજ્ઞાનુસાર કાર્ય ન કરે તો આજ્ઞાભંગ નામનો દોષ ગુરુ અને શિષ્ય બન્નેને લાગે છે. અને શિષ્યના સંસાર વધવામાં ગુરુ નિમિત્ત બને છે. આથી જે આજ્ઞા આપવાને યોગ્ય હોય તેવા શિષ્યને જ ગુરુ આજ્ઞા આપે છે. માધાન (7) vit - મારાપન (1) (ભાષાનો એક ભેદ, આજ્ઞામાં પ્રવર્તાવનાર ભાષા) આજ્ઞાપની ભાષાનો પ્રયોગ કરવાની છૂટ દરેક સાધુ કે ગૃહસ્થને આપવામાં નથી આવી. આજ્ઞાપની ભાષાનો ઉપયોગ આચાર્યદેવ, ગુરુ કે વડીલ ગુરુભ્રાતા જ કરી શકે છે. બાકીના સાધુ માટે તો ઇચ્છાકાર સામાચારીનો જ પ્રયોગ કરવાની વાત કરવામાં આવી છે. પોતાનાથી અન્ય પાસે પોતાની ઇચ્છાનુસાર પ્રવર્તન કરાવવા માટે જે આદેશાત્મક ભાષા વપરાય તેને આજ્ઞાપની કે અસત્યામૃષાભાષા કહેવામાં આવે છે. (1. નમેલો, વિનયથી નમ્ર થયેલ ૨વિમાનવિશેષ 3. તે નામે એક દેવલોક 4. તે વિમાનનો વાસી દેવ) ગુજરાતીમાં કહેવત છે કે નમે તે સૌને ગમે. એટલે નમ્ર થવું, વિનયી થવું તે એક ઉત્તમ ગુણ માનવામાં આવેલો છે. કેટલાક લોકો તેને દુર્બળતા ગણે છે. તેઓ કહે છે કે નમવું તે અશક્તિનું પ્રદર્શન છે. પરંતુ તેઓને ખબર નથી કે મોટા પૂરમાં અભિમાની થઇને ટટ્ટાર ઉભેલું તાડનું ઝાડ જડમૂળથી ઉખડી જાય છે. જ્યારે નેતરનું છોડ પાણીના પ્રચંડ પ્રવાહમાં સમયાનુસાર નમી જતાં પોતાના અસ્તિત્વને ટકાવવામાં સફળ રહે છે. માટે વિનયથી તથા ગીતાર્થતા ગુણથી નમેલો વ્યક્તિ દુર્બળતાનું નહીં કિંતુ સમજદારીનું પ્રતીક છે. * માનવ (ઈ.) (1. એક સ્થાનેથી બીજા સ્થાને લાવવું 2. ઉપનયસંસ્કાર) પાયા - માનયત (2) (લાવવું, એક સ્થાનેથી બીજા સ્થાને લાવવું) પ્રવચન સારોદ્ધારના છઠ્ઠા દ્વારમાં આનયનની વ્યાખ્યા કરતાં લખેલું છે કે “વિવક્ષિત ક્ષેત્રથી બહાર રહેલ સચેતન કે અચેતન દ્રવ્યને પોતાના ઈચ્છિત સ્થાનને પ્રાપ્ત કરાવવું તેને આનયન કહેવાય છે.' ૩માળ () - નયનપ્રયોગ (ઈ.) (શ્રાવકના ૧૦માં વ્રતનો પ્રથમ અતિચાર) અમુક દિશામાં અમુક પ્રમાણ સુધી જવાના ધારણ કરેલા નિયમને દેશાવગાસિક વ્રત કહેવામાં આવે છે. હવે શ્રાવકને કોઇક વસ્તુની જરૂર પડી, અને તે દ્રવ્ય જે તે દિશામાં રહેલ દેશ કે નગરાદિમાં મળતું હોય, અને તે નગરાદિ સ્થાન નિર્ધારિત પ્રમાણ 271 0